• Gujarati News
  • National
  • Tractor Trolley Full Of Devotees Falls Into Lake In Kanpur, 24 Devotees Die, PM Contacts State Govt.

UPના કાનપુરમાં ભયાનક દુર્ઘટના:ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ખાબકતાં 14 બાળકો સહિત 27 શ્રદ્ધાળુનાં મોત; ઉન્નાવમાં ચંદ્રિકા દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા

2 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના કાનપુરના ઘાટમપુરમાં શનિવારે રાત્રે શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 25થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 10થી વધુ ઘાયલ છે. ગ્રામજનોની મદદથી પોલીસ બચાવ કાર્યમાં લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ ભક્તો ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. અને મુંડન કરવાની માનતા કરીને પરત ફરતા હતા. ટ્રોલીમાં લગભગ 40 લોકો હતા. પરત ફરતી વખતે સાધ અને ગંભીરપુર ગામ વચ્ચે રોડની બાજુના તળાવમાં ટ્રોલી પલટી ગઈ હતી. મોડી રાત સુધી તળાવમાંથી મૃતદેહો કાઢવાની કામગીરી ચાલી રહી છે અને 19 મૃતદેહો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

એસપી આઉટર તેજ સ્વરૂપ સિંહે જણાવ્યું કે તમામ લોકો ઘાટમપુરના કોરથા ગામના રહેવાસી છે. ઘાયલોને ભીતરગાંવ સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને કાનપુરની હાલાત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ઘટના સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી
ઘટના સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી
ગ્રામજનોએ તળાવમાં જઈને બચાવકાર્ય હાથ ધર્યું હતું
ગ્રામજનોએ તળાવમાં જઈને બચાવકાર્ય હાથ ધર્યું હતું

મૃતકોના પરિજનોને 2-2 લાખ વળતરની જાહેરાત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ઉન્નાવ જિલ્લાના ચંદ્રિકા દેવી મંદિરમાં મુંડન કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. દર્શન કર્યા બાદ તેઓ પોતાના ગામ કોરથા પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે ઘાટમપુરના સાધ અને ગંભીરપુર ગામ વચ્ચે રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં તેમનું ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ થઈને પલટી ગઈ હતી.

ઈજાગ્રસ્તોને નજીકમાં ભીતરગાંવ હોસ્પિટલે ખસેડાયા હતા
ઈજાગ્રસ્તોને નજીકમાં ભીતરગાંવ હોસ્પિટલે ખસેડાયા હતા
30થી વધુ ઘાયલો સારવાર લઈ રહ્યા છે
30થી વધુ ઘાયલો સારવાર લઈ રહ્યા છે

બધા મુંડન સંસ્કારમાંથી પાછા ફરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ, કોરથામાં રહેતો રાજુ તેના બાળકનું મુંડન કરાવવા સંબંધીઓ સાથે ચંદ્રિકા દેવી મંદિરે ગયો હતો. પિતા ટ્રેક્ટર ચલાવતા હતા. ઘટના બાદ પરિવારની હાલત કફોડી છે. કહેવામાં આવી રહ્યું છે કે કૂદકો મારનારા માત્ર ત્રણ-ચાર લોકો જ બચ્યા છે. આ અકસ્માતમાં માતા-પિતા અને મુંડન કરાવનાર બાળકનું પણ મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...