• Gujarati News
  • National
  • Trishul Initiation, Martial Arts And Rifle Training Are Being Imparted On School Premises In Karnataka

ત્રિશૂલ દીક્ષા મામલો:કર્ણાટકના સ્કૂલ પરિસરમાં ત્રિશૂલ દીક્ષા, માર્શલ આર્ટ્સ અને રાઇફલ ચલાવવાની ટ્રેનિંગ અપાઇ રહી છે

બેંગ્લુરુએક મહિનો પહેલાલેખક: વિનય માધવ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

હિજાબ, અજાન અને હલાલ વિવાદ બાદ કર્ણાટકમાં ત્રિશૂલ દીક્ષાનો મુદ્દો ગરમાયો છે. બજરંગ દળ દ્વારા કોડાગુ જીલ્લાની એક સ્કૂલ પરિસરમાં ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી રહી છે. તેમાં યુવાઓને માર્શલ આર્ટ્સ તેમજ રાઇફલ ચલાવવાની તાલીમ અપાઇ રહી છે.

પોપ્યુલર ફ્રન્ટનો આરોપ છે કે, આઠ દિવસ સુધી ચાલેલા ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમમાં ભાજપના ત્રણ ધારાસભ્યો સામેલ થયા હતા. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ આ મામલે જીલ્લા વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટ માગ્યો છે. બીજી તરફ, બજરંગ દળના ચિકમંગલુરુની દત્તા પીઠામાં સ્થિત મસ્જિદમાં માંસ પીરસાઇ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય સીટી રવિએ પણ ફરિયાદ દાખલ કરી છે. દક્ષિણની અયોધ્યા નામથી મશહૂર દત્તા પીઠમાં ગુરુ દત્તાત્રેયનું મંદિર તેમજ બાબા બુડઉનની દરગાહ છે.

શ્રીરંગપટ્ટનમ: ટીપુની મસ્જિદમાં પૂજાની અનુમતિ માગી
શ્રીરંગાપટ્ટનમમાં ટીપુ સુલતાને બંધાવેલી મસ્જિદ હિન્દુ મંદિર તોડીને બનાવાઇ હોવાનો દાવો કરીને નરેન્દ્ર મોદી વિચાર મંચે ત્યાં પૂજા કરવા માટે માંડ્યાના કલેક્ટરની મંજૂરી માગી છે. મલાલીમાં એક મસ્જિદમાં નિર્માણ કાર્ય દરમિયાન મંદિરના અવશેષ મળતા બજરંગ દળે વહીવટીતંત્રની મદદથી ત્યાં નિર્માણ કાર્ય અટકાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...