તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોનાના વધતો ગ્રાફ ડરામણો છે. દરરોજ કોરોનાથી થતા મૃત્યુનો આંક પણ ઝડપભેર વધી રહ્યો છે. 4 એપ્રિલના રોજ એક લાખથી વધારે કેસ આવ્યા બાદ સોમાવેર પણ આશરે 97 હજાર કેસ આવ્યા હતા. આ સમય દરમિયાન 400થી વધારે લોકોના મોત નિપજ્યા હતા.
ગયા મહિને એક સપ્તાહમાં સરેરાશ મોતની વાત કરવામાં આવે તો માર્ચના પ્રથમ સપ્તાહમાં આ આંકડો 97 હતો. જ્યારે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આ આંકડો 490 થઈ ગયો છે. એટલે કે એક સપ્તાહમાં થતા સરેરાશ મોતનું પ્રમાણ પાંચ ગણાથી વધારે વધી ગયું છે.
દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યૂ
કોરોનાના વધેલા કેસ પર અંકૂશ લગાવાવ માટે દિલ્હી સરકારે વ્યાપક પગલાં ભર્યાં છે. અહીની કેજરીવાલ સરકારે દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રીના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન દિલ્હીમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ રહેશે. આ સાથે પરિવહન પર પણ પ્રતિબંધ રહેશે. દિલ્હી સરકારનો આદેશ તાત્કાલિક રીતે લાગુ થશે. જોકે આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને રાહત આપવામાં આવશે. દિલ્હીમાં છેલ્લા 4 દિવસથી 3500થી વધારે કેસ સામે આવી રહ્યા છે અને પોઝિટિવિટી રેટ પણ 5.5 ટકાથી ઉપર છે. જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન જરૂરી સેવાઓ સાથે જોડાયેલ લોકોને રાહત આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને પોઝિટિવિટી રેટ પણ 5.5% ઉપર પહોંચી ગયો છે, જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 96 હજારથી વધારે કેસ
છેલ્લા 24 કલાકમાં 96,563 નવા કેસ નોંધાયા, 50,095 સાજા થયા અને 445 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 7.84 લાખ થઈ ગઈ છે. તેમાં છેલ્લા 6 દિવસમાં 30,000થી વધુનો વધારો થઈ રહ્યો છે. એવામાં અંદાજો છે કે આજે આ 8 લાખને પાર થઈ શકે છે.
દેશમાં અત્યાર સુધીમાં 1.27 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.17 કરોડ લોકો સાજા થયા છે. અને 1.65 લાખ લોકોના મૃત્યુ થયા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.
કોરોના અપડેટ્સ
મુખ્ય રાજ્યની પરિસ્થિતી
1. મહારાષ્ટ્ર
અહીં સોમવારે 47,288 નવા કેસ નોંધાયા હતા. 26,252 દર્દીઓ સાજા થયા અને 155 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજયમાં અત્યાર સુધીમાં 30.57 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 25 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 56,033 લોકોના મોત થયા છે. અહીં લગભગ 4.51 લાખ લોકો સારવાર હેઠળ છે.
2. દિલ્હી
અહીં સોમવારે 3,548 નવા કેસ નોંધાયા હતા. 2,936 દર્દી સજા થયા અને 15 લોકોના મોત થયા. અહીં અત્યાર સુધીમાં 6.79 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, 6.54 લાખ સાહા થયા છે અને 11,096 લોકોના મોત થયા છે. હાલમાં 14,579 દર્દીની સરવાર ચાલી રહી છે.
3. મધ્યપ્રદેશ
અહીં સોમવારે 3,398 નવા કેસ નોંધાયા હતા. 2,064 લોકો સજા થયા, જ્યારે 15 લોકોના મોત થયા. રાજયમાં અત્યાર સુધીમાં 3.10 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.83 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,055 લોકોના મોત થયા છે. હાલમાં 22,654 લોકોની સારવાર ચાલી રહી છે.
4. ગુજરાત
અહીં સોમવારના 3,160 નવા કોરોનાના કેસ નોંધાયા હતા.2,028 દર્દી સાજા થયા, જ્યારે 15 લોકોના મોત થયા . રાજયમ અત્યાર સુધીમાં 3.21 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 3 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,581 લોકોના મોત થયા છે. હાલમાં 16,252 દર્દીઓ સારવાર હેઠળ છે.
5. પંજાબ
સોમવારે અહીં 2,692 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,515 સાજા થયા, જ્યારે 72 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.54 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.21 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,155 ના મોત થયા છે હાલમાં, 25,419 લોકો સારવાર લઈ રહ્યા છે.
6. રાજસ્થાન
સોમવારે અહીં 2,429 નવા કેસ નોંધાયા હતા. 527 દર્દીઓ સાજા થયા અને 12 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 3.41 લાખ દર્દીઓ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3.24 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 2,841 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 14,768 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.