તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2 Terrorists Including Pakistani Terrorist Nadeem Abrar Shot Dead; A Major Military Operation After A Drone Strike

શ્રીનગરમાં એન્કાઉન્ટરનો બીજો દિવસ:પાકિસ્તાની આતંકી નદીમ અબરાર સહિત 2 આતંકી ઠાર; ડ્રોન હુમલા પછી લશ્કરનું મોટું ઓપરેશન

શ્રીનગર3 મહિનો પહેલા
સુરક્ષાદળોએ પાકિસ્તાની આતંકી નદીમ અબરારનું સર્ચ-ઓપરેશન ચલાવ્યું હતું.
  • 21 દિવસ પહેલાં શનિવારે અને રવિવાર દરમિયાન રાતે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી બે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા

શ્રીનગરના પારિંપોરામાં સોમવારે સાંજથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર કર્યા છે. તેમાં પાકિસ્તાની આતંકી નદીમ અબરાર અને તેનો એક સ્થાનિક સાથી સામેલ છે. અબરાર લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર પણ હતો. તેની કાલે જ ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાત સુધી માત્ર એક આતંકીના મોતના સમાચાર હતા.

સોમવારે સાંજે 6 વાગ્યે સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સૌથી પહેલા અહીંથી સ્થાનિક લોકોને બહાર કાઢવામાં આવ્યા. અબરારના ચિહન પરથી શોધખોળ કરવામાં આવી રહી હતી, ત્યારે એક ઘરમાં છુપાયેલા તેના સાથીએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એમાં CRPFના 3 જવાન અને અબરારને ઈજા થઈ હતી. જવાબી કાર્યવાહીમાં અબરારના સાથીનું મૃત્યુ થયું. પછીથી અબરારે પણ જીવ ગુમાવ્યો.

લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર નદીમ અબરાર સુરક્ષાદળો અને આમ નાગરિકો પર થયેલા હુમલામાં સામેલ હતો.
લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર નદીમ અબરાર સુરક્ષાદળો અને આમ નાગરિકો પર થયેલા હુમલામાં સામેલ હતો.

અબરારની ધરપકડથી એન્કાઉન્ટર સુધી, 10 પોઈન્ટમાં બધું
1. સોમવારે પાકિસ્તાની આતંકી નદીમ અબરારની ધરપકડ થઈ.
2. તે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આમ નાગરિકો પર થયેલા ઘણા હુમલાઓમાં સામેલ હતો.
3. નદીમની શ્રીનગરમાં એવા સમયે ધરપકડ કરવામાં આવી, જ્યારે તે કારમાં બેસીને જઈ રહ્યો હતો.
4. કારમાંથી એક પિસ્તોલ અને ગ્રેનેડ મળ્યાં.
5. અબરારે જણાવ્યું હતું કે શ્રીનગરના મલૂરામાં એક ઘરની અંદર તેણે એકે-47 છુપાવી રાખી છે.
6. હથિયાર જપ્ત કરવા માટે સુરક્ષાદળના જવાન તેને પોતાની સાથે તે ઘરમાં લઈ ગયા.
7. સુરક્ષાદળો જેવા ઘરમાં ઘૂસ્યા કે તરત જ અબરારના સાથીએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
8. અથડામણમાં CRPFના 3 જવાન ઘાયલ થઈ ગયા.
9. ફાયરિંગ દરમિયાન અબરારનું મૃત્ય થયું.
10. સરક્ષાદળોએ અબરારના સાથીઓને પણ ઠાર કર્યા.

24 કલાકમાં ત્રણ મોટી ઘટના
24 કલાકમાં શ્રીનગરના સૌથી વધુ સુરક્ષિત વિસ્તારમાં બે મોટી ઘટના બની છે, જ્યારે ત્રાલમાં આતંકીઓએ એક પોલીસકર્મીના પરિવારને નિશાન બનાવ્યો હતો.

પ્રથમ ઘટનાઃ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી બે બ્લાસ્ટ
21 દિવસ પહેલાં શનિવારે અને રવિવાર દરમિયાન રાતે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી બે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં એરફોર્સ સ્ટેશનની છતને નુકસાન થયુ હતુ અને 2 જવાનો ઘાયલ પણ થયા હતા. ડ્રોન દ્વારા એરબેઝની અંદર IED નાખવામાં આવ્યો હતો. નુકસાન વધુ થયું ન હતું. આ આવા પ્રકારનો પ્રથમ હુમલો હતો. બંને બ્લાસ્ટ શનિવારે રાતે દોઢ વાગ્યાથી બેની વચ્ચે થયા. બ્લાસ્ટ ઈન્ડિયન એરક્રાફ્ટસની નજીક થયો હતો. આ જગ્યા ઈન્ટરનેશનલ બોર્ડરથી 14 કિલોમીટરના અંતરે છે.

બીજી ઘટનાઃ કાલચુક મિલિટરી સ્ટેશન પર બે ડ્રોન દેખાયાં, સેનાનું ફાયરિંગ
રવિવારે-સોમવારની રાતે જમ્મુના જ કાલુચક મિલિટરી સ્ટેશન પર 2 ડ્રોન દેખાયાં હતાં. સેનાએ એને તોડવા માટે ફાયરિંગ કરી, પરંતુ એ અંધારામાં ગાયબ થઈ ગયાં. મિલિટરીએ સમગ્ર વિસ્તારમાં મોટે પાયે સર્ચ-ઓપરેશન શરૂ કર્યું. DD ન્યૂઝના જણાવ્યા મુજબ, રવિવારે રાતે 11.30 વાગ્યે અને સવારે 1.30 વાગ્યે અનમેન્ડ એરિયલ વ્હીકલ(UAV) મિલિટરી બેસ પર જોવા મળ્યાં. એ પછીથી આર્મી અલર્ટ પર છે.

ત્રીજી ઘટનાઃ અવંતિપોરમાં SPO, તેમની પત્ની અને બાળકની હત્યા
અવંતિપોરાના હરિપરિ ગામમાં રહેનાર SPO ફૈયાઝ અહમદના ઘરમાં રવિવારે રાતે લગભગ 11 વાગ્યે કેટલાક હથિયારધારી લોકો જબરદસ્તીથી ઘૂસી આવ્યા. તેમણે પરિવાર પર જોરદાર ફાયરિંગ કર્યું. આ હુમલામાં અહમદ સિવાય તેમની પત્ની રાજા બાનો અને પુત્રી રાફિયા ગંભીરરૂપથી ઘાયલ થયા. થોડીવાર પછી અહમદ અને તેમની પત્નીએ જીવ ગુમાવ્યો. 25 વર્ષની રાફિયાને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં તેનું મૃત્યુ થયું.

શનિવારે પણ CRPFના જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો
શ્રીનગરના બર્બર શાહ વિસ્તારમાં શનિવારે પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ની જોઈન્ટ પાર્ટી પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. એમાં જવાનોને તો નુકસાન થયું ન હતું, જોકે એક મહિલા સહિત ચાર નાગરિક ઘાયલ થયા હતા. આ પૈકીના એકે પછીથી જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામનારની ઓળખ મુદાસિર અહમદ તરીકે થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...