ધી ગ્રેટ ખલી ટોલ-કર્મી સાથે બાખડ્યો:ID માગતાં કર્મચારીને થપ્પડ મારી, પોલીસે છોડાવ્યા; રેસલરે કહ્યું- ખોટી જીદ કરતા હતા

ચંદીગઢ3 મહિનો પહેલા
  • ખલીએ કહ્યું- WWEમાં નામ અને પૈસો ઘણો છે, પરંતુ તે દેશની સેવા કરવા પરત ફર્યો છે

WWEના પ્રખ્યાત રેસલર દલીપ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી પર ટોલ-કર્મચારી દ્વારા થપ્પડ મારવાનો આરોપ લગાવાયો છે. ટોલ-કર્મચારીઓએ તેમની કારને ઘેરી લીધી હતી. આ પછી ત્યાં હાજર પોલીસ-કર્મચારીઓએ ખલીને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. ટોલ-કર્મચારીઓનું કહેવું છે કે આઈડી માગવા પર ખલીએ તેને થપ્પડ મારી હતી, જ્યારે ખલીનું કહેવું છે કે ટોલ-કર્મચારીઓ કારમાં બેસીને ફોટો પડાવવાની જીદ કરી રહ્યા હતા. તેમણે ટોલ-કર્મચારીઓ પર ગેરવર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. લુધિયાણા પોલીસે કહ્યું હતું કે આ મામલે કોઈ પક્ષે ફરિયાદ કરી નથી.

ધ ગ્રેટ ખલીનો ટોલ-કર્મચારીઓ સાથે દલીલબાજીનો વીડિયો વાઇરલ થયો છે.
ધ ગ્રેટ ખલીનો ટોલ-કર્મચારીઓ સાથે દલીલબાજીનો વીડિયો વાઇરલ થયો છે.

ખલીએ કહ્યું- ફોટો પડાવવાની ના પાડતાં ગેરવર્તન કર્યું
ખલીએ કહ્યું હતું કે તે જલંધરથી કરનાલ જઈ રહ્યો હતો. આ દરમિયાન ફિલ્લૌર નજીક લાડોવાલ ટોલ પ્લાઝા પર કર્મચારીઓ તેની સાથે ફોટો પડાવવા માગતા હતા. તે કારની અંદર બેસીને ફોટો પાડવાનું કહી રહ્યો હતો. જ્યારે તેણે ના પાડી તો તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.

WWEનો પૂર્વ ચેમ્પિયન, હવે પોતાની એકેડમી ચલાવે છે
ધ ગ્રેટ ખલી પ્રખ્યાત રેસલિંગ સ્પર્ધા WWEનો ચેમ્પિયન રહી ચૂક્યો છે. હવે જલંધરમાં તેની પોતાની કોન્ટિનેન્ટલ રેસલિંગ એકેડમી (CWE) ચલાવે છે, જ્યાં તે નવા કુસ્તીબાજોને તૈયાર કરી રહ્યો છે.

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ખલી ભાજપમાં જોડાયો હતો.
પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ખલી ભાજપમાં જોડાયો હતો.

ખલી ભાજપમાં જોડાઈ ગયો છે
ખલી પંજાબની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયો હતો. જોકે તેણે ચૂંટણી લડી ન હતી. ખલીએ કહ્યું હતું કે WWEમાં નામ અને પૈસો ઘણો છે, પરંતુ તે દેશની સેવા કરવા પરત ફર્યો છે.

અન્ય સમાચારો પણ છે...