• Gujarati News
  • National
  • Trinamool Congress Claims In Mouthpiece, Says Rahul Failed, Mamata Banerjee Succeeds In Forming Front Against Modi

મોદીનો વિકલ્પ રાહુલ નહીં, મમતા:તૃણમૂલ કોંગ્રેસે મુખપત્રમાં દાવો કર્યો, કહ્યું- રાહુલ નિષ્ફળ રહ્યા, પણ મમતા બેનર્જી મોદી સામે મોરચો માંડવામાં સફળ રહ્યાં

3 મહિનો પહેલા
  • તૃણમૂલે કહ્યું- મોદીની સામે મમતા વિપક્ષનો ચહેરો બનીને ઊભરી આવ્યાં

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી આમ તો કોંગ્રેસ સાથે મળીને વિપક્ષની એકતાની વાત કરે છે, પરંતુ તેમની પાર્ટી તૃણમૂલે સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હીની દાવેદારી બાબતે કોઈ સમાધાન નહીં કરવામાં આવે.

ખરેખરમાં તૃણમૂલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોંગ્રેસનેતા રાહુલ ગાંધી નહીં, પણ મમતા બેનર્જી જ છે. મોદીની સામે મમતા વિપક્ષનો ચહેરો બનીને ઊભરી આવ્યા ંછે. આ માટે કોંગ્રેસે જવાબ આપ્યો છે કે 2014થી રાહુલ ગાંધીને મોદી સરકાર સામે વિપક્ષના સૌથી યોગ્ય નેતા તરીકે માન્યતા આપવામાં આવી છે.

તૃણમૂલનો દાવો- રાહુલ ગાંધી નિષ્ફળ છે, મમતા છે વિકલ્પ
તૃણમૂલના અખબાર જાગો બાંગ્લાએ શુક્રવારે એક લેખ પ્રકાશિત કર્યો છે, જેનું મથાળું છે- 'રાહુલ ગાંધી નિષ્ફળ છે, મમતા છે વિકલ્પ'... આ લેખમાં તૃણમૂલના લોકસભા સાંસદ સુદીપ બંદોપાધ્યાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં લખે છે- દેશ વિકલ્પ શોધી રહ્યો છે. હું લાંબા સમયથી રાહુલ ગાંધીને ઓળખું છું, પરંતુ કહી શકું છું કે તેઓ મોદીના વિકલ્પ તરીકેની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે મમતા બેનર્જી આ મોરચે સફળ રહ્યાં છે.

કોંગ્રેસનો જવાબ- હજી વિકલ્પની વાત કરવી ઉતાવળભરી
તૃણમૂલના દાવા પર હવે વિવાદ શરૂ થયો છે. આનો જવાબ આપતાં પશ્ચિમ બંગાળ કોંગ્રેસે કહ્યું હતું કે આવાં નિવેદનો પર વધારે ધ્યાન આપવાની જરૂર નથી, હજી એ કહેવું ઉતાવળભર્યું હશે કે મોદીનો વિકલ્પ કોણ હશે?

જ્યારે કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદ પ્રદીપ ભટ્ટાચાર્યનું કહેવું છે કે વિપક્ષે સૌની સંમતિથી નક્કી કરવું જોઈએ કે તેમના નેતા કોણ હશે? ભારતીય રાજનીતિનો ઇતિહાસ સાક્ષી છે કે ગઠબંધનમાં સાથી પક્ષો દ્વારા હંમેશાં સર્વસંમતિથી જ નેતા ચૂંટવામાં આવે છે. એટલા માટે આ મુદ્દા પર વિચાર કરી શકાય છે, પરંતુ તેમાંથી કોઈને પણ છેલ્લો નિર્ણય ન કહી શકાય.

તૃણમૂલની સ્પષ્ટતા- જનતા જ રાહુલને વિકલ્પ માની રહી નથી
તૃણમૂલના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે તેમની પાર્ટીનો ઈરાદો ન તો કોંગ્રેસનું અપમાન કરવાનો છે અને ન તો તે કોંગ્રેસ વગર દિલ્હીમાં ભાજપના વિકલ્પ વિશે વાત કરવા માગે છે. ઘોષે સ્પષ્ટતા કરી છે કે સુદીપ બંદોપાધ્યાયે કોંગ્રેસ વગર કોઈ વિકલ્પ વિશે વાત કરી નથી. તેમણે પોતાનો અનુભવ જ જણાવ્યો છે કે જનતા રાહુલને મોદીનો વૈકલ્પિક માની રહી નથી અને રાહુલ હજુ એના માટે તૈયાર પણ નથી.

ઘોષનું કહેવું છે કે રાહુલ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાને સાબિત કરી શક્યા નથી, પરંતુ બંગાળમાં આ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલની જીત બાદ મમતા બેનર્જી, મોદીના વિકલ્પ તરીકે ઊભરી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...