તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Toshiba 1.8 Ton Inverter AC Listed For Rs 5,900 On Amazon, Bought By Some Before Amazon Realised Error

ઓનલાઇન શોપિંગમાં અમેઝોનની હિટવિકેટ:ભૂલથી 1 લાખ રૂપિયાનું AC 6 હજારમાં વેચ્યું, રૂ. 278ની EMIનો પણ વિકલ્પ આપ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેઝોને 2019માં પણ 9 લાખ રૂપિયાનો કેમેરો 6500માં વેચ્યો હતો

અમેઝોને પોતાની ઈ-કોમર્સ વેબસાઈટ પર સોમવારે મોટી ભૂલ કરી હતી. કંપનીએ લગભગ 1 લાખ રૂપિયાનું તોશિબાનું AC માત્ર 5,900 રૂપિયામાં લિસ્ટેડ કર્યું હતું. જ્યાં સુધી કંપનીને પોતાની ભૂલ સમાજાઈ હતી, ત્યાં સુધી તો ઘણી મોડું થઈ ગયું હતું અને લોકોએ ACના ઓર્ડર પણ આપી દીધા હતા.

આજે જ લિસ્ટેડ કર્યું હતું, 278 રૂપિયાની EMI પર વેચાઈ ગયું
અમેઝોન પર સોમવારે જ એક AC લિસ્ટેડ કર્યું હતું. તોશિબાનું આ AC 1.8 ટન 5 સ્ટાર ઇન્વર્ટર સાથે ગ્રાહકોને ઓફર કરાયું હતું. કંપનીએ આની મૂળ કિંમત રૂ. 96 હજાર 700 પર 94%નું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. ડિસ્કાઉન્ટના કારણે આ ACની કિંમત માત્ર રૂ. 5,900 કરાઈ હતી.

અમેઝોન લિસ્ટિંગમાં આ ACની મૂળ કિંમત પર 90 હજાર 800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતું. આ દરમિયાન ગ્રાહકોએ આ ભૂલને પકડી પાડી હતી અને તકનો લાભ ઉઠાવીને AC ખરીદી લીધું હતું.

ભૂલ સુધારીને ફરીથી 59,490 રૂપિયામાં લિસ્ટ કર્યું
અમેઝોને હવે એજ તોશિબાના 1.8 ટન 5 સ્ટાર ઇન્વર્ટર AC પર 20%ની છૂટ આપી દીધી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ઇન્વર્ટર ACમાં ઘણી સુવિધાઓ આપવામાં આવી છે.

આની સાથે તોશિબા ACના કોમ્પ્રેસર, PCB, સેન્સર, મોટર્સ અને ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ પર 9 વર્ષની એક્સ્ટ્રા વોરંટી પણ આપે છે. આ ફિલ્ટરને ડ્રાય રાખવા માટે ઓટો ક્લિન કરતું રહે છે. આનાથી એનો મેન્ટેનન્સ કોસ્ટ પણ ઘણો ઓછો થઈ જાય છે.

2019માં પણ 9 લાખનો કેમેરો 6500માં વેચ્યો હતો
પ્રાઇમ ડે 2019 દરમિયાન, અમેઝોને 9 લાખ રૂપિયાના કેમેરો ગિયરને 6500 રૂપિયામાં વેચ્યા હતા. ગ્રાહકોને આ ગ્લિચની જાણ થતા, તે કેમેરો ખરીદવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. આ ગિયર સોની, ફ્યુજીફિલ્મ અને કેનન સહિત હાઇ-એન્ડ કેમેરા બ્રાન્ડના હતા.

અમેઝોને 15-16 જુલાઈ 2019એ દુનિયાભરમાં પ્રાઇમ ડેઝ સેલનું આયોજન કર્યું હતું. અમેરિકામાં આ સેલ દરમિયાન એક બગ આવ્યો હતો, જેમાં કેનન EF 800 લેન્સ 99 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 6,500 રૂપિયામાં વેચાયો હતો, તેની મૂળ કિંમત 9 લાખ રૂપિયા હતી. તેવામાં ગ્રાહકોએ તાત્કાલિક આની ખરીદી શરૂ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...