• Gujarati News
  • National
  • Tried Poisoning Dog, Mechanic Drinks Poison With Family, Suicide Note Written On Wall

દેવાના બોજામાં દબાતા લીધું અંતિમ પગલું:મિકેનિકે પહેલાં કૂતરાને ઝેર આપ્યું, તે મરતાં જ પરિવાર સાથે ઝેર પી લીઘું, દિવાલ પર લખી સુસાઈડ નોટ

ભોપાલ11 દિવસ પહેલા
  • સંજીવે ઘણા લોકો પાસેથી લોન લીધી હોવાનું તપાસમાં પ્રકાશમાં આવ્યું છે

ભોપાલમાં દેવામાં ડૂબેલા એક મિકેનિકે પોતાની બે છોકરીઓ, પત્ની અને માતાની સાથે ઝેર પી લીધુ છે. ગંભીર સ્થિતિમાં લગભગ 12 કલાક પછી મિકેનિકની સગીર છોકરી અને 67 વર્ષની માતાએ જીવ ગુમાવ્યો છે. પરિવારે ઝેર પીતા પહેલા ઝેરની ટ્રાયલ પોતાના ઘરમાં પાળવામાં આવેલા કુતરા પર કરી. કુતરાને ગોળીઓ બનાવીને ઝેર આપવામાં આવ્યું.

કુતરાના મૃત્યુ પછી કોલ્ડ્રિંગ્સમાં ઝેર ભેળવીને પોતે અને સમગ્ર પરિવારને પીવડાવી દીધું. મૃત્યુ પામતા પહેલા તેમણે દિવાલ પર સુસાઈડ નોટ લખી. તેનો વીડિયો પણ બનાવ્યો. તેમાં તેમણે લખ્યું કે તે મજબૂરીમાં આ પગલુ ઉઠાવી રહ્યાં છે. તેમને ન્યાય જોઈએ છે. તેનો વીડિયો બનાવીને તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. આ વીડિયો પ્રકાશમાં આવ્યા પછી જ્યારે પોલીસ તેમના ઘરે પહોંચી તો તમામની સ્થિતિ ગંભીર હતી.

એએસપી રાજેશ સિંહ ભદૌરિયાએ જણાવ્યું કે ગુરુવારે રાતે એક વીડિયો પ્રકાશમાં આવ્યો. તેમાં એક પરિવાર દ્વારા સુસાઈડ કરવાની વાત કહેવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પિપલાની પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ન્યુ અશોક વિહાર કોલોની આનંદ નગરમાં 47 વર્ષના સંજીવ જોશીનું ઘર હતું. સંજીવ વ્યવસાયે મિકેનિક છે.

અંદર જવા પર સંજીવ તેમની 67 વર્ષની માતા નંદની જોશી, 47 વર્ષની પત્ની અર્ચના, 19 વર્ષની પુત્રી ગ્રિશમા જોશી અને 16 વર્ષની છોકરી પૂર્વી જોશી વેસુધ પડ્યા હતા. તમામને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, જ્યાં શુક્રવારે સવારે લગભગ સાડા 10 વાગ્યે પૂર્વીએ જીવ ગુમાવ્યો હતો. થોડીવાર પછી 67 વર્ષની નંદનીએ જીવ ગુમાવ્યો હતો.

દિવાલ પર લખી સુસાઈડ નોટ- અમે મજબૂર છે કાયર નહિ
મરતા પહેલા સંજીવ અને તેમના પરિવારે ઘરની તમામ દિવાલો પર સુસાઈડ નોટ લખી છે. તેમાં અમને ન્યાય જોઈએ છેથી માંડીને અમે પરત નહિ આવીએ સુધીની વાત લખવામાં આવી છે. અમે મજબૂર છે કાયર નહિ. અમારા મૃત્યુ માટે આ જવાબદાર છે. આ પ્રમાણે ઘરની તમામ દિવાલ પર લખવામાં આવ્યું છે. તેનો તેમણે વીડિયો પણ બનાવ્યો. તેમાં પરિવારની સાથે ઘરની અંદર બેઠેલા દેખાઈ રહ્યાં છે. વીડિયોમાં મૃત્યુ પામેલુ કુતરુ પણ દેખાઈ રહ્યું છે. લખેલા નામની પોલીસ તપાસ પણ કરી રહી છે. તેમાં એક નામ બબલીનું આવી રહ્યું છે.

મકાન માટે લોન લીધી હતી
એએસપી ભદૌરિયાએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં એ વાત પ્રકાશમાં આવી છે કે સંજીવે ઘણા લોકો પાસેથી લોન લીધી છે. આ માટે તેમણે તેમના જ ઘરમાં ભાડેથી રહેતી એક મહિલા પાસેથી લગભગ 2 રૂપિયા ઉધાર લીધા હતા. મહિલા તેમના પુત્રની સાથે બે દિવસ પહેલા સુધી ભાડેથી રહેતી હતી. તેણે પોતાની છોકરીના લગ્ન કરવાના હતા, આ કારણે તે રૂપિયા માંગી રહી હતી. આ સિવાય પણ સંજીવે ઘણા લોકો પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે તેમણે આ રૂપિયા લગભગ પાંચ વર્ષ પહેલા મકાન બનાવવા માટે ઉધાર લીધા હતા. તેમના મકાનના હપ્તા પણ લગભગ 30 હજારથી વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે.

દિવાલ પર નોટીસ
દિવાલ પર કેટલીક કાગળની નોટિસ પણ લગાડવામાં આવી છે. તેની સંખ્યા 13 છે. એએસપી રાજેશ સિંહ ભદૌરિયાએ જણાવ્યું કે આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત હશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આ અંગે પોલીસને અગાઉ જાણ કરી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...