તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tourism Minister Announces, All Monuments Will Open From June 16; There Are Now Only 9.72 Lakh Active Cases In The Country

કોરોના ઈન્ડિયા:પર્યટન મંત્રીએ કરી જાહેરાત, 16 જૂનથી ખુલશે તમામ સ્મારક અને સંગ્રહાલય; દેશમાં હવે ફક્ત 9.72 લાખ એક્ટિવ કેસ

નવી દિલ્હી3 મહિનો પહેલા
દેશમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે તમામ સ્મારકો અને સંગ્રહાલયો 16 જૂનથી ખોલવામાં આવશે.
  • ASI હેઠળના તમામ સ્મારકો 16 જૂનથી ખુલશે

કોરોનાના ઘટતા કેસો વચ્ચે દેશ હવે અનલોક તરફ આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળના તમામ સ્મારકો અને સંગ્રહાલયો 16 જૂનથી ખોલવામાં આવશે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા તરફથી આ માહિતી આપવામાં આવી છે.

16 જૂનથી ખુલશે તમામ સ્મારકો
દેશમાં કોરોના વાયરસની ગતિ અટકી હોય તેવું લાગે છે. આ પછી તે નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારતના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ એએસઆઈના તમામ સ્મારકો 16 જૂનથી ખુલશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રીએ સોમવારે આ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના બીજા લહેરના કારણે એએસઆઈએ તાજમહેલ સહિત દેશભરના તમામ સ્મારકો 16 એપ્રિલે બંધ કરી દીધા હતા. શરૂઆતમાં 15 દિવસના પ્રતિબંધ પછી તેને 15 જૂન સુધી વધારવામાં આવ્યા હતા.

અનલોક: બે મહિના પછી 16 જૂને ખુલશે તાજમહેલ
કોરોના વાયરસનો કહેર ધીમો થયા પછી પ્રેમનું પ્રતીક તાજમહેલ પણ અનલોક થવા માટે તૈયાર છે. કોરોના સંક્રમણને કારણે તાજમહેલ કે જે 16 એપ્રિલથી બંધ હતો, તે બે મહિના પછી 16 જૂને ખુલશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તાજમહેલ સહિતના સંરક્ષિત સ્મારકને ખોલવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વખતમાં તાજમહેલમાં 100 લોકો પ્રવેશ મેળશે. તાજમહલની બહાર કોઈ ભીડ એકત્રિત થવા દેવામાં આવશે નહીં. કોવિડ પ્રોટોકોલના નિયમોનું પાલન કરતાં લોકો તાજમહેલને જોઈ શકશે.

ગઇકાલે દેશમાં 68,362 નવા કેસ નોંધાયા હતા
દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ધીરે-ધીરે ઘટી રહ્યો છે. રાહતની વાત એ છે કે દેશમાં નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે કોરોનાથી દરરોજ મૃત્યુઆંક હજી પણ ચિંતાનું કારણ બની રહ્યો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહીત ઘણા રાજ્યોએ પોતપોતાના રાજ્યોમાં લાદવામાં આવેલી પ્રતિબંધોમાં ઢીલ આપવાનું શરૂ કર્યું છે. જ્યારે ગોવા સહિત અનેક રાજ્યોએ અહીં પોતાને ત્યાં કડકતા વધારી દીધી છે. કર્ણાટકની 18 ગ્રામ પંચાયતોમાં આજથી 21 જૂન સુધી પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 68,362 નવા દર્દીઓ મળી આવ્યા છે અને 3,380 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

  • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 68,362
  • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 1.13 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,380
  • અત્યાર સુધીમાં કુલ કેસ: 2.95 કરોડ
  • અત્યાર સુધી સાજા થયા: 2.81 કરોડ
  • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 3.74 લાખ
  • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 9.72 લાખ

વેક્સિનેશન: 25.48 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી
દેશમાં કોરોનાની મહામારીને રોકવા માટે ઝડપી વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,99,771 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધી 25,48,49,301 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

મૃત્યુનો સિલસિલો અટકી રહ્યો નથી
દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ મૃત્યુઆંક હજી પણ ભયભીત કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3921 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે, કોવિડથી મૃત્યુઆંક 3,74,305 પર પહોંચી ગયો. જણાવી દઈએ કે દેશમાં ઘણા લાંબા સમયથી કોરોનાથી દરરોજ મૃત્યુ પામતા લોકોનો આંક ત્રણ હજારથી વધુ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...