તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મની લોન્ડરિંગ કેસમાં અભિષેક બેનર્જીની પૂછપરછ:દિલ્હીમાં EDની ઓફિસ પહોંચ્યા તૃણમૂલ સાંસદ, અભિષેકે કહ્યું- આરોપ સાબિત થયો તો ફાંસી પર લટકી જઈશ

કોલકાતા15 દિવસ પહેલા
  • અભિષેક બેનર્જીએ કહ્યું- તમામ તપાસ માટે હું એજન્સીને સહકાર આપીશ
  • બંગાળ હારનો બદલો લેવા એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીની આજે ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવશે. અભિષેક EDની ઓફિસ પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું અહીં એટલા માટે આવ્યો છું, કારણ કે એજન્સીએ મને બોલાવ્યો હતો. હું તપાસ એજન્સીને સહકાર આપીશ.

આ પહેલાં તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. ટીએમસી સાંસદે કહ્યું હતું કે ''જો તપાસ એજન્સીઓ પાસે કોઈપણ કેસમાં મારી સામે કોઈ પુરાવા છે તો એને સાર્વજનિક કરવા જોઈએ. TMC તમારી (ભાજપ) સામે ક્યારેય ઝૂકશે નહીં. તમે જે કરી શકો એ કરો." તેમણે ઉમેર્યું," તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ''જો કોઈ સાબિત કરશે કે મેં કોઈ પાસેથી 10 પૈસા પણ લીધા છે, તો હું પોતે ફાંસી પર લટકી જઈશ."

અભિષેક બેનર્જીએ કહ્યું, "મેં નવેમ્બરમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે હું કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છું. તેમણે મને દિલ્હી બોલાવ્યો છે, જોકે આ મામલો કોલકાતા સંબંધિત છે. તેઓ (ભાજપ) ચૂંટણી હારી ગયા અને હવે બદલો લેવા એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે. "તેમણે પડકાર ફેંક્યો," ભાજપના કોઈપણ રાષ્ટ્રીય નેતાનો લાઇવ ટેલિવિઝન કાર્યક્રમમાં મારો સામનો કરાવી દો. તેઓ સમય અને સ્થળ પસંદ કરી લે. હું એ સાબિત કરીશ કે મેં દેશ માટે શું કર્યું છે."

ED આજે અભિષેક બેનર્જીની પૂછપરછ કરશે
અભિષેક બેનર્જી આજે દિલ્હીમાં ED સમક્ષ હાજર થયા છે. કોલસાની દાણચોરીથી સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં એજન્સી તેમની પૂછપરછ કરશે. અભિષેકની પત્ની રૂજીરા બેનર્જીને પણ એજન્સીએ બોલાવ્યાં હતાં, પરંતુ તેમણે કોરોના મહામારીનું કારણ જણાવીને તેમની ઘરે પૂછપરછ કરવાની અપીલ કરી હતી.

TMC નેતાઓ પર કોલસાકૌભાંડમાં આરોપ
TMC નેતાઓ પર કોલસાકૌભાંડનો આરોપ લાગ્યો છે. એમાં અભિષેક બેનર્જીનું નામ પણ સામેલ છે. એવો આરોપ છે કે બંગાળમાં ગેરકાયદે હજારો કરોડના કોલસાનું ખનન કરવામાં આવ્યું હતું અને એક રેકેટ મારફત કાળાં બજારમાં વેચવામાં આવતો હતો. કથિત કૌભાંડની તપાસ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી.

શેલ કંપનીઓના માધ્યમથી બ્લેકમનીને વાઇટ કરવાના આરોપ
ભાજપના નેતાઓ દાવો કરે છે કે ટીએમસી નેતાઓએ શેલ કંપનીઓ મારફત કોલસાકૌભાંડમાંથી બ્લેકમનીને વાઇટમનીમાં રૂપાંતરિત કર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને આમાં સૌથી વધુ ફાયદો થયો છે. જ્યારે ટીએમસી નેતાઓ સતત કહેતા રહ્યા છે કે આ કાર્યવાહી રાજકીય બદલો લેવા માટે કરવામાં આવી રહી છે.

શુભેન્દુ અધિકારી CID સમક્ષ હાજર ન થયાની અટકળો
બીજી બાજુ, પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીને આજે CID દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એવી અટકળો છે કે તેઓ આજે પૂછપરછ માટે હાજર ન રહે. શુભેન્દુની તેના અંગરક્ષકના મૃત્યુ સંદર્ભે પૂછપરછ કરવાની છે. CIDએ રવિવારે તેમને આ કેસમાં સમન્સ જારી કર્યું હતું. 2018માં તેના સુરક્ષાગાર્ડ શુભબ્રતા ચક્રવર્તીએ કથિત રૂપે પોતાને ગોળી મારી હતી. સુરક્ષાગાર્ડની પત્નીએ તેના પતિના મોતની તપાસની માગ કરી છે.