તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Trinamool MP Mahua Calls Dhankhad An Uncle, Speaks Appoints His Family Members To Raj Bhavan

બંગાળના ગવર્નર પર આરોપ:તૃણુમૂલ સાંસદ મહુઆએ ધનખડને અંકલજી કહ્યું, બોલ્યાં- પોતાના પરિવારના લોકોને રાજભવનમાં અપોઈન્ટ કર્યા

કોલકાતા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહુઆ મોઈત્રાએ કટાક્ષ કર્યો છે કે રાજ્યપાલ પોતાના સમગ્ર પરિવાર અને ગામના લોકોને રાજભવન લાવ્યા છે. - Divya Bhaskar
મહુઆ મોઈત્રાએ કટાક્ષ કર્યો છે કે રાજ્યપાલ પોતાના સમગ્ર પરિવાર અને ગામના લોકોને રાજભવન લાવ્યા છે.

તૃણુમૂલ સરકાર અને બંગાળના ગવર્નર વચ્ચેનો ટકરાવ થમવાનું નામ નથી લઈ રહ્યો. તૃણુમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ રવિવારે રાજ્યપાલ જગદીપ ધનખડને અંકલજી કહ્યું. તેઓએ કહ્યું કે ધનખડે પોતાના પરિવારના લોકો અને બીજા નજીકના સંબંધીઓને રાજભવનમાં અપોઈન્ટ કર્યા છે. તેઓને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (OSD) બનાવ્યા છે.

મહુઆએ ટ્વિટર પર ધનખડના OSDsની યાદી મુકી
મહુઆએ ટ્વિટર પર કેટલાંક નામોનો ઉલ્લેખ પણ કર્યો છે. તેઓએ લખ્યું- અભ્યુદય સિંહ શેખાવત, અખિલ ચૌધરી, રુચિ દુબે, પ્રશાંત દીક્ષિત, કૌસ્તવ એસ વાલીકર અને કિશન ધનખડને રાજભવનમાં OSD અપોઈન્ટ કરવામાં આવ્યા છે.

શેખાવત ધનખડના સાળાના પુત્ર છે. રુચિ દુબે અને પ્રશાંત દીક્ષિત તેમના પૂર્વ ADC મેજર ગૌરાંગ દીક્ષિતના પત્ની અને ભાઈ છે. વાલીકર ધનખડના હાલના ADC જનાર્દન રાવના સાળા છે અને કિશન ધનખડ પોતે જગદીપ ધનખડના નજીકના સંબંધી છે.

ધનખડ પોતાનું આખું ગામ રાજભવન લઈ આવ્યા- મહુઆ
જ્યારે મહુઆને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું- અમારી લોકતાંત્રિક અધિકાર છે કે અમે રાજ્યપાલને સવાલ કરી શકીએ. તેઓ સતત રાજ્ય સરકારને સવાલ પૂછતા રહે છે. હું તેમને અપીલ કરું છું કે પોતાનો ચહેરો પણ અરીસામાં જુવે. તેઓ પોતાનું આખું ગામ અને પરિવારના લોકોને રાજભવન લઈ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...