તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન:ટૉલ ના ચૂકવતાં ટૉલકર્મીઓએ કાર રોકી રાખી, ગુસ્સે થયેલા યુવકે કચડવાનો પ્રયત્ન કર્યો

એક મહિનો પહેલા

રાજસ્થાનના ધૌલપુર-ભરતપુર નેશનલ હાઇવે પર એક કારચાલકે ટૉલકર્મીને કચડવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં ટૉલ બુથ પર કારચાલકે ટૉલ ચૂકવ્યો નહોતો. જે પછી ટૉલકર્મીઓએ કાર રોકતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કારચાલક ગુસ્સે થયો અને ટૉલકર્મીને કચડવાનો પ્રયત્ન કર્યો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે કારચાલક ત્રણ ટૉલકર્મી પર કાર ચઢાવી દે છે અને કારચાલક ત્યાંથી ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, આ ઘટના ચાર દિવસ પહેલાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં ટૉલકર્મીઓને સામાન્ય ઇજા થઈ છે. આ અંગે પોલીસને ફરિયાદ કરતાં આરોપી કારચાલકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...