• Gujarati News
  • National
  • Tried To Burn The Dead Body At Home, Terrorist Organization TRF Took Responsibility For The Murder

DGની હત્યાનો આરોપી નોકરની ધરપકડ:CCTV ફૂટેજમાં દેખાયો હતો યાસિર, આતંકી સંગઠને કહ્યું- અમિત શાહને અમારી આ ભેટ

શ્રીનગર2 મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર
  • ઘરમાં જ મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો
  • આતંકી સંગઠને પ્રેસ રિલીઝમાં કહ્યું- અમે કોઈને ગમે ત્યાં-ગમે ત્યારે મારી શકીએ

જમ્મુ-કાશ્મીરના ડીજી હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. અત્યાર સુધી આ ઘટના વિશે બે એંગલ સામે આવ્યા છે. પહેલો આતંકવાદી હુમલો અને બીજો મુખ્ય આરોપી અને નોકર યાસિરની માનસિક સ્થિતિ અને વર્તન અંગે.

સીસીટીવીમાં યાસિર ભાગતો જોવા મળ્યો હતો. રાતભર સર્ચ ઓપરેશન બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે.

જમ્મુ-કાશ્મીરના DG જેલ (ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિજન્સ), હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ તેમના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. લોહિયાના જ ઘરમાં રહેતા નોકર યાસિરે DGની હત્યા કરી છે.

હત્યાના લગભગ 10 કલાક બાદ મંગળવારે સવારે આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)એ લોહિયાની હત્યાની જવાબદારી લીધી છે. TRFએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી જણાવી છે. એ લશ્કર સાથે જોડાયેલી સંસ્થા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોહિયાના નોકર યાસિરે તેમના પર હુમલો કર્યો હતો. કાચની બોટલ વડે તેમના ગળાના ભાગે હુમલો કરીને ગળું કાપી નાખ્યું હતું. આતંકવાદી સંગઠને તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રીને આ અમારી તરફથી નાનકડી ભેટ છે અને કોઈને પણ ગમે ત્યારે, ગમે ત્યાં મારી શકીએ છીએ. આ આતંકી તેમના ઘરમાં નોકર બનીને રહેતો હતો.

હત્યાની સ્ટોરી જે ભાસ્કરને જાણવા મળી
પોલીસ સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે જે ઘરમાં હત્યા થઈ હતી તે ઘર ડીજી જેલ લોહિયાના જૂના મિત્ર સંજીવ ખજુરિયાનું છે. બંનેની વચ્ચે પારિવારિક સંબંધો હતા. લોહિયા તેમની સત્તાવાર સુરક્ષા સાથે અહીં આવ્યા હતા. રાત્રિભોજન પછી લોહિયા આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘરમાં બે નોકર હતા. એક મોહિન્દર અને બીજો યાસિર. લોહિયાએ યાસિરને પગની માલિશ કરવાનું કહ્યું હતું.એટલામાં મોહિન્દરને લોહિયાની ચીસો સંભળાઈ. તે ત્યાં ગયો ત્યારે રૂમમાં આગ લાગી હતી.

યાસિરે લોહિયાને ઓશીકા વડે ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ નજીકમાં પડેલી સોસની બોટલ વડે તેમનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ પહેલા રૂમમાં આગ જોઈ હતી. દરવાજો અંદરથી બંધ હતો. તેઓ દરવાજો તોડીને અંદર ગયા હતા. પ્રાથમિક તપાસમાં આ હત્યા હોવાનું લાગી રહ્યું છે.

અત્યાર સુધીમાં હત્યાની 2 થીયરી સામે આવી છે...

પ્રથમ થીયરી: આતંકવાદનું નવું મોડ્યુલ, સ્પેશિયલ સ્કોડનું ઓપરેશન
આતંકવાદી સંગઠન PAFFના પ્રવક્તા તનવીર અહેમદ રાથેરે પ્રેસ રિલીઝ જારી કરી હતી. તેમાં લખ્યું હતું - અમારી સ્પેશિયલ સ્કોડે ઉદયવાલામાં ઓપરેશનમે અંજામ આપ્યો છે. અમારી પાસે J&K DG જેલ એચકે લોહિયા જેવા હાઈપ્રોફાઇલના ટાર્ગેટને મારી નાંખ્યા. આવા હાઈપ્રોફાઈલ ઓપરેશનની આ માત્ર શરૂઆત છે. હિંદુત્વ શાસન અને તેના સાથીઓને અમારી ચેતવણી એ છે કે અમે ગમે ત્યારે અને ગમે ત્યાં લક્ષ્યને હિટ કરી શકીએ છીએ. સરકારના ગૃહમંત્રીને આ અમારી નાનકડી ભેટ છે. જેઓ J&Kની મુલાકાતે છે. અમે આવી કામગીરી ચાલુ રાખીશું.

આ આતંકી સંગઠન PAFF બાબતે જાણો: PAFF એ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકવાદી સંગઠન છે. જમ્મુ અને કાશ્મીરથી કલમ 370 હટાવ્યા પછી, આ નવા આતંકવાદી સંગઠનનું નામ સામે દેખાવા લાગ્યું. આ આતંકી સંગઠન ગઝાવત-ઉલ-હિન્દના માર્યા ગયેલા કમાન્ડર ઝાકિર મુસાથી પ્રભાવિત છે.

બીજી થિયરીઃ પોલીસ આતંકવાદી કનેક્શન સ્વીકારી રહી નથી, કહ્યું- નોકર આક્રમક હતો
જમ્મુના ADGP મુકેશ સિંહે કહ્યું કે અત્યાર સુધી અમે યાસિરને મુખ્ય આરોપી તરીકે ગણી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે ખૂબ જ આક્રમક હતો. તે ડિપ્રેશનમાં પણ રહેતો હતો. અત્યાર સુધી કોઈ આતંકવાદી કનેક્શન સામે આવ્યું નથી. પરંતુ, ઉંડાણપૂર્વક તપાસ કર્યા બાદ અમે કોઈપણ એંગલને સંપૂર્ણપણે નકારી શકીએ નહીં. પોલીસ વિભાગના અન્ય કેટલાક અધિકારીઓએ ભાસ્કરને જણાવ્યું કે યાસિર આતંકવાદી સંગઠનનો ઓવર ગ્રાઉન્ડ વર્કર હોઈ શકે છે.

પોલીસે યાસિરની ધરપકડ કરી
પોલીસે યાસિરની ધરપકડ કરી છે. DG હેમંત લોહિયા જમ્મુની બહારના વિસ્તાર ઉદયવાડામાં રહેતા હતા. તેઓ 1992 બેચના IPS અધિકારી હતા. આ વર્ષે ઓગસ્ટમાં તેમને ડીજી જેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની હત્યા શા માટે કરવામાં આવી એ અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.

શ્રીનગરમાં લેવાયેલી આ તસવીર ગયા મહિનાની છે. હેમંત લોહિયા (ડાબે)
શ્રીનગરમાં લેવાયેલી આ તસવીર ગયા મહિનાની છે. હેમંત લોહિયા (ડાબે)

જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું હતુ કે લોહિયાનું ગળું કાપવામાં આવ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને સળગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના પહેલાં લોહિયાએ પોતાના પગ પર તેલ લગાવ્યું હતું. તેમના પગમાં સોજો હતો. હત્યારાએ કેચ-એપની બોટલથી તેમનું ગળું કાપીને તેમના મૃતદેહને સળગાવવાના પ્રયાસ કર્યો હતો. પોલીસે કહ્યું છે કે પહેલા ઓશીકાથી મોઢું દબાવીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ફોટો નોકર યાસિરનો છે, પોલીસે યાસિરની ધરપકડ કરી છે.
આ ફોટો નોકર યાસિરનો છે, પોલીસે યાસિરની ધરપકડ કરી છે.

સુરક્ષાદળોએ રૂમમાં આગ જોઈ
એડીજીપી મુકેશ સિંહે કહ્યું હતું કે સુરક્ષા દળોએ પહેલા રૂમમાં આગ જોઈ. દરવાજો અંદરથી બંધ હતો. તેઓ દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. મુકેશ સિંહે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં એવું લાગી રહ્યું છે કે આ હત્યા છે.

બપોરે બેંક-મેનેજર પર ફાયરિંગ થયું હતું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે, આથી પોલીસ અધિકારીઓ આ ઘટનાની તપાસમાં સક્રિય દેખાઈ રહ્યા છે. આ પહેલા સોમવારે બપોરે બારામુલ્લામાં કેટલાક આતંકવાદીઓએ એક બેંક-મેનેજર પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓ બેંક-મેનેજર પર ઝડપથી ગોળીબાર કર્યો, પરંતુ તેઓ કોઈક રીતે હુમલામાં બચી ગયા.

અન્ય સમાચારો પણ છે...