તૃણમુલ કૉંગ્રેસના મહિલા સાંસદ કાકોલી ઘોષે મોંઘવારીનો અનોખી રીતે વિરોધ કર્યો. સોમવારે લોકસભામાં મોંઘા ગેસ સિલિન્ડરની વાત કરતાં કરતાં કાકોલી ઘોષ કાચું રીંગણ ખાવા લાગ્યા. તેમણે કહ્યું કે, મોદી સરકારમાં મોંઘવારી આસમાને છે. ગેસ સિલિન્ડરના ભાવ એટલા વધી ગયા છે કે, લોકોને કાચું શાક ખાવાનો વારો આવ્યો છે. આમ બોલતાં બોલતાં અચાનક જ તે રીંગણ હાથમાં લે છે અને દાંતથી બટકું ભરે છે. કાકોલી ઘોષનો આ અંદાજ જોઈ ગૃહમાં હાજર સાંસદો હસવા લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.