પરિણામો:બંગાળમાં 108 ન.પા.માંથી 102 પર તૃણમૂલનો કબજો

કોલકાતા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠક જીતનાર ભાજપને ક્યાંય બહુમત નહીં

તૃણમૂલ કોંગ્રેસે પ.બંગાળની 108 નગરપાલિકાની ચૂંટણીમાં 102 નગરપાલિકાઓ પર વિજય મેળવ્યો છે. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠક જીતનાર ભાજપને ક્યાંય પણ બહુમતી મળી નથી. મંગળવારે આવેલાં પરિણામોમાં એક નગરપાલિકામાં ડાબેરીઓ અને એક પર અપક્ષનો વિજય થયો હતો.

દાર્જિલિંગ નગરપાલિકામાં નવી હમરો પાર્ટીએ સૌથી વધુ વૉર્ડ જીત્યા હતા. ડાબેરી મોરચો નાદિયા જિલ્લાના તાહેરપુર અધિસૂચિત ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો હતો. 4 નગરપાલિકાઓમાં કોઈને સ્પષ્ટ બહુમત નથી. નગરપાલિકાઓની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આ અહેવાલ લખવા સુધી 2,171 નગરપાલિકા વૉર્ડમાંથી તૃણમૂલ ઉમેદવારોએ 1,728 પર વિજય પ્રાપ્ત કર્યો હતો કે લીડ મેળવી હતી.

જ્યારે ભાજપ 65 વૉર્ડ પર આગળ ચાલી રહ્યો હતો. જોકે ડાબેરીઓ 59 વૉર્ડ પર આગળ હતા. આશરે 57 નગરપાલિકા વૉર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા કે આગળ ચાલી રહ્યા હતા. અપક્ષ ઉમેદવાર મોટા ભાગે તૃણમૂલથી અસંતુષ્ટ 113 વૉર્ડ પર જીત્યા કે લીડ મેળવી રહ્યા હતા. પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ ચૂંટણીમાં તૃણમૂલના ભવ્ય વિજય બદલ લોકોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...