તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Husband Took His Wife To The Forest On The Pretext Of Going For Firewood At Night And Cut Off Her Hand, Leaving Her Dead.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેની સાથે લવ મેરેજ કર્યા તેણે હેવાનિયત કરી:પતિએ રાત્રે લાકડા લેવા જવાના બહાને પત્નીને જંગલમાં લઈ જઈ હાથ કાપી નાખ્યા, મરી ગયેલી સમજી છોડી આવ્યો

ભોપાલએક મહિનો પહેલા
પીડિતાએ કહ્યું, કોર્ટ મેરેજ કર્યાના 15 દિવસ બાદ તેનો પતિ તેની પર શક કરવા લાગ્યો હતો.

મધ્યપ્રદેશમાં ચરિત્ર પર આશંકાને લીધે પતિ હેવાન બની ગયાની એક ઘટના સામે આવી છે. તેણે કુહાડીથી પત્નીના હાથ કાપી નાખ્યા. મંગળવારે મહિલા તેના સસરા સાથે સાગરમાં ભોપાલની હમીદિયા હોસ્પિટલ પહોંચી. અહીં ડોક્ટરની ટીમે 9 કલાક સુધી ઓપરેશન કર્યા બાદ બન્ને હાથ જોડી દીધા હતા. ડોક્ટરનું કહેવું છે કે હાથમાં મૂવમેન્ટ થઈ રહી છે. જોકે 3થી 4 દિવસ બાદ જ માલૂમ પડશે કે હાથ કામ કરશે કે નહીં.

હોસ્પિટલમાં દાખલ આરતીએ પતિની હેવાનિયતની માહિતી આપી
લગ્નના 15 દિવસ બાદ જ પતિ રણધીર ઝઘડો કરવા લાગ્યો હતો. સોમવારે રાત્રે સૌ ભોજન કરી ઊંઘી રહ્યા હતા. રાત્રે આશરે 11 વાગ્યા હતા. રણધીરે જંગલમાંથી લાકડાં લાવવાની વાત કહી. મેં કહ્યું, આટલી મોડી રાત્રે શા માટે? આવતીકાલ સવારે જઈશું. તેણે કહ્યું કે લાકડાં કાપીને રાખ્યા છે, બસ ઉઠાવીને લાવવાનાં છે.

અમે ઘરેથી નીકળ્યા. ગામ પાસે આવેલી નદીના પુલની આગળ જઈ તેણે પૂછ્યું લાકડાં ક્યાંથી કાપવામાં આવે. મેં કહ્યું, ઉપરથી કાપો, પણ તેમણે લાકડાને બદલે મારી ઉપર જ કુહાડીના વાર કરવાનું શરૂ કર્યું. મારા હાથમાંથી લોહી વહેવા લાગ્યું. હું જમીન પર પડી ગઈ. બાદમાં રણધીર જતો રહ્યો.

આ સમયે મેં માર્ગમાં કાર અને ટ્રકોને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે મને જોઈ નહીં. રણધીર મને જોઈને ફરી મારી તરફ આવ્યો. હું બેભાન થઈ ગઈ હોવાનું નાટક કરી જમીન પર પડી ગઈ. ત્યાર બાદ તે પરત જતો રહ્યો અને એક ટ્રકમાં બેસીને જતો રહ્યો. હું પહેલી વખત જંગલ ગઈ હતી. જેમ-તેમ કરીને હું ઘરે પહોંચી અને પરિવારને આ ઘટના અંગે જાણ કરી.

અઢી મહિના અગાઉ રણધીર અને અનીતાના કોર્ટ મેરેજ થયા હતા
અનીતાએ કહ્યું, અમે આશરે અઢી મહિના અગાઉ 8 જાન્યુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. પાંચ વર્ષ અગાઉ રાયસેનના ફુલ્વારામાં એક લગ્ન પ્રસંગે અમારી મુલાકાત થઈ હતી. લગ્ન કર્યાના 15 દિવસ સારા પસાર થયા, પણ અચાનક મારી ઉપર તે શક કરવા લાગ્યો, તે કહેતો કે તું અન્ય કોઈની સાથે વાતચીત કરી રહી છે. હું શા માટે અન્ય કોઈની સાથે વાતચીત કરું. મેં તો તમારી સાથે લવ મેરેજ કર્યા છે.

પિતાએ કહ્યું- મારી દીકરી મરી ગઈ, સસરા જ સારવાર કરાવી રહ્યા છે

આરતીનું પિયર સિહોર જિલ્લાના સાતયોગ ગામમાં છે. ઘરમાંથી માતાપિતા અને 2 નાનાં ભાઈ-બહેન છે. લગ્ન બાદ ઘરે વાત કરવા સંપર્ક કર્યો, પણ પિતાએ કહ્યું મારી દીકરી મારા માટે મરી ગઈ છે. માટે બાદમાં પરિવારના સભ્યો સાથે કોઈ વાતચીત નથી થઈ. બીજી બાજુ, આરતીના સસરા નારાયણ સિંહ જ તેની હોસ્પિટલમાં દેખરેખ રાખી રહ્યા છે. તે કહે છે કે મારે ત્રણ દીકરા હતા. હવે ત્રીજો દીકરો મારા માટે મરી ગયો. તેની સાથે મારે કોઈ જ લેવાદેવા નથી.

ડોક્ટરે 9 કલાક ઓપરેશન કરી હાથને 95 ટકા સુધી જોડી દીધો

હમીદિયા હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો.આનંદ ગૌતમે જણાવ્યું કે પીડિતને લઈ તેનો પરિવાર મંગળવારે આશરે 1 વાગે આવ્યો હતો. એ સમયે તેના બન્ને હાથ અનુક્રમે 90-95 અને 95 ટકા કપાઈ ચૂક્યા હતા.

અમે બન્ને હાથને જોડી દીધા છે. આજે સવારે તેમના હાથમાં મૂવમેન્ટ જોવા મળી છે. દર્દી તેના હાથની મૂવમેન્ટ કરી શકે છે. તેમ છતાં હાથ કામ કરવા અંગે ત્રણથી ચાર દિવસમાં જ માલૂમ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો