મધ્યપ્રદેશના છિંદવાડાના પેંચ નેશનલ પાર્કમાં હરણની છલાંગનો એક અદભુત વીડિયો ટૂરિસ્ટના કેમેરામાં કેપ્ચર થયો છે. આ વીડિયોને જોઈને તમને પણ અચરજ થશે. આ વીડિયોમાં હરણ 30 ફૂટ લાંબો કૂદકો મારતો દેખાઈ રહ્યું છે. આ વાત ઝડપથી ગળે ઊતરે એવી પણ નથી. જોકે આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
પેંચ નેશનલ પાર્કમાં ફરવા નીકળેલા ટૂરિસ્ટોની સામે હરણનું એક ટોળું આવી ગયું હતું. આ દરમિયાન બાકીનાં હરણ તો આમતેમ ભાગી ગયાં હતાં. જોકે એક હરણ ટૂરિસ્ટોને જોઈને ખૂબ જ ડરી ગયું હતું. આ હરણ ઝડપથી ભાગ્યું અને તેણે એક જ વખતમાં 30 ફૂટ લાંબો કૂદકો માર્યો હતો અને રસ્તાની એક તરફથી બીજી તરફ પહોંચી ગયું. ટૂરિસ્ટોનું કહેવું છે કે હરણે લગભગ 30 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી છલાંગ લગાવી હતી. વીડિયોમાં હરણની આ છલાંગ જોવા મળી રહી છે.
પેંચમાં મોટી સંખ્યામાં પહોંચ્યા ટૂરિસ્ટ
પેંચ નેશનલ પાર્કમાં હાલ મોટી સંખ્યામાં ટૂરિસ્ટો મુલાકાતે આવી રહ્યા છે. પર્યટકો ગ્રુપમાં જંગલી જાનવરોને જોવા પહોંચી રહ્યા છે. જાનવરો જેવું તેમની સામે જોવાનું શરૂ કરે કે તરત ટૂરિસ્ટો તેનો વીડિયો અને ફોટો લેવા લાગે છે. એવામાં જંગલી જાનવરોની ઊછળ-કૂદ પણ જોવા મળી રહી છે. નવા વર્ષના દિવસે જ અહીં આવતા ટૂરિસ્ટોની સંખ્યા 1500ની નજીક પહોંચી હતી. જોકે હજી પણ ટૂરિસ્ટો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
હરણ વિશે આ બાબતો પણ જાણો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.