કારના બોનેટમાં ફસાયો એક દીપડો... આંખો પર વિશ્વાસ ન થાય તેવી આ ઘટના મહારાષ્ટ્રના પુણે નાસિક હાઈવે NH50ની છે. અહિં ચંદનપુરી ઘાટ પર એક કાર સાથે ટક્કરમાં આ દીપડો બોનેટમાં ફસાઈ ગયો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો ગંભીર રીતે ઘાયલ થયો છે અને બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે કાર ચાલકે રિવર્સમાં કાર લીધી કે તરત દીપડો તેમાંથી છુટીને ભાગી જાય છે. વીડિયો વાઈરલ થતા અનેક લોકોએ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને આવી ઘટનાઓ પર નિયંત્રણ લાવવા કડક નિયમ બનાવવા અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.