તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Tousif And Rihan Sentenced To Life Imprisonment, 151 Days After The Incident On The 26th And The Same Verdict Of The 26th

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાણા નિકિતા તોમર હત્યાકાંડ:તૌસીફ અને રિહાનને આજીવન કેદની સજા સંભળાવી, 26 તારીખે જ હત્યાની ઘટનાને અંજામ, 151 દિવસ બાદ 26મી એ જ કોર્ટે આપ્યો ચુકાદો

ફરીદાબાદએક મહિનો પહેલા
  • ફરીદાબાદના નિકિતા તોમર હત્યાકાંડમાં કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી

હરિયાણાના ફરીદાબાદના ચર્ચિત નિકિતા તોમર હત્યાકાંડમાં કોર્ટે શુક્રવારે બંને આરોપીઓને ચાર વાગ્યે આજીવન કેદની સજા સંભળાવી હતી. તૌસિફ અને રેહાનને બુધવારે ફાસ્ટ ટ્રેક કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. 151 દિવસ બાદ બંનેને 26મી તારીખે જ સજા સંભાળવવામાં આવી. આ ઘટનાને અંજામ પણ 26 મીએ જ આપવામાં આવ્યો હતો.

આ પહેલા પીડિત પક્ષના વકીલોએ કોર્ટને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી, જેથી સમાજમાં એક કડક સંદેશ મોકલવામાં આવે કે કોઈ પણ ગુનેગાર આવી રીતે કોઈની હત્યા ન કરી શકે. બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે આ કેસ રેયરેસ્ટ ઓડ ધ રેયરની શ્રેણીમાં આવતો નથી કારણ કે બંને એક બીજાને જાણતા હતા. આવા કિસ્સામાં નિકિતાની હત્યા ઇરાદાપૂર્વકની નહીં, પણ હેતુપૂર્ણ છે, કારણ કે હત્યાના આરોપીની ઉંમર પણ ઘણી ઓછી છે, તેથી તેમને ઓછામાં ઓછી સજા થવી જોઈએ.

બુધવારે સવારે 10.30 વાગે હત્યાના આરોપી તૌસીફ અને રિહાનને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં અવાયા હતા. સવારે 11:15 વાગે બંને પક્ષના વકીલ સજા પર દલીલ માટે કોર્ટ રૂમ પહોંચ્યા હતા અને લગભગ 20 મિનિટ 11:35 સુધી દલીલો ચાલી હતી. નિકિતાના પિતાનું કહેવું છે કે કોર્ટ જ્યારે બંને આરોપીઓને ફાંસીની સજા સંભળાવશે ત્યારે જ તેમને શાંતિ મળશે.

હત્યાના આરોપી તૌસીફ અને રિહાનને પોલીસ ભારે સુરક્ષા વચ્ચે લઈને કોર્ટમાં પહોંચી હતી.
હત્યાના આરોપી તૌસીફ અને રિહાનને પોલીસ ભારે સુરક્ષા વચ્ચે લઈને કોર્ટમાં પહોંચી હતી.

26મી એ જ હત્યા અને 26મીએ જ સજા
આ પણ સંયોગ જ કહેવામા આવે કે હત્યાકાંડના બરાબર પાંચ મહીના બાદ બંને હત્યારાઓને સાજા સંભળાવવામાં આવી છે. 26 ઓકટોબર 2020ના રોજ નિકિતાની હત્યા કરવામાં આવી હતી અને તમામ તપાસ અને સુનાવણી બાદ બરાબર પાંચ મહીના એટલે કે 26મી માર્ચે જ કોર્ટે સજા સંભળાવી છે.

CCTV કેમેરામાં કેદ થઈ નિકિતાની હત્યાની તસવીર. કોર્ટે આ તસવીરને જોતાની સાથે જ 55 લોકોની જુબાની અને અન્ય પુરાવાના આધારે આ ચુકાદો સંભળાવ્યો છે.
CCTV કેમેરામાં કેદ થઈ નિકિતાની હત્યાની તસવીર. કોર્ટે આ તસવીરને જોતાની સાથે જ 55 લોકોની જુબાની અને અન્ય પુરાવાના આધારે આ ચુકાદો સંભળાવ્યો છે.

ત્યારે જ મળશે શાંતિ જ્યારે ફાંસી થશે
નિકિતાના પિતા મૂળચંદ તોમરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હત્યારાઓને ફાંસીની સજા મળશે ત્યારે જ તેના પરિવારને શાંતિ મળશે. તેઓ કહે છે કે નિકિતાને ન્યાય અપાવવાનો સમય 5 મહિનાનો સમય પસાર થઈ ગયો. લોકોની ટિપ્પણી સહન કરી, દબાણમાં રહ્યા. હજી પણ જીવન ભયભીત રીતે જ ચાલી રહ્યું છે.

ત્રણ મહીના 22 દિવસ સુધી ચાલી સુનાવણી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર આ કેસની સુનાવણી ત્રણ મહીના અને 22 દિવસ સતત ચાલી. એક ડિસેમ્બર 2020ના રોજ પહેલી જુબાની નોંધાઈ હતી. આ ઘટનાને નજરે જોનારા સાક્ષી નિકિતાના પિતરાઇ ભાઈ તરુણ તોમર અને મિત્ર નિકિતા શર્મા સામેલ હતા. પીડિત પક્ષ તરફથી 55 લોકોએ જુબાની આપવામાં આવી હતી. તેમાં પરિવારના સભ્યો, કોલેજના પ્રિન્સિપાલ સહિત સનેક પોલીસકર્મીઓ સામેલ થયા. બચાવ પક્ષનાં બે દિવસમાં પોતાના બે સાક્ષી રજૂ કર્યા હતા. અને તેમની જુબાની નોંધાઈ હતી. 23 માર્ચે 2021ના રોજ બંને પક્ષો તરફથી જુબાની પૂર્ણ થઈ ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો