• Gujarati News
  • National
  • Told The Government Not To Register New Cases Until The Reconsideration Process Is Completed; The Next Hearing Is In July

રાજદ્રોહના કાયદા પર સુપ્રીમ કોર્ટ કડક:સરકારને કહ્યું- પુનર્વિચાર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નવા કેસ નોંધવા નહીં; આગામી સુનાવણી જુલાઈમાં

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કોર્ટે કહ્યું, રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે
  • ભારતમાં સરકાર વિરુદ્ધ નફરત, તિરસ્કાર, અસંતોષ ફેલાવવો એ ગુનો ગણવામાં આવે છે

કેન્દ્ર સરકારે બુધવારે રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે ફરીથી કેન્દ્ર સરકારને IPCની કલમ 124Aની જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જ્યાં સુધી રિએક્ઝામિનેશન પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી 124A હેઠળ કોઈ કેસ નોંધવામાં આવશે નહીં.

અગાઉ, સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે IPCની કલમ 124A પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. તેમણે એ પ્રસ્તાવ મૂક્યો હતો કે ભવિષ્યમાં આ કાયદા હેઠળ, પોલીસ અધીક્ષકની તપાસ અને સંમતિ પછી જ FIR નોંધવી જોઈએ.

કેન્દ્રએ કહ્યું હતું કે જ્યાં સુધી પેન્ડિંગ કેસોનો સંબંધ છે, સંબંધિત અદાલતોને આરોપીઓના જામીન પર ઝડપથી વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવી શકે છે. નોંધનીય બાબત એ છે કે રાજદ્રોહના કેસમાં કલમ 124A સંબંધિત 10થી વધુ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

SGએ સરકાર વતી આ પણ કહ્યું

  • કેન્દ્રએ કહ્યું હતું કે ગુનાની નોંધણીને રોકી શકાય નહીં. કાયદાની અસર પર રોક લગાવવી યોગ્ય નથી, તેથી તપાસ માટે જવાબદાર અધિકારી હોવા જોઈએ, જેનો સંતોષ ન્યાયિક સમીક્ષાને આધીન છે.
  • એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે પેન્ડિંગ રાજદ્રોહના કેસોની ગંભીરતા જાણી શકાતી નથી. સંભવતઃ આમાં આતંકવાદી અથવા મની લોન્ડરિંગના એંગલ હોય છે. જે કોર્ટમાં પેન્ડિંગ છે અને આપણે એના ચુકાદાની રાહ જોવી જોઈએ.
  • બંધારણીય બેંચ દ્વારા માન્ય રાખવામાં આવેલી રાજદ્રોહની જોગવાઈઓ પર સ્ટે આપવાનો આદેશ આપવો એ યોગ્ય માર્ગ નથી.

એક દિવસ પહેલાં પૂછવામાં આવ્યું હતું - નવા કેસ નોંધાશે કે નહીં
મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું આ કાયદા હેઠળ નવા કેસ નોંધવામાં આવશે કે નહીં? કોર્ટે એમ પણ પૂછ્યું હતું- દેશમાં અત્યારસુધી IPC 124-A એક્ટ હેઠળ કેસ છે એનું શું થશે? તેઓ રાજ્ય સરકારોને કેમ સૂચના આપતા નથી કે આ કાયદા અંગે પુનર્વિચાર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી 124A હેઠળના કેસ સ્થગિત રાખવા જોઈએ.

કોર્ટે કહ્યું, રાજદ્રોહ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે
તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું સર્વોપરિ છે. આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટર્ની જનરલે પણ પોતાના અભિપ્રાયમાં આ વાતની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. કોર્ટે કહ્યું હતું કે કોની સામે રાજદ્રોહના આરોપમાં ટ્રાયલ ચાલી રહી છે અને તે આ આરોપમાં જેલમાં છે, તે યોગ્ય કોર્ટમાં જામીન માટે અરજી કરી શકે છે, કારણ કે કેન્દ્ર સરકારે આ કાયદા પર પુનર્વિચાર કરવા કહ્યું છે, તેથી કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી પુનર્વિચાર નહીં થાય ત્યાં સુધી આ કાયદા હેઠળ કોઈ કેસ નોંધાશે નહીં. ઉપરાંત પેન્ડિંગ કેસોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

કાયદાનું વર્તમાન સ્વરૂપ આવું છે
રાજદ્રોહની અરજી દાખલ કરનારાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી, મણિપુરના પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમચા, છત્તીસગઢના કન્હૈયાલાલ શુક્લાનો સમાવેશ થાય છે. આ કાયદામાં બિનજામીનપાત્ર જોગવાઈઓ છે, એટલે કે ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત સરકાર વિરુદ્ધ નફરત, તિરસ્કાર, અસંતોષ ફેલાવવો એ ગુનો ગણવામાં આવે છે. આરોપીને સજા તરીકે આજીવન કેદ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...