તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Total Transition Cases 15,724: Saturday Received The Highest Number Of 1370 New Cases In A Single Day, With A Record 423 Transmitted Hospital Leave In 24 Hours

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધી 17,296 કેસઃ ગોવા મુખ્યમંત્રીએ કહ્યું - રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નહીં, પરંતુ લોકડાઉન 3જી મે સુધી રહેશે

7 મહિનો પહેલા
  • મંત્રી સમૂહની બેઠક પછી ગૃહમંત્રાલયે મજૂરોને લઇને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી
  • લોકડાઉનમાં ઇકોમર્સ કંપનીઓ બિનજરૂરી સામાન વેચી શકશે નહીં, ગાઇડલાઇનમાં રિસર્ચ કરવામાં આવ્યું
  • લોકડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓ બિન-આવશ્યક સામગ્રીનું વેચાણ નહીં કરી શકે
  • દિલ્હીની લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં 2 ડોક્ટર અને 6 નર્સ સંક્રમિત, રાજસ્થાનમાં 44 નવા કેસ
  • 13 એપ્રિલના રોજ સૌથી વધારે 1243 દર્દી મળ્યા હતા, 16 એપ્રિલે નવા સંક્રમિતોનો આંક 1,062 હતો
  • શુક્રવારે 304 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા. તેના એક દિવસ અગાઉ 259 લોકોને સારું થયુ હતું

નવી દિલ્હી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે સાંજે કહ્યું હતું કે, રાજ્યમાં હાલ તો એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. સાવંતના જણાવ્યા અનુસાર, જે 7 કેસ હતા તે તમામ સારવાર થયા બાદ સ્વસ્થ છે. જ્યાં તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં. બીજી તરફ, કોરોના મહામારીને કારણે મજૂરોએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગૃહમંત્રાલયે મંત્રી સમૂહની બેઠક પછી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી છે. જેમાં કહ્યું છે કે, જે જ્યાં છે ત્યાં જ રહે. રાજ્ય સરકાર મજૂરોને તેમની ક્ષમતા અને યોગ્યતા મુજબ કામ આપશે. પ્રવાસી મજૂરોના સમૂહે રાજ્યમાં જ પોતાના કાર્યસ્થળે જવા માગતા હોય તો તેનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને લક્ષણો નહીં દેખાય તો જ તેમને કાર્યસ્થળે મોકલવામાં આવશે.

ઈ-કોમર્સ કંપનીઓની ગાઈડવાઈનમાં ફેરફાર

ગૃહ મંત્રાલયે લોકડાઉન પર 15-16 એપ્રિલના રોજ જારી એક લાઈડલાઈનમાં શનિવારે એક સુધારો કર્યો છે. તેમા કહેવામાં આવ્યુ છે કે લોકડાઉન સમયે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા બિનઆવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાઈ કરી શકાશે નહીં. તેના પર પ્રતિબંધ જારી રહેશે. એટલે કે આ કંપનીઓ પાસેથી વર્તમાન સમયમાં મોબાઈલ, ટીવી, રેફ્રિજરેટર અને રેડીમેડ ગાર્મેન્ટ જેવી હાલ પૂરતી બિનઆવશ્યક સામગ્રી ખરીદી શકાશે નહીં. આવશ્યક માલસામાનની સપ્લાઈ કરવા માટે કંપની અને ઓપરેટરના વાહનોને પરવાનગી લેવી પડશે. સરકારે 4 દિવસ અગાઉ ગાઈડલાઈનમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નૈપડીલ જેવી ઈ-કોમર્સ કંપનીને 20 એપ્રિલથી તમામ સામાનના સપ્લાઈની પરવાનગી આપી હતી. જોકે આ ગાઈડલાઈનમાં કરવામાં આવેલા ફેરફાર અંગે કોઈ કારણ આપવામાં આવ્યુ નથી. 

દિલ્હીની લેડી હાર્ડિંગ હોસ્પિટલના 8 લોકો સંક્રમિત

દિલ્હીની લેડી હાર્ડિંગ હોસ્પિટલના 2 ડોક્ટર અને 6 નર્સને કોરોના રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો છે. આ તમામની ડ્યુટી બાળકોના ICUમાં હતા. હોસ્પિટલને ક્વોરન્ટીન એરિયા જાહેર કરવાની તૈયાર કરી છે. 

સંક્રમિતોનો આંકડો 16000ને પાર થયો

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16180 થઈ ગઈ છે. રવિવારે ગુજરાતમાં 228, રાજસ્થાનમાં 80, આંધ્ર પ્રદેશમાં 44, પશ્ચિમ બંગાળમાં 23, કર્ણાટકમાં 4 અને બિહારમાં 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. દેશમાં શનિવારે સૌથી વધારે 1371 કેસ સામે આવ્યા હતા. જોકે એક દિવસમાં 426 દર્દીનું આરોગ્ય સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. બીજી બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે દેશમાં 15712 કોરોના પોઝિટિવ છે. તેમાંથી 12974નો ઈલાજ થઈ રહ્યો  છે.2230 દર્દીને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે 507 મોત થયા છે.

દેશમાં સંક્રમિત દર્દીઓનું તંદુરસ્ત બનવાનો દર 14 ટકા

કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોની સંયુક્ત પત્રકાર પરિષદમાં શનિવારે માહિતી આપવામાં આવી હતી કે દેશમાં અત્યાર સુધી 1991 કોરોના સંક્રમિત દર્દીને સારું થઈ ગયુ છે. તે કુલ સંક્રમિતોના આશરે 14 ટકા છે. આ બિમારીથી મોતનો દર 3.3 ટકા છે. એટલે કે 100 સંક્રમિતોમાં 3થી 4 લોકોના મોત થયા છે. 0-45 વર્ષની ઉંમરના દર્દીમાં મૃત્યુ દર 14.4 ટકા, 45-60 વર્ષની ઉંમરમાં 10.30 ટકા અને 60-75 વર્ષના લોકોમાં 33.1 ટકા છે. 75 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં આ દર 42.20 ટકા છે.

કોરોના સંક્રમણ સાથે જોડાયેલા કેટલાક મહત્વના અપડેટ

  • ઉત્તરાખંડના હરિદ્વાર અને નૈનીતાલ જિલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણના 42 દર્દી છે. તે પૈકી 80 ટકા કેસ હરિદ્વાર, નૈનીતાલ અને દહેરાદૂનમાંથી છે
  • પંજાબના નયાગાંવમાં એક પીજીઆઈ કર્મચારીના પરિવારના 4 સભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંક્રમિતોમાં એક મહિનાના બાળકનો સમાવેશ થાય છે. પીજીઆઈ કર્મચારીનો કોરોના રિપોર્ટ 17 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો.ત્યારબાદ તેના પરિવારના સેમ્પલ મેળવવામાં આવ્યા હતા.
  • રાંચીના લેક વ્યુ હોસ્પિલને સિલ કરવામાં આવી છે. તેના સ્ટાફના 50 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવેલ છે. તાજેતરમાં અહીં એક રિટાયર્સ અધિકારીનો ઈલાજ થયો હતો. બાદમાં તેમણે ગુરુગ્રામ શિફ્ટ કરવામાં આવ્યા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • કર્ણાટકમાં આઈઆઈટી કટકના કેમ્પસમાં કોરોના વાઈરસ શંકાસ્પદના સેમ્પલ લેવા માટે વોક-ઈન કિયોસ્ક લગાવ્યા છે.

5 રાજ્ય, 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ

મધ્ય પ્રદેશ સંક્રમણ-1402ઃ કોરોનાનું એપિસેન્ટર બનેલા ઈન્દોરમાં એક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનું મોત થયુ છે. ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર ચંદ્રવંશી ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થતા અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઈલાજ દરમિયાન તેમનું મોત થયુ હતું. તેમની સાથે રહેલા એએસઆઈ પણ કોરોનાથી સંક્રમિત છે. ઈન્દોરમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત-3648ઃ મહારાષ્ટ્રમાં શનિવારે સંક્રમણના 328 કેસ સામે આવ્યા હતા. તેમાથી મુંબઈમાં 184 અને પુણેમાં 78 રિપોર્ટ પોઝિટિવ આવ્યા. શનિવારે રાજ્યમાં 11 કોરોના સંક્રમિતોના મોત થયા હતા. આ સાથે મૃતકોનો કુલ આંક 211 થયો છે.

રાજસ્થાન, સંક્રમિત-1395ઃ રવિવારે 44 કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાંથી જોધપુરમાં 27, ભરતપુરમાં 8, જયપુર, કોટા અને ઝાલાવાડમાં 2-2, જ્યારે જેસલમેર, નાગોર અને હનુમાનગઢમાં 1-1 રિપોર્ટ પોઝિટિવ આવ્યા. રાજ્યમાં શનિવારે સંક્રમણના 122 કેસ આવ્યા હતા.

ઉત્તર પ્રદેશ, સંક્રમિત-974ઃ અહીં શનિવારે 125 કોરોના સંક્રમિત મળ્યા. અત્યાર સુધીમાં 108 દર્દીને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતમાંથી 507 તબલીઘ જમાતના સભ્ય છે.તેમાંથી જૌનપુર ડીએમે છૂપાયેલા જમાતિયોની જાણકારી આપવા પર રૂપિયા 5100 ઈનામ આપવાની જાહેરાત કરી છે.

બિહાર, સંક્રમિત-86ઃ લોકડાઉન સમયે લોકોને બહાર જતા અટકાવવામાં પોલીસ અને સ્થાનિક પ્રશાનને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. નાલંદા જીલ્લામાં સ્ક્રીનિંગ માટે ગયેલી મેડીકલ ટીમને 32 જગ્યાએ વિરોધનો સામનો કરવો પડ્યો ચે. લોકોએ ટીમ સાથે મારપીટ પણ છે.

હરિયાણાઃ ગુડગાંવમાં 50 વર્ષની એક વ્યક્તિનું મોત થયુ છે. સ્વાસ્થ્ય વિભાગના મતે દર્દીનું રાત્રે મોત થયુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો