તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Top Office Bearers Present Including Mohan Bhagwat; Elections In 6 States, Including UP, Will Be Marred By Violence And Corona In Bengal

RSSની ત્રણ દિવસીય બેઠક આજથી:મોહન ભાગવત સહિત ટોચના પદાધિકારીઓ હાજર; UP સહિત 6 રાજ્યોની ચૂંટણી, બંગાળમાં હિંસા અને કોરોનાને લઈને થશે મંથન

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોરોનાના કારણે જે બાળકો અનાથ થઈ ગયા છે તેમને સંઘના સ્વંયસેવક એડોપ્ટ કરશે. તેના માટે નારો છે.. Each one, Teach one. - Divya Bhaskar
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોરોનાના કારણે જે બાળકો અનાથ થઈ ગયા છે તેમને સંઘના સ્વંયસેવક એડોપ્ટ કરશે. તેના માટે નારો છે.. Each one, Teach one.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં સંઘના ટોચના પદાધિકારીઓની બેઠક આજથી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. મીટિંગમાં 5 જૂન સુધી આગામી વર્ષે ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યોમાં થનારી ચૂંટણી, બંગાળની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ થયેલી રાજકીય હિંસા અને કોરોના જેવા મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે આ સપ્તાહે ઉત્તર પ્રદેશમાં સંઘના પ્રદેશ પદાધિકારીઓની સાથે બેઠક કરી હતી, આ બેઠક તે રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હોસબોલેએ યુપીની બેઠકમાં રાજ્ય સરકારના કોરોના પ્રબંધનને લઈને ફિડબેક લીધા હતા.

સંઘના ટોચના 10 નેતા થશે સામેલ
બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે, પાંચેય સહસરકાર્યવાહ કૃષ્ણ ગોપાલ, મનમોહન વૈધ, મુકુંદ,અરુણ કુમાર અને રામદત્ત ચક્રધર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સુરેશ સોની, ભૈય્યાજી જોશી અને ભાગૈયાજી પણ સામેલ રહેશે. મીટિંગમાં માત્ર સંઘના ટોચના નેતા જ ઉપસ્થિત રહેશે. ભાજપ કે અન્ય કોઈ સંગઠનના નેતા ચર્ચામાં સામેલ નહીં થાય. પરંતુ જરૂર પડશે તો તેમની સાથે વિચાર-વિમર્શ કરવામાં આવી શકે છે.

જો કે સંઘ સૂત્રો મુજબ આ રૂટીન બેઠક છે. જેમાં આગામી એક મહિનાના સંઘના કાર્યક્રમો પર ચર્ચા થશે. આ ઉપરાંત કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓ અને તેના માટે ચલાવવામાં આવી રહેલા સંઘ પરિવારની સેવાકાર્યોની સમીક્ષા કરાશે. સાથે જ કોરોનાની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પર પણ જોર આપવામાં આવશે.

અનાથ બાળકોને એડોપ્ટ કરશે સ્વયંસેવક
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોરોનાને કારણે જે બાળકો અનાથ થઈ ગયા છે તેમને સંઘના સ્વયંસેવક એડોપ્ટ કરશે. તે માટે નારો છે.. Each One, Teach One. આ ઉપરાંત મંદિરોના સામાજિક દાયિત્વ સાથે જોડવાનું કામ VHPને, મંદિરમાં ભંડારા થાય જેનાથી જરૂરિયાતમંદોને ભોજન મળી શકે. ગામડાંઓમાં સ્વાસ્થ્ય કેન્દ્રો સુધારવાનું અભિયાન ચાલશે. કોરોના કાળમાં સંઘની શાખાઓને ફરી કઈ રીતે શરૂ કરવી, તેના પર પણ મંથન થશે.