• Gujarati News
  • National
  • Total Vote Value For Presidential Election 10.80 Lakh, Over 5.40 Lakh Needed To Win, NDA Need 5.32 Lakh, 7926

ભાસ્કર રિસર્ચ:રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ વોટ વેલ્યૂ 10.80 લાખ, જીતવા માટે 5.40 લાખથી વધુ જોઈશે, NDA પાસે 5.32 લાખ, 7926ની જરૂર

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખો જાહેર, 18 જુલાઈએ મતદાન અને 21 જુલાઈના રોજ પરિણામ

ચૂંટણીપંચે ગુરુવારે 16મી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. 29 જૂન સુધી નોમિનેશન, 18 જુલાઈના રોજ મતદાન અને 21 જુલાઈના રોજ પરિણામ આવશે. સંપૂર્ણ પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, 15 જૂનના રોજ ચૂંટણીની જાહેરાત કરાશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી માટે કુલ વોટ વેઈટેજ 10,80,131 છે. જે ઉમેદવારને 5,40,065થી વધુ વેઈટેજ મળશે,તે જ જીતશે. એનડીએ પાસે 5,32,139નું વેઈટેજ છે. એટલે કે માત્ર 7926 વધુ જોઈએ છે.

આ વખતે પણ એનડીએ મજબૂત... 776માં 448 સાંસદ અને 4033માં 1737 ધારાસભ્ય તેના
દેશમાં 16 રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે, જેમાંથી 8 કૉંગ્રેસના, 4 અપક્ષ અને એક-એક ભાજપ અને જનતા પાર્ટીના રહ્યા છે. આ વખતે કુલ 776 સાંસદ અને 4033 ધારાસભ્યો રાષ્ટ્રપતિ ચૂંટશે.

જાણો NDA કેમ મજબૂત છે?

  • રાજ્યસભાના 227 અને લોકસભાના 540 સાંસદમાંથી 448 એનડીએના છે. દરેક સાંસદની વોટ વેલ્યૂ 700 હશે.
  • 4,033 ધારાસભ્યમાંથી 1,737 NDAના છે. યુપીના ધારાસભ્યની વોટ વેલ્યૂ સૌથી વધુ 208 છે.
  • રાષ્ટ્રપતિ બનવા માટે સાંસદો અને ધારાસભ્યોના વોટના કુલ વેઈટેજના 50% મેળવવા જરૂરી છે.
  • 2017માં NDAના ઉમેદવાર રામનાથ કોવિંદને 10.69 લાખમાંથી 7.02 લાખ વોટ મળ્યા હતા.

રાજસ્થાન-હરિયાણા સહિત 4 રાજ્યની 16 સીટ દાવ પર, ક્રોસવોટિંગની શક્યતા
રાજ્યસભા ચૂંટણી માટે આજે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. સાંજે-5 વાગ્યે ગણતરી શરૂ થશે અને ત્યાર પછી પરિણામ જાહેર થશે. રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રની 16 સીટ પર ચૂંટણી યોજાશે. આ અગાઉ 57માંથી 41 સીટ માટે ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ બાજુ મહારાષ્ટ્રમાં મંત્રી નવાબ મલિક અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખને ઝટકો લાગ્યો છે. મુંબઈની એક અદાલતે બંને નેતાઓની એ અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે આજે રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે એક દિવસના જામીન આપવા વિનંતી કરી હતી. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશમુખ અને મલિકની અરજીઓનો વિરોધ કરતા કહ્યું કે, જન પ્રતિનિધિત્વ કાયદા અંતર્ગત કેદીઓનો કોઈ મતાધિકાર હોતો નથી. આ બાજુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણામાં પાર્ટીઓને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. ચારેય રાજ્યોમાં ધારાસભ્યોની કિલ્લેબંધી કરાઈ છે. દરેકે પોત-પોતાનાં ધારાસભ્યોને હોટલ-રિસોર્ટમાં રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...