તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Top Experts Said No Evidence Of Coronavirus Spreading From Water, But Other Diseases Can Happen

શું ગંગામાં મળેલા મૃતદેહોથી કોરોના ફેલાશે?:તજજ્ઞોએ કહ્યું- પાણીથી વાયરસ શરીરમાં પ્રવેશે એવો એકપણ પુરાવો મળ્યો નથી, અન્ય બીમારીઓ થઈ શકે છે

3 મહિનો પહેલાલેખક: હિમાંશુ મિશ્રા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશ અને બિહારમાં છેલ્લા કેટલાક દિવસોની અંદર ગંગા અને યમુનામાં મોટી સંખ્યાની અંદર મૃતદેહો વહેતા નજર આવી રહ્યા છે. આ કોરોના પોઝિટિવ દર્દીઓનાં પણ હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં દરેકનાં મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે શું પાણી દ્વારા કોવિડ ફેલાશે? આ અંગે ભાસ્કરની ટીમે રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલનાં ડાયરેક્ટર ડૉ. બીએલ શેરવાલ અને કન્નોજ રાજકીય એન્જિનિયરિંગ કોલજનાં ડાયરેક્ટર પ્રો. મનોજ શુક્લા સાથે વાતચીત કરી હતી. અમે સંભવિત તમામ પ્રશ્નોનાં જવાબ એમની પાસેથી મેળવ્યા હતા.

ડૉ. બી.એલ.શેરવાલ સાથેનાં સવાલ-જવાબ
1. શું પાણી દ્વારા કોરોના ફેલાશે?
જવાબઃ ના, અત્યારસુધી એવા કોઈપણ પ્રકારનાં પુરાવાઓ નથી મળ્યા જેમાં સાબિત થાય કે પાણી દ્વારા કોરોના ફેલાતો હોય. પરંતુ હાં, જો તમે ગંદુ પાણી પીવા માટે લેશો તો અવશ્ય અન્ય બીમારીઓનો ભોગ બની શકો છો.

2. વાયરસ શરીરમાં કેવી રીતે પહોંચે છે?
જવાબઃ અત્યારસુધીનાં તમામ અભ્યાસમાં બહાર આવ્યું છે કે કોરોના વાયરસ શરીરની અંદર નાક અને મોંઢા દ્વારા ફેલાય છે. નાક દ્વારા 99% અને મોઢા દ્વારા 1% ફેલાવવાનાં કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. નાક દ્વારા જો વાયરસ ફેલાશે તો સીધો ફેફસાં સુધી પહોંચી જશે અને જો મોંઢા દ્વારા જશે તો આંતરડામાં પહોંચી શકે છે.

આવું થવાથી લોકોને ડાયેરિયા થવાની સંભાવના રહે છે. જો મોઢાંમાં ચાંદી અથવા લોહી નીકળે તો વાયરસ ફેફસાં સુધી પહોંચ્યો હશે. ફેફસામાં પહોંચ્યા પછી આ વાયરસ રાયબોઝોમ દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરે છે.

3. કોરોનાવાયરસનાં હુમલા વખતે શરીરીની પ્રતિક્રિયાઓ શું હોય છે?
જવાબઃ વાયરસ શરીરમાં પહોંચે એટલે એક ઈમ્યૂન સેલ જેને એન્ટિજન પ્રેઝેંટિંગ સેલ કહેવાય છે, એ વાયરસને ઘેરી લે છે. આ એક પ્રકારનું પ્રોટીન બનાવે છે, જેને એન્ટિજન કહેવામાં આવે છે. આ એન્ટિજન શરીરની ઈમ્યૂન સિસ્ટમને સતર્ક કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી થાય છે.

ઈમ્યૂન સિસ્ટમમાં સૌથી પહેલા કિલર T સેલ્સ સક્રિય થાય
આ એન્ટિજનને ઓળખીને હુમલાખોર સામે લડત આપવા માટે B સેલ્સ એક્ટિવ કરે છે. સિસ્ટમમાં T અને B એક્ટિવ થઈને શરીરને રોગ સામે લડવા માટે એક નવી રચના કરે છે. જ્યારે એમને ખબર પડે છે કે વાયરસે હુમલો કર્યો ત્યારે તેઓ લડવા માટે તૈયાર થઈ જાય છે અને પોતાની સંખ્યા પણ જરૂરત હોય એટલી વધારી દે છે. આ સમયમાં તેઓ વાયરસ પર હાવી થવાની શરૂઆત કરે છે, જે બીમારીનો સમય હોય છે. આ સમય દરમિયાન તાવ, ખાંસી, ગળામાં ખરાશ અને જકડાઈ જવું તથા શ્વાસ લેવામાં તકલીફ પહોંચી શકે છે.

જો દર્દીમાં ડાયાબિટીઝ, હૃદય રોગ જેવી અન્ય બીમારીઓ હોય તો ઈમ્યૂન સિસ્ટમ એક્ટિવ થાય એ પહેલાં વાયરસે પોતાની સંખ્યા વધારી દીધી હોય છે. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મોત થઈ શકે છે.

4. સંક્રમિતને શ્વાસ લેવામાં મુશ્કેલી કેમ આવે છે?
આ કોરોનાનું નવું લક્ષણ છે, જેમાં દર્દી શરદી-ખાંસી અને તાવ પછી ગંભીર ન્યૂમોનિયા અથવા શ્વાસ લેવા સંબંધિત બીમારીઓથી પણ પિડાઈ શકે છે. સંશોધકોએ આમાં સ્વાદ અને સુગંધ ન આવવી, લોહીનાં ગઠ્ઠા જામવા વગેરે જેવા લક્ષણો પણ જોયા છે. આમાં સૌથી ઘાતક લક્ષણ હેપી હાઈપોક્સિયા છે. ભારતમાં આવેલી કોવિડની બીજી લહેરમાં યુવાઓએ આનો સામનો કરવો પડી રહ્યો છે.

હાઈપોક્સિયા એટલે કે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવું. સામાન્ય વ્યક્તિનું ઓક્સિજન લેવલ 95 ટકાની આસપાસ હોય છે, જ્યારે અન્ય કોવિડ દર્દીઓનું 50 ટકા સુધી પહોંચી જાય છે. હાઈપોક્સિયામાં કિડની, મગજ, દિલ અને અન્ય મહત્ત્વનાં અંગો કામ કરવાનું બંધ કરી દે છે. કોરોનાનાં દર્દીમાં શરૂઆતનાં સમયમાં કોઈપણ પ્રકારનાં લક્ષણો દેખાતાં નથી તે સ્વસ્થ જણાતો હોય છે.

પ્રો. મનોજ શુક્લા સાથે સવાલ - જવાબ
1. વાયરસ શરીરમાં ક્યાં સુધી બનતો રહે છે?
જવાબઃ વાયરસ નિર્જીવ હોય છે, જેને જીવવા માટે એક શરીરની જરૂરત હોય છે. તો તેવામાં જ્યારે એ મનુષ્ય શરીરમાં પ્રવેશે છે ત્યારે રાઈબોઝોમની મદદથી વાયરસ પોતાના ડુપ્લીકેટ બનાવવાનું શરૂ કરી દે છે. આ વાયરસ મનુષ્યોનાં મૃત્યુ પછી પણ વર્ષો સુધી જીવતો રહી શકે છે. જે શૂન્ય તાપમાનમાં પણ જીવતો રહી શકે છે. પરંતુ હાં, જો આ વાયરસ શરીરમાંથી બહાર આવી જશે તો 24 કલાકમાં એનો નાશ થશે.

2. શું વાયરસ ગંગામાં નષ્ટ થઈ શકે?
જવાબઃ હાં, અવશ્ય થઈ શકે. એક સંશોધનનાં અભ્યાસમાં સામે આવ્યું હતું કે ગંગામાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. જે વાયરસ તથા બેક્ટેરિયાને નષ્ટ કરવાની તાકાત ધરાવે છે. ગંગા નદી હિમાલયથી આવે છે તો એમાં ઘણા પ્રકારનાં ઔષધો પણ સામેલ હોય છે.

સરકારનાં વૈજ્ઞાનિક સલાહકારે શું કહ્યું હતું?
ગંગા-યમુનામાં કોરોના સક્રમિત દર્દીઓનાં મૃતદેહ અંગે ભારત સરકારનાં પ્રિન્સિપલ સાઈન્ટિફિક એડવાઈઝર વિજય રાઘવને કહ્યું હતું કે પાણી દ્વારા કોવિડ વાયરસ નથી ફેલાતો. તેથી સંક્રમણને કારણે નહેર અને નદીઓને કોઈપણ પ્રકારનું જોખમ નથી. ત્યાંનું પાણી પીવાથી પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉદ્ભવી શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...