તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Today The Number Of Patients Will Cross Two Crores; India Became The Third Country In The World With The Highest Number Of Deaths, 3,000 People Lost Their Lives For The 7th Day In A Row

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:આજે દર્દીઓની સંખ્યા બે કરોડને પાર થશે; ભારત દુનિયાનો ત્રીજો દેશ જ્યાં સૌથી વધુ મૃત્યુ, સતત 7માં દિવસે 3 હજાર લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી11 દિવસ પહેલા
 • રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 20,394 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા
 • છેલ્લા બે દિવસથી દેશમાં નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ 99 લાખ 19 હજાર 715 પર પહોંચી ગઈ છે. મતલબ કે આજે આ આંકડો 2 કરોડને પાર થઈ જશે. ભારત એવો બીજો દેશ હશે જ્યાં 2 કરોડથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા હશે. અમેરિકામાં સૌથી વધુ 3.38 કરોડ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે.

છેલ્લા બે દિવસથી નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. રવિવારે દેશમાં 3 લાખ 69 હજાર 147 દર્દીઓ નોંધાયા છે. 3 લાખ 732 લોકો સાજા થયા. શુક્રવારે દેશમાં રેકોર્ડ 4 લાખ 2 હજાર 14 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જે શનિવારે ઘટીને 3 લાખ 92 હજાર 459 થયા હતા.

ભારત વિશ્વનો ત્રીજો દેશ છે જ્યાં સૌથી વધુ મોત થયા
સૌથી વધુ મૃત્યુવાળા દેશોમાં ભારત મેક્સિકોને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. અહીં અત્યાર સુધીમાં 2 લાખ 18 હજાર 945 લોકોનાં મોત થયાં છે. આ મુદ્દે અમેરિકા પ્રથમ નંબર પર છે. અહીં 5.92 લાખ અને બ્રાઝિલમાં 4.07 લાખ લોકોનાં મોત થયાં છે. ચોથા નંબર પર પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં 2.17 લાખ લોકોનાં મૃત્યુ નોંધાયા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.69 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,421

છેલ્લા 24 કલાકમાં કુલ રિકવર થયા: 2.99 લાખ

અત્યાર સુધીમાં કુલ કેસ: 1.99 કરોડ

અત્યાર સુધી સાજા થયા: 1.62 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.18 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 34.13 લાખ

કોરોના અપડેટ્સ

 • વિપક્ષની 13 પાર્ટીના નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કર્યું છે. તેણે સરકારને અપીલ કરી છે કે મોટા પાયે દેશમાં મફત વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવે. નેતાઓનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર ખૂબ જ ભયાનક બની રહી છે. તેને રોકવા માટે ફક્ત વેક્સિનેશન જ અસરકારક સાબિત થશે.
 • બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના સાંસદ સુશીલ મોદીના ભાઈનું કોરોનાના કારણે રવિવારે નિધન થયું હતુ.
 • અમેરિકાથી રવિવારની મોડી રાત્રે રેમડેસિવિરના 1 લાખ 25 હજાર ઇન્જેકશન ભારત પહોંચ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સે વધતા કોરોના કેસો વચ્ચે ટૂંક સમયમાં અન્ય સહાય મોકલવાનું કહ્યું છે.
 • હરિયાણા સરકારે 3 મેથી આગામી 7 દિવસ માટે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. આ માહિતી ગૃહ પ્રધાન અનિલ વિજે આપી હતી.
 • દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના પિતાનું કોરોનાથી અવસાન થયું છે. આ માહિતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
 • વધતા જતા કોરોના કેસને પગલે ઓડિશામાં બે અઠવાડિયાના લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 5 મેથી 19 મે દરમિયાન લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. હેલ્થકેર કર્મચારીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત સવારે 7 થી 12 વાગ્યા સુધી ઘરથી 500 મીટર દૂર જઈને શાકભાજી ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.
 • શનિવારે જર્મનીએ 120 વેન્ટિલેટર ભારત મોકલ્યા હતા. આવતા અઠવાડિયે જર્મનીની 13 ટેકનિકલ ટીમો મોબાઇલ ઓક્સિજન ઉત્પાદન અને ફિલિંગ પ્લાન્ટ પણ લાવશે. તે ભારતમાં તેના માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરશે.
ફોટો ઉત્તરપ્રદેશની રાજધાનીમાં આવેલી રામ મનોહર લોહિયા હોસ્પિટલનો છે. અહીં એક કોરોનાના દર્દીને આરોગ્ય કર્મચારી પાણી પીવડાવી રહ્યાં છે. હવે લખનઉમાં પહેલા કરતાં કોરોનાના નવા દર્દીઓ ઘટી રહ્યા છે.
ફોટો ઉત્તરપ્રદેશની રાજધાનીમાં આવેલી રામ મનોહર લોહિયા હોસ્પિટલનો છે. અહીં એક કોરોનાના દર્દીને આરોગ્ય કર્મચારી પાણી પીવડાવી રહ્યાં છે. હવે લખનઉમાં પહેલા કરતાં કોરોનાના નવા દર્દીઓ ઘટી રહ્યા છે.

મુખ્ય રાજયોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
રવિવારે 56,647 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 51,356 લોકો સ્વસ્થ થયા અને 669 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 47 લાખ 22 હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 39.81 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 70 હજાર 284 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 68 હજાર 353 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
રવિવારે 30,857 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 36,650 લોકો સાજા થયા અને 288 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 લાખ 13 હજાર લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તે પૈકી 10 લાખ 4 હજાર સાજા થયા છે, જ્યારે 13,162 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. 2 લાખ 95 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે 20,394 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 24,444 લોકો સ્વસ્થ થયા અને 407 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 11 લાખ 94 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 10 લાખ 85 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 16,966 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 92,290 ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
​​​​​​​રવિવારે, 11,825 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 16,931 લોકો સાજા થયા અને 246 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 82 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 5 લાખ 55 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 7,782 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 1 લાખ 19 હજારની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
​​​​​​​રવિવારે રાજ્યમાં 12,978 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 11,146 લોકો સ્વસ્થ થયા અને 153 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધી 5 લાખ 94 હજાર 602 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 4 લાખ 40 હજાર276 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 7,508 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,46,818 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
​​​​​​​રવિવારે રાજ્યમાં 12,662 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 13,890 લોકો સ્વસ્થ થયા અને 94 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 5 લાખ 88 હજાર 368 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 4 લાખ 95 હજાર 367 લોકો સાજા થયા છે, જ્યારે 5,812 લોકોનાં મોત થયા છે. અહીં 87,189 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો