તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્રમાં દુર્ઘટના:અમરાવતીમાં બોટ પલટી જતાં એક જ પરિવારના 11 લોકો નદીમાં ડૂબ્યા; 3 લોકોનાં મોત, 8 ગુમ

અમરાવતી11 દિવસ પહેલા
અમરાવતીમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ.
  • અમરાવતીની વર્ધા નદીમાં 11 લોકો ડૂબ્યા, રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ

મહારાષ્ટ્રના અમરાવતીમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકો વર્ધા નદીમાં ડૂબ્યાના સમાચાર છે. ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજી પણ 8 લોકો ગુમ છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના અમરાવતીમાં વર્ધા નદીમાં ઘટી હતી. જોકે તંત્ર દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

અમરાવતીમાં વર્ધા નદીમાં બોટ પલટી જતાં 11 લોકો ડૂબ્યા.
અમરાવતીમાં વર્ધા નદીમાં બોટ પલટી જતાં 11 લોકો ડૂબ્યા.

બોટમાં સવાર લોકો એક પર્યટન સ્થળને જોવા માટે અહીં આવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થયા બાદ પોલીસકાફલો અને સ્થાનિક ધારાસભ્ય દેવેન્દ્ર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આસામમાં પણ બોટ અકસ્માત થયો હતો. ત્યાં જોરહાટમાં બે બોટ ટકરાઈ હતી, જેને કારણે એક બોટ પલટી ગઈ હતી અને એના પર હાજર 80થી વધુ લોકો ડૂબી ગયા હતા. મોટા ભાગના લોકો બચી ગયા અથવા તેઓ પોતે કોઈક રીતે તરીને કિનારે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. કેટલાક ગુમ થયા હતા. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં લોકો ચીસો પાડતા અને પોતાને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...