• Gujarati News
  • National
  • Trivendra Rawat Said I Talked About Sacraments On The Issue Of Torn Jeans, I Apologize If Anyone Is Hurt

ઉત્તરાખંડના CMની માફી:તીરથ સિંહ રાવતે કહ્યું- ફાટેલા જીન્સ મુદ્દે મે સંસ્કારો અંગે વાત કહી હતી, કોઈને દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું

દેહરાદૂન7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાટેલા જીંસ અંગે આપેલા નિવેદન અંગે રાવતે શુક્રવાર સાંજે માફી માંગી હતી - Divya Bhaskar
ફાટેલા જીંસ અંગે આપેલા નિવેદન અંગે રાવતે શુક્રવાર સાંજે માફી માંગી હતી

ઉત્તરાખંડના નવા CM તીરથ સિંહ રાવતે ફાટેલા જીન્સ અંગે એક નિવેદન આપ્યા બાદ જ્યારે વિવાદ શરૂ થયો તો તેમણે આ અંગે શુક્રવારે સાંજે માફી માંગી લીધી હતી. તેમણે કહ્યું કે નિવેદન સંસ્કારો અંગે હતું. જો કોઈએ ફાટેલું જીન્સ પહેરવું હોય તો પહેરે. તેમના નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો આ માટે તેઓ માફી માંગે છે.

તીરથ સિંહ રાવતે મંગળવારે દેહરાદૂનમાં એક વર્કશોપમાં મહિલાઓને રિપ્ડ જીન્સ પહેરવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આજકાલ મહિલાઓ પણ ફાટેલા જીન્સ પહેરે છે. તેમના ઘૂટણ દેખાય છે, આ કેવા સંસ્કાર છે?આ સંસ્કાર ક્યાંથી આવી રહ્યા છે. તેનાથી બાળકો શું શીખી રહ્યા છે અને મહિલાઓ છેવટે સમાજને શું સંદેશ આપવા ઈચ્છે છે.

ફાટેલા જીન્સ આપણા સમાજને તૂટવાનો માર્ગ મોકળો કરે છે. તેનાથી આપણે બાળકોને ખરાબ ઉદાહરણ આપી રહ્યા છીએ,જે તેમને નશીલા પદાર્થોના સેવન તરફ લઈ જાય છે.હવે આપણે આપણા બાળકોને કાતર વડે સંસ્કાર આપી રહ્યા છીએ.

રાવતની પત્ની રહી ચુક્યા છે મિસ મેરઠ ​​​​​​​​​​​પોતાના નિવેદનને લઈ સોશિયલ મીડિયા પર નિશાન બની રહેલા CM તીરથ પાર્ટીમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને વફાદાર કાર્યકર્તા તરીકે ઓળખ ધરાવે છે. તીરથે વિદ્યાર્થી પરિષદના દિવસોના પોતાના સહયોગી અને મિસ મેરઠ રહી ચુકેલી રશ્મી સાથે ઈન્ટરકાસ્ટ મેરેજ કર્યાં છે. શ્મીના મતે તીરથ જી ખૂબ જ સાદગી પસંદ અને ખુલ્લા વિચાર ધરાવતી વ્યક્તિ છે. વર્તમાન વિવાદ અંગે તેઓ કહે છે કે મીડિયા તેમના નિવેદનને અલગ રીતે રજૂ કરી રહ્યું છે.

20 વર્ષની ઉંમરમાં જ બની ગયા હતા સંઘના પ્રાંત પ્રચારક
તીરથ સિંહ રાવતનો જન્મ પૌડીના સીરોં ગામમાં કલમ સિંહ રાવત અને ગૌરા દેવીના ઘરે 9 એપ્રિલ,1964ના રોજ થયો હતો. ભાઈઓમાં સૌથી નાના તીરથ કિશોરાવસ્થામાં જ RSS સાથે જોડાઈ ગયા હતા. પોતાના વિસ્તારના જહરીખાલમાં શાખા લગાવતા હતા, જ્યારે તેમની ઉંમર માંડ 20 વર્ષ હતી, તેઓ પ્રાંત પ્રચારક બની ગયા હતા. વર્ષ 1983થી 1988 સુધી સંઘના પ્રચારક તરીકે કામ કર્યા બાદ તેમણે અખિલ ભારતીય વિદ્યાર્તી પરિષદ (ABVP)માં મોકલવામાં આવ્યા હતા.

સમાજશાસ્ત્રમાં MA તીરથ સિંહ રાવત વર્ષ 1992માં હેમવંતી નંદન બહુગુણા યુનિવર્સિટી, ગઢવાલના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પણ રહ્યા હતા. ત્યારબાદ તેઓ ABVPના પ્રદેશ ઉપાધ્યાક્ષ બન્યા અને ત્યારબાદ તેઓ સંક્રિય સંસદીય રાજનીતિ તરફ આગળ વધ્યા. આ સમય દરમિયાન તેઓ રામ મંદિરને લઈ ઉત્તરાખંડ આંદોલનમાં પણ સક્રિય રહ્યા. રામ મંદિર આંદોલન સમયે તીરથને બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.​​​​​​​

વર્ષ 1997માં MLC બન્યા, 2000માં મંત્રી
વિદ્યાર્થી રાજનીતિથી સંસદીય રાજનીતિમાં આવ્યા બાદ તીરથ રાવતે ભુવન ચંદ્ર ખંડૂકીને તેમના ગુરુ માન્યા. ખંડૂરી તે સમયે પૌડી-ગઢવાલ બેઠકથી ચૂંટણી લડતા હતા અને તીરથ તેમના ચૂંટણીના સંયોજક થયા હતા. તીરથને જલ્દીથી આ માટે ઈનામ પણ મળ્યું. વર્ષ 1997માં અટલ સરકારમાં મંત્રી ખંડૂરીએ તેમને ઉત્તર પ્રદેશ MLCની ટિકિટ અપાવવા માટે ભરપૂર પ્રયાસ કર્યાં. વર્ષ 1997માં તીરથ વિધાન પરિષદ પહોંચ્યાં અને વર્ષ 2000માં જ્યારે ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું તો ખંડૂરીની ભલામણને આધારે જ રાજ્યના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા.

ધીમે ધીમે તીરથ રાજકીય મોરચે પોતાની પકડ મજબૂત કરી રહ્યા હતા. ત્યાં સુધી કે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે મુખ્યમંત્રી રહેતા ખંડૂરી સહિત ભાજપના અનેક મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા, ત્યારે ચૌબટ્ટાખાલ વિધાનસભાથી તીરથ જીતી ગયા હતા. ત્યારબાદ વર્ષ 2013માં ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા, પણ વર્ષ 2015માં તેમને હટાવવામાં આવ્યા.​​​​​​​

વર્ષ 2017માં ટિકિટ ન મળતા ચાર વર્ષ બાદ રાજ્યની કમાન મળી
ચૌબટ્ટાખાલ વિધાનસભાથી સિટિંગ MLA હોવા છતાં વર્ષ 2017માં તેની ટિકિટ કાપી નાંખવામાં આવી, કારણ કે ઉત્તરાખંડના દિગ્ગજ નેતા સતપાલ મહારાજ ભાજપમાં આવી ગયા હતા અને આ સીટ પર તેનો દાવો હતો. તીરથના પત્ની રશ્મિ કહે છે કે વર્ષ 2017માં જ્યારે તેમની ટિકિટ કાપવામાં આવી તો પરિવારને ઘણુ ખોટુ લાગ્યું હતું, પણ તીરથજી એક ગંભીર વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ કંઈ પણ બોલ્યા ન હતા.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પૌડી ગઢવાલથી ભાજપના ઉમેદવાર તરીકે તીરથનો સામનો પોતાના ગુરુ અને ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુવન ચંદ્ર ખંડૂરીના દિકરા મનીષ ખંડૂરી સાથે થયો. આ ચૂંટણીમાં તીરથ 2 લાખ 85 હજાર મતોથી જીતી ગયા. વર્ષ 2017માં જે તીરથની પાર્ટીએ ટિકિટ કાપી હતી, તેઓ વર્ષ 2021માં સમગ્ર રાજ્યની કમાન આપવામાં આવી.