તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Top Officials Of The Police Administration Were Also Involved In The Vaze Recovery Scam, They Were Paid Crores; The NIA Found Evidence

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસમાં નવો ઘટસ્ફોટ:વઝેના વસૂલીકૌભાંડમાં પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ભાગીદાર, તેમને કરોડોની ચુકવણી કરાઈ; NIAને પુરાવા મળ્યા

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NIA આ તમામ દસ્તાવેજોને ED, CBI અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સોંપી શકે છે
  • વઝેએ શિંદેને ભાંડુપ, મુલુંડનાં 32 ક્લબ, બાર અને લૉજ પાસેથી વસૂલી કરવાની જવાબદારી સોંપી હતી

એન્ટિલિયા અને મનસુખ હિરેન મર્ડર કેસની તપાસ કરી રહેલી NIAને ઘણાબધા પુરાવા મળ્યા છે. આ પુરાવાઓ સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેના વસૂલીના ધંધા સાથે સંકળાયેલા છે. NIA અનુસાર, ઉઘરાણીના ધંધામાં પોલીસ અને પ્રશાસનના કેટલાક ઉપરી અધિકારીઓ પણ સંડોવાયેલા છે. વઝેએ આ અધિકારીઓને ચુકવણી કરી હતી, જેના દસ્તાવેજો NIAને પ્રાપ્ત થયા છે. NIAએ ગીરગાંવમાં સ્થિત એક ક્લબમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી તેને આ દસ્તાવેજો કબજે કર્યા હતા.

આ દસ્તાવેજોમાં જણાવાયું છે કે કયા ડિપાર્ટમેન્ટના અને કયા અધિકારીને વઝેએ ક્યારે પૈસાની ચુકવણી કરી હતી. દરેક નામની આગળ ચૂકવેલા રૂપિયાની રકમ લખવામાં આવી છે, જેમાંથી કેટલાક અધિકારીઓને તો કરોડોમાં રૂપિયા ચૂકવાયા છે. NIAના અનુસાર, આ ધનરાશિ લાંચમાં પ્રાપ્ત થઈ હશે. આ અધિકારીઓમાં 2 નિરીક્ષક, એક ડેપ્યુટી પોલીસ કમિશનર અને એક ડેપ્યુટી કમિશનર હોદ્દાનો પૂર્વ અધિકારી સામેલ છે. આમાંથી ત્રણની તો પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

NIA તમામ પુરાવા CBI અને EDને આપી શકી છે
NIA આ દસ્તાવેજોને ED, CBI અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સોંપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ક્લબમાંથી દસ્તાવેજો ઝડપાયા છે એના માલિકને પણ બોલાવવામાં આવ્યો છે. વઝેની સાથે કાર્યરત કેટલાક અધિકારીઓ પાસેથી પણ જવાબ માગવામાં આવ્યો છે.

તપાસમાં જાણવા મળ્યું હતું કે વઝે આ ક્લબની અવારનવાર મુલાકાત લેતો હતો. વઝેના કહેવાથી જ નરેસ ગોર અને પૂર્વ કોન્ટેબલ વિનાયક શિંદેને અહીં નોકરી અપાઈ હતી. બન્નેની અત્યારે મનસુખ હિરેનના મર્ડર કેસમાં ધરપકડ કરાઈ છે અને NIAની કસ્ટડીમાં છે.

શિંદે પાસે પણ ભાંડુપ અને મુલુંડ વિસ્તારની વસૂલીની જવાબદારી હતી
NIAને જે 'એક્સટોર્શન ડાયરી' અને મોબાઈલ મળ્યા છે એનાથી ખબર પડે છે કે વઝેએ શિંદેને ભાંડુપ, મુલુંડનાં 32 ક્લબ, બાર અને લૉજ પાસેથી ગેરકાયદે રીતે વસૂલી કરવાની જવાબદારી સોંપી હતી. પ્રત્યેક વસૂલી ઉપર શિંદેનું કમિશન પણ નિશ્ચિત હતું. વઝે એવા લોકોથી પણ ઉઘરાણી કરતો હતો, જેના વિરુદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો