• Gujarati News
  • National
  • Trader Suffers Heart Attack While Talking, Collapses In Market, Shocking CCTV Footage From Uttar Pradesh

LIVE મોત:વાતો કરતાં કરતાં વેપારીને હાર્ટએટેક આવ્યો, માર્કેટમાં જ ઢળી પડ્યા, ઉત્તર પ્રદેશના શૉકિંગ CCTV ફૂટેજ

6 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશના સહારનપુરના શૉકિંગ CCTV ફૂટેજ વાઇરલ થયા છે. અહીં ધમધમતાં માર્કેટમાં યુવા વેપારીને હાર્ટ એટેક આવે છે, અને રોડ પર જ ઢળી પડે છે. આ યુવા વેપારીનું નામ અમિત છે, હાર્ટ એટેક આવ્યો એ સમયે તે બાજુના દુકાનદાર સાથે વાતો કરતાં હતા. આ દરમિયાન અચાનક જ તેને છાતીમાં દુખાવો થાય છે અને પાંચ-સાત ડગલાં ચાલતાં જ ઢળી પડે છે. યુવકને પડતો જોઈ આસપાસના લોકો તરત જ દોડે છે અને તેને ઉઠાવી લે છે, જો કે સિવિયર એટેકને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થાય છે.