તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક સમય હતો કે જ્યારે દરેક દેશ સહેલાણીઓને પોતાને ત્યાં આકર્ષતો હતો અને તેનાથી થતી કમાણી દ્વારા પોતાનું નસીબ ચમકાવતો હતો પણ કોરોનાએ એકાએક પર્યટકોને અનિચ્છનીય મહેમાન બનાવી દીધા છે.
1.2 લાખ કરોડ ડોલરની રેવન્યૂ ખોટ થઇ શકે
સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠનના તાજેતરના રિપોર્ટ મુજબ દુનિયાભરના પર્યટન ઉદ્યોગને અસર થઇ છે, જેના કારણે આ વર્ષે પર્યટકોની સંખ્યા 60થી 80% ઘટવાની આશંકા છે. યુએનના એક અંદાજ મુજબ પર્યટકોની સંખ્યામાં 85 કરોડથી 1.1 અબજનો ઘટાડો થઇ શકે છે, જેના કારણે 910 અબજથી માંડીને 1.2 લાખ કરોડ ડોલરની રેવન્યૂ ખોટ થઇ શકે છે. ભયાવહ બાબત એ છે કે આ સેક્ટરમાં 12 કરોડ લોકોની નોકરી જઇ શકે છે.
50 દેશ એવા છે કે જેમના જીડીપીનો 10થી 20% હિસ્સો ટૂરિઝમ દ્વારા આવે છે
વર્લ્ડ ડેટા એટલસ મુજબ વિશ્વના 5 દેશનો 50થી 72% જીડીપી ટ્રાવેલ અને ટૂરિઝમ દ્વારા જ આવે છે, જેમાં મકાઉ (72%), સેશેલ્સ (67%), માલદીવ (66%), સેન્ટ કીટ્સ (62%) અને ગ્રેનેડા (56%) સામેલ છે. આ દેશોનું અર્થતંત્ર તબાહીના આરે છે. 50 દેશ એવા છે કે જેમના જીડીપીનો 10થી 20% હિસ્સો ટૂરિઝમ દ્વારા આવે છે અને આ દેશો કોરોના હોટસ્પોટ છે. ચીન, ઇટાલી, સ્પેન અને બ્રિટન જેવા દેશો આ શ્રેણીમાં આવે છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.