• Gujarati News
  • National
  • All 11 People Were Rescued In The Rescue Operation, The Cable Car Remained Trapped For More Than 5 Hours

હિમાચલના ટિંબર ટ્રેલ રોપવેમાં ખામી:રેસ્ક્યુ ઓપરેશનમાં તમામ 11 લોકોને બચાવી લેવાયા, 5 કલાકથી વધુ ફસાયેલી રહી કેબલ કાર

શિમલા4 મહિનો પહેલા

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના પરવાણૂ સ્થિત ટિંબર ટ્રેલ રોપવેમાં સોમવારે 11 લોકો ફંસાયા હતા. તમામ લોકોને દોરડાના સહારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. આ ટ્રોલી પાંચ કલાકથી વધુ સમય સુધી હવામાં અટકેલી રહી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન શિમલા-ચંદીગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક રોકવામાં આવતા બંને તરફ વાહનોની મોટી લાઈનો લાગી હતી. સોલન જિલ્લા પ્રશાસન અને ટિંબર ટ્રેલના ટેક્નિકલ સ્ટાફની મદદથી ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

રોપ-વેની ટ્રોલીમાંથી પર્યટકોને કાઢતી રેસ્ક્યુ ટીમ.
રોપ-વેની ટ્રોલીમાંથી પર્યટકોને કાઢતી રેસ્ક્યુ ટીમ.

મુખ્યમંત્રી જયરામ ઠાકુર ઘટના સ્થળે પહોંચી રહ્યાં છે
પ્રશાસને ટ્રોલીમાં ફંસાયેલા લોકોનું મનોબળ વધાર્યું હતું. રેસ્ક્યુ કર્યા પછી લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે લોકોને ઝડપથી સુરક્ષિત રીતે કાઢવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ પોતે ઘટના સ્થળે જવાની વાત કહી છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન રોપવેની પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જ્યાં ટ્રોલી ફસાઈ હતી, ત્યાંથી જમીન 120 મીટરથી વધુ દુર હતી. ટ્રોલીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકો હાલ ખૂબ જ ગંભરાયેલા હતા. તમામ લોકો સવારના 11 વાગ્યાથી કેબલ કારમાં ફસાયેલા હતા અને પાંચ કલાકથી વધુ સમય સુધી ફસાયેલા રહ્યાં હતા.

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ચંદીગઢ-શિમલા હાઈવે ટ્રાફિક જામ થયો હતો.
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ચંદીગઢ-શિમલા હાઈવે ટ્રાફિક જામ થયો હતો.

રાજ્યના પ્રવેશદ્વાર પરવાણૂની પાસે ટિંબર ટ્રેલથી લગભગ 800 મીટર દૂર પહાડી પર હોટલ છે. હોટલ પર લોકો રોપવે દ્વારા પહોંચે છે. સોમવારે લગભગ 11 વાગ્યે ટ્રોલીમાં ટેકનિકલ ખરાબી આવી ગઈ હતી. તે પછી ટ્રોલી હવામાં લટકી ગઈ હતી. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર કેટલાક લોકોને દોરડાથી ઉતારીને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો દોરડા દ્વારા ઉતરવામાં ગભરાઈ રહ્યાં હતા. આ કારણે તેમને રેસ્ક્યુ કરવા તે એક પડકાર હતો.

જિલ્લા પ્રશાસને સુરક્ષિત રેસ્ક્યુ કરવા માટે સેના પાસે મદદ માંગી હતી. જ્યારે ટેક્નિકલ ખરાબીના કારણે હવામાં અટકેલી ટ્રોલીને રીપેર કરવા માટે ટેક્નિકલ ટીમ પણ પહોંચી હતી.

હવામાં અટકેલી ટ્રોલીમાંથી દોરડાના માધ્યમથી રેસ્ક્યુ કરતી ટીમ.
હવામાં અટકેલી ટ્રોલીમાંથી દોરડાના માધ્યમથી રેસ્ક્યુ કરતી ટીમ.

ફસાયેલા લોકો દિલ્હીના છે
ટ્રોલીમાં ફસાયેલા લોકો દિલ્હીના છે. આ પૈકીના કેટલાક વૃદ્ધ છે. આ લોકોને દોરડાથી નીચે ઉતરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. ટ્રોલીમાં ફસાયેલા લોકો પોતે વીડિયો બનાવીને મદદની અપીલ કરતા રહ્યાં હતા. DC સોલન કૃતિકા કુલ્હરીના જણાવ્યા મુજબ NDRFની ટીમને રેસ્ક્યુ માટે બોલાવવામાં આવી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચતાની સાથે જ રેસ્ક્યુમાં લાગી ગઈ હતી.

હવામાં અટકેલી રોપવેની ટ્રોલીમાં ફસાયેલી મહિલાઓ.
હવામાં અટકેલી રોપવેની ટ્રોલીમાં ફસાયેલી મહિલાઓ.
અન્ય સમાચારો પણ છે...