તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tribal Youth Broke Down Due To Lack Of Treatment, After Death, Dead Body Was Not Even Destined, Took Him Home Like A Person Alive On A Bike In MP

સંક્રમિત સિસ્ટમ આગળ અંતિમ શ્વાસ લેતી માનવતા:આદિવાસી યુવકનો સારવારના અભાવે જીવ ગયો, મોત પછી શબવાહિની ન મળતાં બાઈક પર બાંધીને લઈ ગયા મૃતદેહ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં સંક્રમિત સિસ્ટમ અને અંતિમ શ્વાસ લેતી માનવતાની તસવીરો સામે આવી છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ યુવકનું મોત થયું હતું. તેને લઈ જવા માટે શબવાહિની પણ મળી નહતી. અંતે પરિવારજનો તેના મૃતદેહને બાઈક પર લઈ ગયા હતા. 20 કિલોમીટર સુધી પરિવારજનો બાઈક પર બે માણસની વચ્ચે બેસાડીને મૃતદેહને લઈ ગયા હતા અને ત્યારપછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પતૌર ગ્રામમાં રહેતાં 35 વર્ષના યુવક સહજન કોલને પેટમાં દુખાવાની ફરિયાદ પછી માનપુરમાં આવેલા સામુદાયિક સ્વાસ્થય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. તકલીફ વધતી જોઈને તેને જિલ્લા હોસ્પિટલ ઉમરિયામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સહજનનું મોત થયું હતું. યુવકના મોત પછી પરિવારજનોને મૃતદેહને ઘર સુધી લઈ જવા માટે શબવાહિની પણ મળી નહતી. અંતે પરિવારજનોએ બાઈક પર જીવતા વ્યક્તિની જેમ જ મૃતદેહને બેસાડીને લઈ જવો પડ્યો હતો.

સહજનના મૃતદેહને ગામ લઈ જવા સુધી શબ વાહન ના મળતા સ્વાસ્થય વિભાગના સીએમએચઓ આરકે મેહરાએ જણાવ્યું કે, માનપુર સામુદાયિક સ્વાસ્થય કેન્દ્રમાં શબવાહિની જ નથી. સહજન કૌલને પાંચ દિવસથી તાવ આવતો હતો.

જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટર પણ નથી, દવા પણ નથી અને વેક્સિનનો અભાવ પણ ઉમરિયા જિલ્લા માટે બહુ મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કોવિડના કારણે સામાન્ય દર્દીઓને હાથ લગાડવામાં ડોક્ટર્સ ડરી રહ્યા છે. પરિણામે તેઓ દર્દીઓને જિલ્લા હોસ્પિટલને ટ્રાન્સફર કરી રહ્યા છે. દર્દીઓને જિલ્લા હોસ્પિટલથી શહડોલ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલોમાં ના ડોક્ટર્સ છે ના દવાઓ.

અન્ય સમાચારો પણ છે...