તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Britain's New Strain Found In 13 More People, 20 Patients Infected With The Virus So Far

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવું વર્ષ નવી મુશ્કેલી:બ્રિટનથી આવનારી ફ્લાઈટ પરનો પ્રતિબંધ 7 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યો, દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનના અત્યાર સુધીમાં 20 દર્દીઓ નોંધાયા

નવી દિલ્હી2 મહિનો પહેલા

દેશમાં બ્રિટનમાંથી મળેલા વધુ ખતરનાક કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 20 થઈ છે. બુધવારે 13 નવા દર્દી મળ્યા છે. એ કયાં રાજ્યોમાંથી મળ્યા છે એ હજી સ્પષ્ટ થયું નથી. મંગળવારે નોંધાયેલા સાત દર્દીમાંથી 1-1 યુપી, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે, જ્યારે ત્રણ કર્ણાટકના છે. આ દરમિયાન સરકારે બ્રિટનથી આવનારી ઉડાનો પરનો પ્રતિબંધ 7 જાન્યુઆરી સુધી વધારી દીધો છે. અગાઉ 22 ડિસેમ્બરની અડધી રાતથી 31 ડિસેમ્બર સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

આઇસોલેશન સેન્ટરમાંથી ભાગેલી મહિલામાંથી નવો સ્ટ્રેન મળ્યો
બ્રિટનમાંથી પરત ફરેલી આંધપ્રદેશની એક મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. 21 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા પછી તેને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે ભાગીને સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુદરી પહોંચી હતી. મહિલાની સાથે તેનો પુત્ર પણ હતો. જોકે તેના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

9થી 22 ડિસેમ્બરની વચ્ચે દેશમાં પરત આવનારા સંક્રમિતોનું જીનોમ સિક્વેન્સિંગ જરૂરી
નવા સ્ટ્રેનના કેસ પ્રકાશમાં આવ્યા પછી કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે જણાવ્યું હતું કે 9થી 22 ડિસેમ્બરની વચ્ચે ભારત આવેલા ઈન્ટરનેશનલ પેસેન્જર્સ, જે સિમ્પ્ટોમેટિક કે સંક્રમિત મળ્યા છે. તેમનું જીનોમ સિક્વેન્સિંગ જરૂરી હશે. જ્યારે 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરવામાં આવેલી UKની ઉડાનોને આગળ પણ બંધ કરવામાં આવી શકે છે. યુનિયન એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું, મને લાગે છે કે અમારે તમામ UKની ફ્લાઈટ્સના સસ્પેન્શનને થોડું વધારવું પડી શકે છે.

33 હજાર મુસાફરો તાજેતરમાં બ્રિટનથી આવ્યા
25 નવેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે બ્રિટનથી લગભગ 33 હજાર મુસાફરો ભારત આવ્યા છે. તેમાંથી અત્યારસુધીમાં 114 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેટલાંક વધુ સેમ્પલ્સમાં નવા જીનોમ હોવાનું જાણવા મળ્યું છે. પોઝિટિવ મળેલા દર્દીઓને રાજ્યોમાં બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને અલગ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. નવા સંક્રમિતોના સંપર્કમાં આવેલા બીજા લોકોની પણ તપાસ કરાઈ રહી છે.

શું છે જીનોમ સિક્વેેેન્સિંગ?
જીનોમ સિક્વેન્સિંગ કોઈપણ વાઈરસની સંપૂર્ણ માહિતી છે, જેમાં વાઈરસનો સંપૂર્ણ ડેટા હોય છે. વાઈરસ કેવો હોય છે? કેવો દેખાય છે? એની માહિતી જીનોમમાં મળે છે. વાઈરસના મોટા ગ્રુપને જીનોમ કહેવામાં આવે છે. વાઈરસ વિશે જાણવાની પ્રોસેસને જીનોમ સિક્વેન્સિંગ કહેવામાં આવે છે. એના દ્વારા કોરોનાના નવા સ્ટ્રેન વિશે તપાસ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો