તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Top 10 RSS Leaders, Including Mohan Bhagwat, Discuss Manthan Corona And Kisan Andolan In Delhi

સંઘને ભાજપની ચિંતા:મોહન ભાગવત સહિત RSSના 10 મોટા નેતાઓનું દિલ્હીમાં મંથન- કોરોના અને કિસાન આંદોલનથી થયેલા નુકસાન પર ચર્ચા

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: રવિ યાદવ
  • કૉપી લિંક

હાલના સમયમાં ચારેબાજુ ઝુમલાઓનો સામનો કરી રહેલી મોદી સરકારની ઘટતી સાખને બચાવવા માટે હવે RSSએ કમર કસી લીધી છે. સંઘના 10 મોટા પદાધિકારી શનિવારે દિલ્હીમાં આયોજિત એક બેઠકમાં સામેલ થશે. જેમાં BJPના સીનિયર નેતાઓ પણ સામેલ થશે તેવી શક્યતા સેવાઈ રહી છે. સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત, દત્તાત્રેય હોસબોલે, કૃષ્ણ ગોપાલ, સુરેશ સોની અને ભાજપના કેન્દ્રીય સંગઠન મંત્રી બીએ સંતોષ સહિત અનેક મોટા નેતા દિલ્હી પહોંચી ગયા છે. તેઓ આવતીકાલની બેઠકને લઈને RSS કાર્યાલયમાં મંથન કરી રહ્યાં છે. જેનું નેતૃત્વ ભાગવતે પોતે સંભાળ્યું છે.

આ ચાર મુદ્દાઓને લઈને થઈ રહ્યું છે મહામંથન
1. બંગાળ ચૂંટણીમાં મળેલી હાર, બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અને બંગાળમાં ચાલી રહેલી વિચારધારાનું યુદ્ધ શું પરિણામ આવશે?
2. ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય અવરોધોને દૂર કરવા, પંચાયતની ચૂંટણીમાં ભાજપને હાર કેમ મળી?
3. કોરોના મહામારી દરમિયાન મોદી સરકારની સાખ કેમ ઘટી, કોરોનાનો સામનો કરવામાં કેન્દ્ર સરકાર ક્યાં નિષ્ફળ ગઈ? કેન્દ્રના મંત્રીમંડળમાં ફેરફારથી પાર્ટીને શું ફાયદો થશે?
4. કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ચાલી રહેલા કિસાન આંદોલનનો ઉકેલ, અનેક રાજ્યોના ગામડાંઓમાં ભાજપના નેતાઓ ઘુસી નથી શકતા.

મળતી માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક કેન્દ્રીય મંત્રી પણ RSS કાર્યાલય પહોંચ્યા હતા અને હાલની સ્થિતિ અંગે સંઘના મોટા પદાધિકારીઓને જાણ કરી હતી. આ સાથે જ હરિયાણા અને યુપી સરકારના મુખ્યમંત્રીઓની કામગીરી પણ ચર્ચા થઈ. સૂત્રોનું માનવામાં આવે તો અનેક મંત્રીઓની કાર્યપ્રણાલીને પણ તપાસવામાં આવી રહ્યાં છે અને આવનારા સમયમાં કેટલાંક નવા ચહેરા મોદી કેબિનેટમાં જોવા મળી શકે છે.

ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક કેન્દ્રીય મંત્રી RSS કાર્યાલય પહોંચ્યા હતા (ફાઈલ ફોટો)
ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક કેન્દ્રીય મંત્રી RSS કાર્યાલય પહોંચ્યા હતા (ફાઈલ ફોટો)

યુપી પર સૌથી વધુ ફોકસ
ઉત્તરપ્રદેશની વાત કરવામાં આવે તો અહીં પણ સ્થિતિ ઉત્તરાખંડમાં જે ત્રિવેન્દ્ર રાવતની થઈ હતી, તેવી જ બની રહી છે. મુખ્યમંત્રી અને તેમના ધારાસભ્યો વચ્ચે ગતિરોધ યથાવત છે. ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યા અને મુખ્યમંત્રી યોગી અનેક વખતે આમને સામને થતા જોવા મળ્યા છે. આ ઉપરાંત અનેક ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રી વિરૂદ્ધ જાત-પાત કરવાનો આરોપ લગાવ્યો છે.

એવામાં આવનારી ચૂંટણીમાં BJP કઈ રીતે જીત મેળવશે, તે એક મોટો પડકાર છે. હાલમાં જ થયેલી પંચાયત ચૂંટણીમાં પણ ભાજપનું પ્રદર્શન સારું નથી રહ્યું. જેના કારણે પ્રદેશમાં મોટા ફેરફારની શક્યતા જોવામાં આવી રહી છે. જો કે CM યોગીની સ્થિતિ બદલશે તેવી શક્યતા ઘણી જ ઓછી છે.

બંગાળની સ્થિતિને લઈને પણ થશે મંથન
બંગાળમાં મળેલી હારથી BJP હતાશ અને નિરાસ જોવા મળી રહી છે. તેમાં ફરીથી જીવ રેડવા માટે વડાપ્રધાને પણ અનેક લોકોને ફોન કરીને તેમની સ્થિતિ જાણી છે. ચૂંટણી પછી થયેલા રમખાણોની વાત કરવામાં આવે તો લગભગ એક લાખથી વધુ હિંદુ પરિવારો પર અસર થઈ છે. ગામડાંઓમાં તણાવથી કંટાળીને લોકો વિખેરાય ગયા છે. તો TMC છોડીને ભાજપમાં આવેલા નેતાઓને હવે ભાજપથી મોહ ભંગ થયો હોવાના સમાચારો પણ સામે આવવા લાગ્યા છે. એવામાં શનિવારે દિલ્હીમાં થનારી બેઠકમાં બંગાળની હાલની સ્થિતિ અંગે પણ ચર્ચા થશે.

દિલ્હી બોર્ડર પર છેલ્લાં છ મહિનાથી પણ વધુ સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું છે, જે ભાજપ-RSS માટે કેન્સરની ગાંઠ સમાન છે. (ફાઈલ)
દિલ્હી બોર્ડર પર છેલ્લાં છ મહિનાથી પણ વધુ સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું છે, જે ભાજપ-RSS માટે કેન્સરની ગાંઠ સમાન છે. (ફાઈલ)

કોરોના અને મોદી સરકારની સાખ
જ્યારે દેશ કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યું હતું ત્યારે મોદી અને તેમની આખી કેબિનેટ બંગાળમાં ફતેહ મેળવવાની તૈયારીઓમાં જોતરાયું હતું. પરંતુ બીજી લહેર એટલી ભયાનક હશે તે વાતનો અંદાજ કોઈએ લગાવ્યો ન હતો. કોરોના વેક્સિનની વાત કરવામાં આવે તો મોદી સરકારે પોતાની વાહવાહી માટે વેક્સિનને વિદેશોમાં મોકલીને વિરોધીઓના નિશાને આવી ગયા છે.

અનેક TV ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વે રિપોર્ટમા સાબિત થયું છે કે મોદી અને અમિત શાહની સાખને ધક્કો પહોંચ્યો છે. આ સ્થિતિને સુધારવા માટે સંઘ-ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. એવું પણ માનવામાં આવે છે કે મોદી કેબિનેટનો વિસ્તાર ટૂંક સમયમાં જ થઈ શકે છે.

કિસાન આંદોલન ચિંતાનું મોટું કારણ
દિલ્હી બોર્ડર પર છેલ્લાં છ મહિનાથી પણ વધુ સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું છે, જે ભાજપ-RSS માટે કેન્સરની ગાંઠ સમાન છે. કેન્દ્ર સરકારને લાગતું હતું કે આંદોલન લાંબુ ચાલશે તો વિખેરાય જશે, પરંતુ એવું ન થયું. હવે તો કિસાનનો નારો એ જ છે કે જ્યારે કાયદો પરત ખેંચાશે, ત્યારે ઘર પાછા ફરીશું. દિલ્હીની સાથે હરિયાણામાં મુખ્યમંત્રી અને મંત્રીઓના સાર્વજનિક કાર્યક્રમોમાં પણ કિસાનોએ પ્રતિબંધ લગાવી દીધો છે.
કિસાન અને પોલીસ વચ્ચે અનેક વખત હિંસક ઘટનાઓ પણ ઘટી છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ ચિતિંત છે. બે દિવસ પહેલાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ અંગે મોદી સાથે મુલાકાત કરી હાલની સ્થિતિથી અવગત કરાવ્યા છે.

દિલ્હીમાં સંઘના પદાધિકારીઓની બેઠકમાં આ વખતે કંઈ પણ સામાન્ય નહીં રહે. કેમકે લાંબા સમય પછી સત્તામાં આવેલી ભાજપની સાખ બચાવવામાં સંઘના મોટા પદાધિકારીઓ જોતરાયા છે. આ બેઠકમાં જે મુદ્દાઓને લઈને ચર્ચા થવાની છે તે સામાન્ય નહીં હોય, કેમકે રાજ્યો કે કેન્દ્રમાં કોઈ મોટા ફેરફાર થાય છે તો તેનાથી પણ જુથવાદ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...