• Gujarati News
  • National
  • Trouble For Users To Login And Access, Trending On Social Media #GmailDown; Facebook Went Down A Week Ago

Gmail સર્વિસ ડાઉન:યુઝર્સને લોગઈન અને એક્સેસ કરવામાં મુશ્કેલી, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #GmailDown;સપ્તાહ પહેલાં ફેસબુક ડાઉન થયેલું

9 દિવસ પહેલા

તાજેતરમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની સર્વિસ ડાઉન થઈ હતી, ત્યારબાદ હવે Gmailની સેવા પણ કામ કરી રહી નથીં. ભારતના અનેક ભાગોમાં લોકો ગૂગલની આ ફ્રી ઈમેલ સર્વિસને એક્સેસ કરી શકતા નથી. Gmail યુઝર્સ મેઈલ મોકલી કે મેળવી શકતા નથી.

ઈન્ટરનેટ સર્વિસ આઉટેજ પર નજર રાખનારી સાઈટ Down Detectorના જણાવ્યા પ્રમાણે 68 ટકા લોકોએ રિપોર્ટ કર્યો છે કે તેમણે વેબસાઈટ એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 18 ટકા યુઝર્સે સર્વર કનેક્શનને રિપોર્ટ કર્યો છે,જ્યારે 14 ટકા યુઝર્સને લોગઈન કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

આ અંગે લોકોએ ટ્વિટર પર પણ રિપોર્ટ કરી રહ્યા છે. લોકો #gmaildown સાથે ટ્વિટ કરી રહ્યા છે. કંપનીએ અત્યાર સુધી આઉટેજનું કારણ દર્શાવ્યું નથી. ભારતના અનેક ભાગોમાંથી યુઝર્સ જીમેલ ડાઉન રહ્યાની ફરિયાદ કરી રહ્યા છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા ક્ષેત્રની અગ્રણી ફેસબુક પણ આઉટેજનો શિકાર બન્યું હતું. ફેસબુક સાથે વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પણ 6 કલાકથી વધારે ડાઉન રહ્યું હતું. ગયા સપ્તાહે તે બે વખત ડાઉન થઈ ગયું હતું.

ત્યારબાદ કંપનીએ જણાવ્યું હતું કે રાઉટર કોન્ફિગ્રેશનમાં ગરબડને લીધે આઉટેજ થયું હતું. તેનાથી ફેસબુકને ઘણુ નુકસાન પણ થયું હતું. હવે જીમેઈલ ડાઉન થતા ગૂગલ તરફથી નિવેદન આપવામાં આવે તે અંગે યુઝર્સ પ્રતિક્ષા કરી રહ્યા છે.

ઈમેલ મોકલવામાં આવી રહી છે સમસ્યા

  • ભારતના કેટલાક હિસ્સાઓમાં Gmail કામ નહીં કરતું હોવાના સમાચાર મળ્યા છે. તેને લીધે લોકો ઈમેલ મોકલી શકતા નથી. ડાઉન ડિટેક્ટર પ્રમાણે 68% યુઝર્સે જણાવ્યું કે તે વેબસાઈટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 18%એ સર્વર કનેક્શનની માહિતી આપી. જ્યારે 14 ટકા લોકોએ લોગઈનમાં સમસ્યા અંગે માહિતી આપી છે.
  • ભારત સાથે અન્ય કેટલાક દેશોના યુઝર્સે પણ ટ્વિટર પર આ પ્રકારની ફરિયાદ કરી છે. તેમની સાથે પણ Gmail લોગઈન તથા ઈમેલ સેન્ડિંગમાં સમસ્યા આવી રહી છે. અનેક યુઝર્સે Gmail સર્વિસ ડાઉન થઈ હોવા અંગે લખી રહ્યા છે. જોકે, આ અંગે અત્યાર સુધી ગૂગલે કોઈ ટિપ્પણી કરી નથી.

વ્હોટઅસએપ બંધ થયું, ટેલિગ્રામે જોડ્યા 7 કરોડ યુઝર્સ
5 ઓક્ટોબના રોજ ટેલિગ્રામ એપ સાથે 7 કરોડ યુઝર્સ જોડાયા હતા. ટેલિગ્રામની આ મોટી સફળતા પાછળ ફેસબુક આઉટેજનો મોટો હાથ રહ્યો છે. અગાઉ ફેસબુક સહિત વ્હોટએપ અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ થઈ ગયું હતું. જે 6 કલાકથી વધારે સમય સુધી બંધ રહ્યું હતું. આ પ્લેટફોર્મ બંધ થવાનો ફાયદો ટેલિગ્રામને મળ્યો હતો. ટેલિગ્રામ પર મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 500 મિલિયન (50 કરોડ) પાર થઈ ગઈ છે.