વર્ષ 2021નું પ્રથમ સંપૂર્ણ ચંદ્રગ્રહણ આવતીકાલે થશે. પૂર્ણ ચંદ્રગ્રહણને સુપરમૂન અને બ્લડ મૂન પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લડ મૂનનો સમયગાળો ફક્ત 14 મિનિટનો જ છે. બ્લડ મૂનના સમયે ચંદ્રમાની કિનારો લાલ થઈ જાય છે અને પૃથ્વીના પડછાયા હેઠળ સંપૂર્ણ ચંદ્ર ઢંકાઈ જાય છે. જોકે બ્લડ મૂન ભારતમાં દેખાશે નહીં.
ભારતમાં ઉપછાયા ચંદ્રગ્રહણ છે. માટે ગ્રહણનો સૂતક કાર્યકાળ માન્ય નહીં હોય. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રહણકાળમાં સુતકકાળના સમયે શુભ કાર્ય, ખાવા-પીવાની ક્રિયા કરવામાં આવતી નથી. એવી માન્યતા છે કે તેમાં દોષ લાગી શકે છે. તો ચાલો ભારતમાં કેટલા વાગે અને ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ
તારીખ અને સમય
વર્ષ 2021ના પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ આવતીકાલે દેખાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 2:17 વાગે શરૂ થશે અને સાંજના 7:19 વાગ્યા સુધી દેખાશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પોર્ટ બ્લેયરથી ગ્રહણને સાંજે 5:38 મિનિટથી 45 મિનિટ સુધી જોઈ શકાય છે. આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં લાગશે. આ ચંદ્રગ્રહણ કુલ 5 કલાક અને 2 મિનિટ સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ પછીનું બીજુ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે થશે.
ભારતમાં પૂર્વોત્તરના વિસ્તારો (સિક્કીમ સિવાય), પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો, ઓડિસાના કેટલાક તટીય પ્રદેશો તથા આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ચંદ્રોદયના થોડા સમય બાદ ગ્રહણનો આંશિક તબક્કો પૂર્ણાવૃત્તિ સુધી દેખાશે. તે પુરી તથા માદવાથી પણ સાંજે 6:21 વાગ્યા સુધી જોઈ શકાશે. જોકે તે ફક્ત 2 મિનિટ માટે જોઈ શકાશે.
વિશ્વમા પૂર્વ એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના વિસ્તારો તથા ઓસ્ટ્રેલિયાથી પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાડશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ ઉપછાયા હશે, જેને કારણે તે ભારતમાં ચંદ્ર ગ્રહણ ધૂંધળુ દેખાશે. જોકે પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોના લોકો આંશિક ચંદ્ર ગ્રહણનો અંતિમ ભાગ જોઈ શકાશે.
સુપર બ્લડ મૂન
આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ પૂર્વ એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટાભાગોમાં તથા ઓસ્ટ્રેલિયામાં જોવા મળી શકે છે. પૂર્ણ ચંદ્રગ્રહણને જ સુપર બ્લડ મૂન કહેવામાં આવે છે. સુપર બ્લડ મૂનમાં ચંદ્રમાંની કિનાર લાલ રંગની દેખાય છે. ભારતમાં આ સુપર બ્લડ મૂન જોઈ શકાશે નહીં. પૂર્ણ ચંદ્રગ્રહણમાં ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં ઢંકાઈ જાય છે, માટે આ સમયે ચંદ્ર લાલ રંગનો દેખાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.