• Home
  • National
  • Traveled 1200 km on a Rs 500 bicycle, dropped out due to father's illness, will now resume

જ્યોતિની કહાની, ઈવાંકાએ પ્રશંસા કરી / 500 રૂપિયાની સાયકલથી 1200 કિમી સફર કરી, પિતાની માંદગીને લીધે અભ્યાસ અધુરો છોડ્યો હતો, હવે ફરી શરૂ કરશે

જ્યોતિએ કહ્યું- અગાઉ મને કોઈ ઓળખતુ ન હતું. હવે સૌ ઓળખે છે. તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું ભણીને કંઈક બનવા માંગુ છું.
જ્યોતિએ કહ્યું- અગાઉ મને કોઈ ઓળખતુ ન હતું. હવે સૌ ઓળખે છે. તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું ભણીને કંઈક બનવા માંગુ છું.
X
જ્યોતિએ કહ્યું- અગાઉ મને કોઈ ઓળખતુ ન હતું. હવે સૌ ઓળખે છે. તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું ભણીને કંઈક બનવા માંગુ છું.જ્યોતિએ કહ્યું- અગાઉ મને કોઈ ઓળખતુ ન હતું. હવે સૌ ઓળખે છે. તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું ભણીને કંઈક બનવા માંગુ છું.

  • જ્યોતિ પિતાના સાથે દુર્ઘટના બાદ દરભંગાથી દિલ્હી પહોંચી હતી
  • જ્યોતિ હાલમાં હોમ ક્વોરન્ટીનમાં છે, તે એક મહિના બાદ સાઈક્લિંગ ફેડરેશનનો ટ્રાયલ આપવા જશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 07:05 PM IST

દરભંગા (અલિંદ્ર ઠાકુર). લોકડાઉનમાં રાખો પ્રવાસીઓ જીવનભર ભૂલી ન શકે તેવા અનુભવનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન અનેક એવી કહાની કે આપવીતી છે. કોઈ સેંકડો કિલોમીટર ભુખ્યા-તરસ્યા ચાલીને ઘરે પરત ફર્યા છે તો કોઈએ માર્ગમાં જ જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિ વચ્ચે મનોબળવાળા લોકોની કહાની પણ સામે આવી છે. આવી જ એક મિસાલ જ્યોતિ કુમારીની છે. તે બિહારના દરભંગા જિલ્લાના સિંહવાડા પ્રખડના સિરહૂલ્લી ગામની રહેવાસી છે. 13 વર્ષની ઉંમરે બીમાર પિતાને સાયકલ પર બેસાડી 10 મેના રોજ તે દિલ્હીથી નિકળી ગઈ હતી. 16 મેના રોજ તે દરભંગા પહોંચી. તેને સાત દિવસમાં 1200 કિલોમીટરનું અંતર કાપ્યુ હતું.જ્યોતિની આ સાહસિક સફર અમેરિકામાં પણ પહોંચી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઈવાંકાએ ટ્વિટ કરી પ્રશંસા કરી

જ્યોતિએ કહ્યું- આભાર ઇવાંકા દીદી

જ્યોતિએ પ્રશંસા અને પ્રોત્સાહન બદલ ઇવાંકાનો આભાર માન્યો. જ્યોતિએ કહ્યું કે, હું પહેલા ઇવાંકા દીદીને જાણતી નહોતી. હવે મને ખબર છે તેઓએ મને પ્રોત્સાહન આપ્યું. તેના માટે ખૂબ આભાર. તે ખૂબ મોટી વ્યક્તિ છે. તેણે મારા જેવી નાની છોકરીની પ્રશંસા કરી. તે મારા માટે ઘણું મહત્ત્વનું છે. હું બહુ ખુશ છું. "

જ્યોતિને સમ્માનિત કરતા એસએસબીના અધિકારી. 

પિતા સાથે અકસ્માત બાદ અભ્યાસ છૂટી ગયો

જ્યોતિના પરિવારમાં 6 લોકો છે. બે ભાઈઓ, બે બહેનો અને માતા -પિતા. પિતા મોહન પાસવાન દિલ્હીમાં રહેતા હતા અને એકલા રીક્ષા ચલાવતા હતા. મા ગામના આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે રસોઇ બનાવે છે. તેમને દર મહિને બે હજાર રૂપિયા મળે છે. જ્યોતિ સમજાવે છે, “કોઈક રીતે માતાપિતા ઘર ચલાવતા હતા. હું ગામની શાળાએ જતી હતી. એક ટ્રક મારા પિતાની રિક્ષા સાથે ટકરાઈ હતી. તેમનું ઘૂંટણ તૂટી ગયું. હું ભણવાનું છોડીને દિલ્હી આવી ગઈ. જેથી હું મારા પિતાની સંભાળ રાખી શકું. તેમની સારવારમાં બચાવવામાં આવેલા બધા પૈસા ખર્ચ થઈ ગયા. માતાએ ઘણા લોકો પાસેથી લોન પણ લીધી હતી.

મા અને ભાઈ-બહેન સાથે જ્યોતિ કુમારી. 

500 રૂપિયામાં સાયકલ ખરીદી

જ્યોતિએ કહ્યું. “મેં સાયકલ ચલાવતા શીખી હતી. મારી પાસે દિલ્હીમાં સાયકલ નહોતી. લોકડાઉનને કારણે ખાવાના પણ પૈસા નહોતા ત્યારે જન ધન ખાતામાંથી 500 રૂપિયા ઉપડ્યા હતા. આ પૈસાથી જૂની સાયકલ ખરીદી. તેના પર પપ્પાને બેસાડીને લાવી. મેં પુત્રી હોવાની ફરજ બજાવી હતી. જ્યારે પણ આવી તક મળશે. હું મારા માતાપિતાની સેવા કરીશ."

આ સાયકલ પર પિતાને બેસાડીને દિલ્હીથી દરભંગા આવી હતી જ્યોતિ. તેણે 1200 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. પિતા પાછળ બેઠા હતા કારણકે તેમના ઘૂંટણમાં ફ્રેક્ચર થયું હતું

હવે એક સપનું

જ્યોતિ કહે છે, "હું ભણીને કંઈક બનવા માંગું છું, જેથી હું સમાજ માટે કંઈક સારું કરી શકું." હાલમાં લોકડાઉન છે. જો તે સમાપ્ત થાય છે, તો હું શાળામાં નામ લખાવીશ. હું દિલ્હી નહીં જાઉં. અહીં આગળ અભ્યાસ કરવો પડશે. સાયકલિંગ ફેડરેશન દ્વારા ટ્રાયલ માટે બોલાવવામાં આવી છે. આ માટે હું એક મહિના પછી દિલ્હી જઈશ. અત્યારે હોમ કવોરન્ટીન છું."


Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી