• Gujarati News
  • National
  • Tribute To Mumbai's Lifeline: Madania's Fun On The Beach For The First Time; Arrive Australia If You Like Lavender!

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:આ ભૂંડ છે કે ઘેટું! જૂઓ કુદરતની કમાલ: શિમલામાં 2021ની પ્રથમ હિમવર્ષા; કરિશ્મા તન્ના જેવું ડ્રાઈવિંગ ન કરશો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ફોટો તમને ગમ્યો હશે પણ આ કોઈ વાસ્તવિક જાનવર નથી પણ આ તો માત્ર CMWyvernનું એક આર્ટપિસ છે. પરંતુ આ તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી અને કેટલાકે તો એમ પણ કહી દીધું કે આ જાનવર નેપાળમાં જોવા મળે છે. પરંતુ હકીકત એ છે કે આવું કોઈ જાનવર પૃથ્વી પર નથી. પણ કુદરતે બનાવેલા વિચિત્ર અને આકર્ષક પશુઓ જોવા માટે તસવીરોની દુનિયામાં ક્લીક કરો અને આગળ વધો... - Divya Bhaskar
આ ફોટો તમને ગમ્યો હશે પણ આ કોઈ વાસ્તવિક જાનવર નથી પણ આ તો માત્ર CMWyvernનું એક આર્ટપિસ છે. પરંતુ આ તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી અને કેટલાકે તો એમ પણ કહી દીધું કે આ જાનવર નેપાળમાં જોવા મળે છે. પરંતુ હકીકત એ છે કે આવું કોઈ જાનવર પૃથ્વી પર નથી. પણ કુદરતે બનાવેલા વિચિત્ર અને આકર્ષક પશુઓ જોવા માટે તસવીરોની દુનિયામાં ક્લીક કરો અને આગળ વધો...

આ ભૂંડ છે કે ઘેટું!-જૂઓ કુદરતની કમાલ જેવા પ્રાણીઓ

આ છે મંગાલિસ્તા પિગ. આ પ્રાણી સામાન્ય ભૂંડ કરતાં અલગ હોય છે કેમકે તેમની ચામડી પર ઘેટાંની જેમ ઊન હોય છે.

આ મરદ મૂછાળો છે એમ્પેરોર ટેમેરિન વાનર. ખિસકોલી જેવો પણ આકાર હોવાથી તેને ન્યૂ વર્લ્ડ મંકી પણ કહેવામાં આવે છે અને તે એમેઝોનના જંગલોમાં જોવા મળે છે.

ભાઈ આ દૂબળું પડી ગયેલું સસલું નથી પણ પેટાગોનિયન નામનું અલગ જ પ્રાણી છે. આ અનોખું પ્રાણી આર્જેન્ટીનામાં ખૂબ જોવા મળે છે.

જો જો આ કોઈ હરણ કે સાબર નથી, આ તો બકરી છે. જેને મારખોર બકરી કહે છે. આ પાકિસ્તાનનું રાષ્ટ્રીય પશુ છે. પહાડો પર ચઢઉતર કરવામાં તે ભારે ઉસ્તાદ હોય છે.

પ્રાણી જ નહીં પક્ષી પણ કુદરતે ગજબના બનાવ્યા છે. આ એકદમ સુંદર લાગતું પક્ષી છે બ્લુ ફૂટેડ બૂબી છે. આ પક્ષી સમુદ્રમાંથી જીવોને પકડીને પોતાનું જીવન ગુજારે છે.

આ પ્રાણીને જોઈને જેવી આપણી આંખો પહોળી થઈ જાય એવી જ આંખો ધરાવતું આ પ્રાણી છે મલાયન કોલુગો. આ ટચકડું પ્રાણી હવામાં ગ્લાઈડિંગ પણ કરી શકે છે અને તે મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયામાં જોવા મળે છે.

આ તે જંતુ છે કે રૂનો ગોટો! આ વિચિત્ર જીવનું નામ છે વેનેઝુએલા પૂડલ મોથ. આ જંતુની શોધ 2009માં થઈ હતી. આનું કદ માંડ 2.5 સેન્ટીમીટર હોય છે. જે વેનેઝુએલામાં મળી આવ્યું હતું.

શિમલામાં 2021ની પ્રથમ હિમવર્ષા

શિમલામાં નવા વર્ષે પ્રથમ જોરદાર હિમવર્ષા થયા પછી રિજ મેદાન, માલ રોડ પર જાણે સફેદી છવાઈ ગઈ છે. નેશનલ હાઈવે-5 કુફરી નજીક બંધ કરી દેવાયો છે. તાજેતરની હિમવર્ષાથી પ્રવાસીઓ ગેલમાં આવી ગયા છે. વાહનવ્યવહારમાં તકલીફ હોવા છતાં પ્રવાસીઓનો ઉત્સાહ શિમલાની મુલાકાત માટે વધ્યો છે.

કરિશ્મા તન્ના જેવું ડ્રાઈવિંગ ન કરશો

મુંબઈના અંધેરીમાં લોકો એક દૃશ્ય જોઈને ચકિત થઈ ગયા હતા. વાસ્તવમાં, અભિનેત્રી કરિશ્મા તન્ના અંધેરીના માર્ગ પર સ્કૂટર પર નીકળી હતી. પરંતુ તેના ડ્રાઈવિંગનો અલ્લડ અંદાજ જોઈને લોકો તેને જોતા જ રહી ગયા.

મુંબઈની લાઈફલાઈનને વંદન

આ ઘ્યાન ખેંચતી એક તસવીરે બિઝનેસ મેન આનંદ મહિન્દ્રાનું પણ ધ્યાન ખેંચ્યું છે. તેમણે લખ્યું હતું કે આ ભારતનો આત્મા છે. આ તસવીર મુંબઈના એક રેલવે સ્ટેશનની છે, જ્યાં લોકલ પકડવા પહોંચેલા એક યુવકે ટ્રેન પર ચઢતા પહેલા નમીને ટ્રેનને વંદન કર્યા હતા. મુંબઈ લોકલ ટ્રેન વ્યવસ્થાને મુંબઈની લાઈફ લાઈન કહે છે એ વાતને કદાચ આ તસવીર સિદ્ધ કરે છે. કોરોનાના લીધે 11 મહિના સુધી લોકલ ટ્રેનો બંધ રહી હતી અને હવે 1 ફેબ્રુઆરીથી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

પ્રથમવાર બીચ પર પહોંચેલા મદનિયાની મસ્તી

આ નાનકડા મદનિયાએ પ્રથમવાર બીચ પર જઈને ગેલગમ્મત કરી. વિશાળ સમુદ્ર અને બીચને જોઈને તેમજ દરિયાના મોજામાં આ મસ્તીખોર મદનિયાએ જે ધમાલ મચાવી તેને એક ટ્વીટર યુઝરે તસવીરોમાં કેદ કરીને ટ્વીટ કર્યુ. જે હવે વાયરલ થઈ રહી છે.

લવન્ડર પસંદ છે તો પહોંચો ઓસ્ટ્રેલિયા

આ છે દુનિયાનું સૌથી મોટું લવન્ડર ફાર્મ. ઓસ્ટ્રેલિયાના દક્ષિણ રાજ્ય તસ્માનિયાસ્થિત આ બ્રાઈડસ્ટો લવન્ડર ફાર્મ ભારતીય પર્યટકોની રાહ જોઈ રહ્યું છે. ખરેખર 45 હજાર હેક્ટરમાં ફેલાયેલા આ ફાર્મમાં લવન્ડરના 6 લાખ 66 હજાર છોડવા છે. આ ફૂલોની લાઈનની લંબાઈ મપાય તો તે 200 કિ.મી.માં ફેલાયેલી છે. આ ફાર્મમાં ઊગતા લવન્ડરનો ફ્રેન્ચ વેરાયટીના પરફ્યૂમ અને ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ થાય છે. ફાર્મના માલિક રોબર્ટ રેવન કહે છે કે સૌથી ઉત્સાહજનક રિસ્પોન્સ ભારતીય પર્યટકો તરફથી જ મળ્યો છે. તમિલ ફિલ્મ બૉઈઝના ગીત અલે અલેનું શૂટિંગ આ ફાર્મમાં થયું હતું. તેના પછી ભારતીય પર્યટકો તેની તરફ વધુ આકર્ષાયા હતા. કોરોનાની અસર આ ફાર્મ પર પણ થઈ છે. આ ફાર્મ લંડનના પરફ્યૂમના વેપારી સી.કે.ડેનીએ 1921માં વસાવ્યું હતું.