તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Treatment Of Covid Became Cheaper In Maharashtra, The Government Fixed The Cost Of Treatment According To The Category Of A, B And C City

કોરોના દર્દીઓને રાહત:મહારાષ્ટ્રમાં કોવિડની સારવાર કરાવવી થઈ સસ્તી, સરકારે A, B અને C શહેરની કેટેગરી પ્રમાણે સારવારની કિંમત નક્કી કરી

20 દિવસ પહેલાલેખક: વિનોદ યાદવ
A કેટેગરી શહેરોમાં રૂ. 4,000, B કેટેગરી શહેરોમાં 3,000 અને C કેટેગરી શહેરોમાં રૂ. 2,400 નક્કી કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના દર્દીઓને રાહત આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કોવિડની સારવાર કરનારી પ્રાઈવેટ હોસ્પિટલ, જેઓ ઈચ્છા પડે તેવા ભાવ લે છે તેમના માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. એ પ્રમાણે મહારાષ્ટ્રના દરેક શહેરને A,B અને C કેટેગરી આપીને કોરોનાની સારવાર માટે રેટ નક્કી કરી દીધા છે. આ સંજોગોમાં કોઈપણ હોસ્પિટલ આ નક્કી કરેલા રેટ કરતાં વધારે ફી લઈ શકશે નહીં.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ રેટ પહેલાં પણ નક્કી કર્યા હતા. જોકે ત્યારે શહેરનું વર્ગીકરણ કરવામાં આવ્યું નહોતું. ગયા નોટિફિકેશન પ્રમાણે ખાનગી હોસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમનાં 80% બેડ પર કોરોના દર્દીઓ પાસેથી સરકારી દરે બિલ વસૂલ કરશે, જ્યારે બાકીના 20% બેડ પર તેમની રીતે બિલ નક્કી કરી શકે છે.

સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગયા નોટિફિકેશનની તારીખ બુધવારે સમાપ્ત થઈ ગઈ છે. એમાં ફેરફાર કરીને નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પહેલાં નક્કી કરવામાં આવેલી રકમ મોટાં શહેરો અને અંતરયાળ વિસ્તારોમાં સમાન હતી.

ગામડાંમાં કોરોનાની સારવાર કરાવવી સસ્તી થઈ
નવા ફેરફારથી મહારાષ્ટ્રના શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19ની સારવાર કરાવવી હવે સસ્તી થશે. આ વર્ગીકરણ એ રીતે જ કરવામાં આવ્યું છે, જેવી રીતે વીમા કંપનીઓ અને વિવિધ પ્રકારનું ભથ્થું આપવામાં આવતું હોય છે.

કોરોના દર્દીઓએ પ્રોવિઝનલ બિલ આપવું જ પડશે: શિંદે
રાજ્ય સ્વાસ્થ્ય ગેરંટી સોસાયટીના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કરતી વખતે પ્રોવિઝનલ બિલ આપવું ફરજિયાત છે. એ ઉપરાંત કોઈ હોસ્પિટલ સારવારનું વધારે બિલ વસૂલશે તો ફ્લાઈંગ સ્ક્વોર્ડ તપાસ કરીને સંબંધિત હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સારવારનો નવો રેટ હવે આ પ્રકારે થશે

આઈસોલેશન વોર્ડ (પ્રતિ દિન)

  • A કેટેગરી શહેરોમાં રૂ. 4,000, B કેટેગરી શહેરોમાં 3,000 અને C કેટેગરી શહેરોમાં રૂ. 2,400 નક્કી કરવામાં આ્યાં છે. એમાં જરૂરી દેખરેખ, નર્સિંગ, ટેસ્ટ, દવા, બેડ ખર્ચ અને જમવાનો ખર્ચ સામેલ છે. કોરોના ટેસ્ટનો ખર્ચ હોસ્પિટલે સરકાર દ્વારા નક્કી કર્યો છે તે પ્રમાણે લેવાનો છે. મોટા ટેસ્ટ અને તપાસ, મોંઘી દવાઓનો ખર્ચ આમા સામેલ નથી.
  • વેન્ટિલેટર સહિત ICU અને આઈસોલેશન વોર્ડ
  • A કેટેગરી શહેર માટે રૂ. 9000, B કેટેગરી શહેરમાં 6,700 રૂપિયા અને C કેટેગરી શહેરમાં 5,400 રૂપિયાનો રેટ નક્કી કરવામાં આવ્યો છે.

માત્ર ICU આઈસોલેશન વોર્ડ

  • A કેટેગરી શહેર માટે રૂ. 7,500, B કેટેગરી શહેરમાં 5,500 રૂપિયા અને C કેટેગરી શહેરમાં 4,500 રૂપિયાનો રેટ નક્કી કરવામાં આવ્યો છે.

A કેટેગરી શહેર
મુંબઈ સહિત મહાનગરના વિસ્તાર, તેમાં ભિવંડી, વસઈ-વિરાર શહેર સામેલ છે. પુણે સહિત પુણે મહાનગર વિસ્તાર, નાગપુર (નાગપુર મનપા, દિગહોડ, વાડી)

B કેટેગરી શહેર
નાસિક, ઔરંગાબાદ, અમરાવતી, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, વસઈ-વિરાર, માલેગાંવ, નાંદેડ, સાંગલી સહિત દરેક જિલ્લા મુખ્યાલય.

C કેટેગરી શહેર
રાજ્ય સરાકના નોટિફિકેશન પ્રમાણે A અને B કેટેગરી શહેર સિવાય વધેલાં દરેક શહેરોનો આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...