• Gujarati News
  • National
  • The Tractor trolley Was Mounted On The Young Man; Digvijay Singh's Son Jayawardene's Fake FB Account Shared And Showed CM's Hometown

રેતી-માફિયાની ગુંડાગીરીનો વીડિયો:ટ્રેક્ટર-ટ્રોલી યુવક પર ચડાવી દીધી; દિગ્વિજય સિંહના દીકરા જયવર્ધનના ખોટા FB અકાઉન્ટથી શેર કરી CMનું હોમટાઉન દર્શાવ્યું

હોશંગાબાદ/સીહોર14 દિવસ પહેલા
  • સિહોરના SP મયંક અવસ્થીએ કહ્યું કે બુદની વિધાનસભાનો આ વીડિયો નથી

રેતી-માફિયાની ગુંડાગર્દી કરવાને લગતો એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં રેતીથી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલીથી રેતી-માફિયા એક યુવકને કચડતો દેખાય છે. આ વીડિયો મધ્યપ્રદેશના બુદની વિસ્તારનો હોવાનો દાવો કરી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને ભૂતપૂર્વ મંત્રી અને દિગ્વિજય સિંહના દીકરા જયવર્ધન સિંહના નામથી બનેલા ખોટા FB અકાઉન્ટથી પણ શેર કરવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયોને શેર કરવા અંગે પોલીસે ગોપાલપુર સિહોર સ્થિત કોંગ્રેસી કાર્યકર્તા અર્જુન આઇ સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે બુદનીમાં આ પ્રકારની કોઈ જ ઘટના બની નથી.

ભાસ્કર આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. સોશિયલ મીડિયા પર બે દિવસથી આ વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. તેમાં કોઈ રેતી ખનનના સંજોગોમાં રેત-માફિયા ટ્રેક્ટર-ટ્રોલી એક યુવક પર ચડાવતો દેખાય છે.

આ કારણથી મુદ્દો વિવાદાસ્પદ બન્યો
આ ઘટના અંગે વિવાદ ત્યારે ઘેરો બન્યો, જ્યારે જયવર્ધન સિંહ નામથી ફેસબુક પેજથી પણ આ વીડિયો શેર કરી બુદની ક્ષેત્રનો દર્શાવવામાં આવ્યો. સિહોરના SP મયંક અવસ્થીએ કહ્યું હતું કે બુદની વિધાનસભાનો આ વીડિયો નથી. સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો નાખનાર યુવક સામે ગોપાલપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. અર્જુન આર્ય પર ગેરમાર્ગે દોરતો વીડિયો શેર કરી મુખ્યમંત્રીની છબિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો આરોપ છે.

ભૂતપુર્વ મંત્રીએ કહ્યું- મે કોઈ વીડિયો શેર કર્યો નથી
જયવર્ધન સિંહે ભાસ્કરને કહ્યું કે આ પ્રકારનો કોઈ જ વીડિયો અને પોસ્ટ તેમણે ફેસબુક પેજ, ટ્વિટર અકાઉન્ટથી શેર કરી નથી. જે પેજ પરથી વીડિયો શેર થયો છે તે તેમનું અકાઉન્ટ નથી.

હોશંગાબાદમાં પણ રેત માફિયાની ગુંડાગીરી
રેતીની ચોરી અને માફિયાની ગુંડાગીરીનો એક વીડિયો ગયા મહિને હોશંગાબાદથી પણ સામે આવ્યો હતો. અહીં રેતનું ગેરકાયદેસર કારોબાર સાથે જોડાયેલા લોકોએ રેત કંપનીની રોયલ્ટી ઓફિસ પર દંડા, લાકડીઓ અને હથિયારોથી હુમલો કર્યો હતો. આ કેસમાં 8થી વધારે લોકો પર FIR નોંધાવી હતી.