તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tribunals Reforms Act; Supreme Court On Narendra Modi Government Over Judgments Decisions

કેન્દ્ર પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી:આદેશ પૂરો ન કરવા પર કોર્ટે કહ્યું- સરકાર અમારા નિર્ણયોનું સન્માન નથી કરતી, તમે કોર્ટના ધૈર્યની પરીક્ષા લઈ રહ્યાં છો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તમે અમારા નિર્ણયોનું સન્માન નથી કરી રહ્યા અને અમારી ધીરજની પરીક્ષા ન લો. કોર્ટે આ ટિપ્પણી ટ્રિબ્યુનલમાં ખાલી જગ્યાઓ ન ભરવા અને ટ્રિબ્યુનલ રિફોર્મ એક્ટ પાસ ન કરવા પર કરી છે.

ટ્રિબ્યુનલને લઈને કોર્ટની 4 કડક ટિપ્પણી

  1. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું- અત્યારસુધી કેટલા લોકોને નિયુક્ત કરવામાં આવ્યા? તમે કહ્યું હતું કે કેટલાક લોકોની નિયુક્તિ કરવામાં આવી હતી. ક્યાં છે એ નિયુક્તિ?
  2. મદ્રાસ બાર એસોસિયેશનમાં અમે જે જોગવાઈઓને પૂરી કરી હતી, ટ્રિબ્યુનલ એક્ટ પણ ઠીક એમને એમ છે. અમે જે નિર્દેશ તમને આપ્યા હતા એના હિસાબથી હજી સુધી નિયુક્તિ કેમ નથી થઈ?
  3. સરકાર નિયુક્તિ ન કરીને ટ્રિબ્યુનલને નબળી બનાવી રહી છે. કેટલીક ટ્રિબ્યુનલ તો બંધ થવાની રાહે છે. અમે આ સ્થિતિમાં ખૂબ જ નાખુશ છીએ.
  4. અમારી પાસે હવે માત્ર ત્રણ વિકલ્પ છે. પહેલો- અમે કાયદા પર પ્રતિબંધ લગાવી દઈએ. બીજો- અમે ટ્રિબ્યુનલ બંધ કરી દઈએ અને બધા અધિકારો કોર્ટને સોંપી દઈએ. ત્રીજો- અમે જાતે જ નિયુક્ત કરી લઈએ. સભ્યોની કમીને કારણે NCLT અને NCLAT જેવી ટ્રિબ્યુનલમાં કામ ઠપ છે.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટ પાસેથી સમય માગ્યો
તુષાર મહેતાએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય બે અઠવાડિયાંમાં શોધ અને પસંદગી સમિતિની ભલામણ પર નિર્ણય લેશે. મને 2-3 દિવસ આપો, પછી હું તમને આ મુદ્દે જવાબ આપીશ. આ અંગે કોર્ટે કહ્યું હતું કે અમે સોમવારે આ મામલે સુનાવણી કરીશું અને આશા છે કે ત્યાં સુધીમાં નિમણૂકો કરવામાં આવશે.

રિફોર્મ એક્ટ પર કોર્ટે કહ્યું- નિર્ણયની વિરુદ્ધ કાયદો ન બનાવી શકીએ
કોર્ટે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ સામે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ નોટિસ જાહેર કરી હતી. કોંગ્રેસના સાંસદ તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે જે જોગવાઈઓ ફરીથી અમલમાં મૂકવામાં આવી છે એ અગાઉ કોર્ટે રદ કરેલી જોગવાઈઓ જેવી જ છે.

કોર્ટે કહ્યું હતું કે જો તમને સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો પર વિશ્વાસ ન હોય તો અમારી પાસે વિકલ્પ બચ્યો નથી. મદ્રાસ બાર એસોસિયેશનનો નિર્ણય એટર્ની જનરલની સુનાવણી પછી જ આપવામાં આવ્યો હતો. તોપણ જો તમે અમારા આદેશનું પાલન નથી કરતા, આ છે શું? ધારાસભા નિર્ણયનો આધાર છીનવી શકે છે, પરંતુ એ નિર્ણયની વિરુદ્ધ હોય એવો કાયદો ઘડી શકાતો નથી.

અન્ય સમાચારો પણ છે...