UGCએ સંપર્ક કરતા થયો ઘટસ્ફોટ:ઓક્સફર્ડ સહિત વિશ્વની ટૉપ 9 યુનિવર્સિટીનો ભારતમાં કેમ્પસ શરૂ કરવાનો ઈનકાર

જયપુરએક મહિનો પહેલાલેખક: પૂજા શર્મા
  • કૉપી લિંક
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ - ફાઇલ તસવીર - Divya Bhaskar
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ - ફાઇલ તસવીર

ઓક્સફર્ડ સહિત 9 આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓએ ભારતમાં કેમ્પસ ખોલાવાનો ઇનકાર કરી દીધો છે. હાલમાં યુજીસીએ 60થી વધુ દેશોના ભારતીય રાજદૂતોની સાથે સંપર્ક કર્યો છે જેથી વિદેશી યુનિવર્સિટીઓ ભારતીય યુનિવર્સિટીઓની સાથે ભાગીદારીના સંબંધમાં સહયોગ લઈ શકાય.

આયોગે ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલવાની કવાયત પણ તેજ કરી દીધી છે. ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલવા નવી શિક્ષણ નીતિ 2020ની મુખ્ય ભલામણો પૈકી એક છે. ડીમ્ડ યુનિવર્સિટીના સરવેમાં આઠ વિદેશી યુનિવર્સિટીઓએ ભારતમાં કેમ્પસ ખોલવાનો રસ દર્શાવ્યો હતો.

આ સંસ્થાઓને રસ નથી

  • ઓક્સફર્ડ યુનિવર્સિટી
  • યુનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયા
  • યુનિવર્સિટી ઓફ શિકાગો
  • યુનિવર્સિટીઓફ મેલબર્ન
  • યુનિવર્સિટીઓફ કોપેનહેગન
  • યુનિવર્સિટી ઓફ સિડની
  • યુનિવર્સિટી ઓફ મિશિગન
  • યુનિવર્સિટી ઓફ એમ્સટર્ડમ
  • યુનિવર્સિટી ઓફ ટોક્યો
  • યુનિવર્સિટી ઓફ શિકાગો
અન્ય સમાચારો પણ છે...