• Gujarati News
  • National
  • Train Derails In Jalpaiguri, Bengal, Derails Bikaner Express; Several Bins Collapsed, Many Feared Dead

ટ્રેન દુર્ઘટનામાં 5નાં મોત, 40 ઘાયલ:બંગાળના જલપાઈગુડીમાં બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડી; અનેક યાત્રિકો ફસાયા, અંધારું હોવાને કારણે બચાવકાર્યમાં મુશ્કેલી

13 દિવસ પહેલા
  • બીકાનેર એક્સપ્રેસ મંગળવારે રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી
  • દુર્ઘટનાને લઈને PM મોદીએ બંગાળના CM મમતા સાથે વાત કરી

બંગાળના જલપાઈગુડીમાં ગુરુવારે સાંજે 5 વાગ્યે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ જલપાઈગુડીના ડોમોહાનીની નજીક આવેલા મોએનોગુડીમાં પાટા પરથી ઉતરી ગઈ છે. દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. જલપાઈગુડીના DMએ આ અંગેની પુષ્ટિ કરી છે. અનેક યાત્રિકો ડબ્બામાં ફસાયા હોવાની આશંકા છે, જેને રેસ્ક્યૂ કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 40 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. અંધારાને કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.

આ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ તાત્કાલિક બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી. બીકાનેર એક્સપ્રેસ મંગળવારે રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે સવારે 5.44 વાગ્યે ટ્રેન પટના રેલવે સ્ટેશનથી ગુવાહાટી માટે રવાના થઈ હતી.

અપડેટ્સ... .

  • બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ રેસ્ક્યૂ ઓપરેશન પર ધ્યાન આપી રહ્યાં છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેસ્ક્યૂ ઓપરેશનની સમીક્ષા કરવા અને ઈજાગ્રસ્તોની સ્થિતિ જાણવા જલપાઈગુડી જશે.
  • રેલવેએ ઈમરજન્સી નંબર 8134054999 જાહેર કર્યો છે.
  • બે હેલ્પલાઈન નંબર 036-2731622 અને 036-2731623 જાહેર કર્યા છે.
  • ટ્રેનમાં 1200 યાત્રી હતા. પટનાથી 98, મોકામાથી 3 અને બખ્તિયારપુરથી 2 યાત્રી સવાર થયા હતા.
  • NDRFની બે ટીમ અને એક રેસ્ક્યૂ ટીમ જલપાઈગુડી રવાના કરવામાં આવી છે.
  • 20થી વધુ લોકો ઘાયલ છે. જેમાંથી 15ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • ગેસ કટરની મદદથી ડબ્બામાં ફસાયેલા લોકોને કાઢવામાં આવી રહ્યાં છે.
  • રેલવેએ મૃતકના પરિવારને 5 લાખ, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એક લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
  • રાજસ્થાનથી 247 લોકો ગુવાહાટી જવા માટે રવાના થયા હતા.

દુર્ઘટનાની તસવીર અને વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેસ્ક્યૂ ટીમ પણ ફસાયેલા લોકોને બચાવતા જોવા મળે છે. ટ્રેન દુર્ઘટનાના ફોટોઝ જુઓ....

રેલવેએ હેલ્પલાઈન નંબર 8134054999 જાહેર કર્યો છે
રેલવેએ હેલ્પલાઈન નંબર 8134054999 જાહેર કર્યો છે
ટ્રેન દુર્ઘટના બાદ 50થી વધુ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી
ટ્રેન દુર્ઘટના બાદ 50થી વધુ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી
બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસમાં 1200 યાત્રિકો સવાર હતા
બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસમાં 1200 યાત્રિકો સવાર હતા
દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે
દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે
એક યાત્રિકે જણાવ્યું કે અચાનક જ એક જોરદાર ઝાટકો લાગ્યો અને ડબ્બા ઉંધા પડી ગયા
એક યાત્રિકે જણાવ્યું કે અચાનક જ એક જોરદાર ઝાટકો લાગ્યો અને ડબ્બા ઉંધા પડી ગયા
ટ્રેન દુર્ઘટનાની તપાસની જવાબદારી સેફ્ટી કમિશનરને સોંપવામાં આવી છે
ટ્રેન દુર્ઘટનાની તપાસની જવાબદારી સેફ્ટી કમિશનરને સોંપવામાં આવી છે
ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય માટેની અનેક ટીમ હાજર છે
ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય માટેની અનેક ટીમ હાજર છે
દુર્ઘટના બાદ ટ્રેનના અનેક ડબ્બા એક ઉપર એક ચડી ગયા હતા
દુર્ઘટના બાદ ટ્રેનના અનેક ડબ્બા એક ઉપર એક ચડી ગયા હતા
અનેક યાત્રિકો હજુ પણ ટ્રેનના ડબ્બા વચ્ચે ફસાયેલા હોવાની શક્યતા છે
અનેક યાત્રિકો હજુ પણ ટ્રેનના ડબ્બા વચ્ચે ફસાયેલા હોવાની શક્યતા છે
અન્ય સમાચારો પણ છે...