તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Today Shila Sanskar In Vedic Manner, Navagraha Puja, Dipotsav Live Broadcast From Ramni Pauri; Bhumipujan Tomorrow At 12:30 P.m.

અયોધ્યાથી LIVE:મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

અયોધ્યા2 મહિનો પહેલા
અયોધ્યાના સરયૂ ઘાટ પર સોમવારે સંધ્યા આરતી કરવામાં આવી હતી. આ પહેલા યોગી આદિત્યનાથે પણ પૂજા કરી હતી.
 • પ્રધાનમંત્રી મોદી બુધવારે અયોધ્યામાં 12:30 વાગે રામ મંદિર માટે ભૂમિપૂજન કરશે
 • ધાર્મિક અનુષ્ઠાનના બીજા દિવસે મંગળવારે રામ જન્મભૂમિમાં રામઅર્ચન પૂજા થઈ, કાશી અને અયોધ્યાના 9 વેદાચાર્યે પૂજા કરી
 • રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ પૂરી; શહેરની બોર્ડર સીલ, 5 ઓગસ્ટે સ્થાનિક લોકોએ ઓળખ કાર્ડ જોડે રાખવું ફરજિયાત

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ત્રણ દિવસીય અનુષ્ઠાનનો આજે બીજો દિવસ છે. આજે રામ જન્મભૂમિમાં રામઅર્ચન પૂજા થઈ છે. કાશી અને અયોધ્યાના 9 વેદાચાર્યે પૂજા કરી. તે છ કલાક ચાલી હતી. યજમાન તરીકે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય રાજા વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા અને તેમની પત્ની હાજર રહ્યા હતા.

બીજીતરફ, અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજનમાં થોડા કલાકો જ બાકી છે. 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરનો પાયો નાખશે. તેના માટે બધી તૈયારીઓ થઈ ગઈ છે. મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે અને પારીજાતનું વૃક્ષ પણ વાવશે. શહેરમાં SPGએ સુરક્ષા સંભાળી લીધી છે. શહેરની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. 5 ઓગસ્ટ સુધી બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ ઓળખ કાર્ડ જોડે રાખવું ફરજિયાત છે.

બીજી બાજુ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, સરળતા, સાહસ, સયંમ, ત્યાગ, વચનબદ્ધતા, દીનબંધુ રામ નામનો સાર છે. રામ દરેકમાં છે, રામ સૌની સાથે છે. ભૂમિપૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, ભાઈચારા અને સાંસ્કૃતિક સમાગમનો પ્રસંગ બને.

મંગળવારે રામ જન્મભૂમિ ખાતે વૈદિક રીતે વાસ્તુ શાંતિ, શિલા સંસ્કાર અને નવગ્રહ પૂજા થશે. તે પછી શ્રી હનુમાનગઢીના વિશેષ પ્રતીકોની પૂજા કરવામાં આવશે. તે વર્ષો પછી થવા જઈ રહી છે. ભૂમિપૂજન બુધવારે બપોરે 12:30 કલાકે શરૂ થશે, જે 10 મિનિટ સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 3 કલાક અયોધ્યામાં રોકાશે.

રામ કી પૌડીને ભવ્ય રીતે સજાવવામાં આવી છે.
રામ કી પૌડીને ભવ્ય રીતે સજાવવામાં આવી છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે અયોધ્યાને સીલ કરવામાં આવ્યું છે. 5 ઓગસ્ટે મોદી હનુમાનગઢીની મુલાકાત લઈને જન્મભૂમિ પરિસર પહોંચશે. તેઓ અહીં પારિજાતનો છોડ રોપશે. દેશભરમાં ભૂમિપૂજન ઉજવણીના લાઇવ કવરેજ માટે 48થી વધુ હાઇટેક કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા દૂરદર્શન અને ANI ન્યૂઝ એજન્સીના છે. દૂરદર્શન અને ANIના 100થી વધુ સભ્યો કેમ્પસમાં રહેશે. આજે અયોધ્યામાં યોજાનારા દીપોત્સવ અને અન્ય કાર્યક્રમો માટે ચેનલોની OB વાન ત્રણ દિવસથી રામ કી પૌડીમાં વ્યસ્ત છે.

આજે 9 વૈદિક આચાર્ય રામાર્ચના પૂજન કરશે

 • ત્રણ દિવસીય ધાર્મિક વિધિની શરૂઆત સોમવારે ગૌરી ગણેશ અને ભગવાન રામ અને માતા સીતાનાં દેવતાઓની પૂજા સાથે થઈ હતી. આજે રામઅર્ચન પૂજા થશે.
 • કાશી, પ્રયાગરાજ અને અયોધ્યાના 9 વૈદિક આચાર્ય આ પૂજા કરશે. ભગવાન રામના નામનો જાપ થશે.
 • તે જ સમયે, 5 ઓગસ્ટે, ભૂમિપૂજન કાર્યક્રમના યજમાન વીએચપીના પ્રમુખ રહેલા અશોક સિંઘલના પુત્ર સલીલ હશે.

રાજનાથ અને કલ્યાણ અયોધ્યા નહીં આવે

 • શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજન સમારોહ માટે દેશની તમામ પરંપરાઓના સંતો અને અન્ય લોકો સહિત 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે.
 • સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે કોરોનાને કારણે અયોધ્યાની મુલાકાતનો કાર્યક્રમ રદ કર્યો છે.
 • વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી વર્ચ્યુઅલ રીતે ભૂમિપૂજન સમારોહમાં જોડાશે. જિલ્લા વહીવટીતંત્રે વીડિયો કોન્ફરન્સિંગ ગોઠવી છે.

આજે અને આવતીકાલે 2100 દીવડાઓથી મહા આરતી કરવામાં આવશે

 • ​​​અયોધ્યાના સરયુ ઘાટ પર અંજનાય સેવા સંસ્થા દરરોજ નિત્ય મહાઆરતી પૂરી પાડે છે.
 • ભૂમિપૂજન ઉજવણી પ્રસંગે મંગળવાર અને બુધવારે સંસ્થાએ 2100 દીવાઓનો ભવ્ય સમારોહ કરવાનો નિર્ણય કર્યો છે.
 • આ ઉપરાંત અનેક મંદિરોમાં સોમવારથી ભૂમિપૂજનનો તહેવાર શરૂ થયો છે.
 • તપસ્વી શિબિરના મહંત પરમહંસ દાસે 5100 દીવડાઓ પ્રગટાવી અને એક અઠવાડિયા સુધી ઉદાસીન ઋષિ આશ્રમમાં દીવડાઓ પ્રગટાવી મંદિર નિર્માણની ઉજવણી કરી. બુધવારે તહેવાર ચરમસીમાએ હશે.

અહીં, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તૈયારીઓનું નિરીક્ષણ કરવા આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે કોરોના અંગેના પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવશે. જેમને આમંત્રણ આપ્યું હતું, માત્ર તેઓ જ અહીં હાજર છે. આ ઐતિહાસિક ક્ષણ હશે જ્યારે પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણનો પાયો નાખશે. તેમણે દેશની જનતાને દીવો પ્રગટાવવા હાકલ કરી હતી. અભિજિત મુહૂર્તને કારણે મંદિરના નિર્માણમાં કોઈ અડચણ આવશે નહીં. આ સમયગાળામાં રોગબાણ, અગ્નાબાણ, રાજબાણ, ચોરબાણ અને મૃત્યુબાણ નથી. તેમના ન હોવાથી રોગ, અગ્નિ, રાજ્યની કટોકટી, ચોરી અને મૃત્યુનું સંકટ આવશે નહીં.

અયોધ્યા નગરી રંગબેરંગી લાઈટોથી શણગારેલી છે.
અયોધ્યા નગરી રંગબેરંગી લાઈટોથી શણગારેલી છે.

રામ મંદિરના ભૂમિપૂજનનું મુહૂર્ત કાઢનારા ગણેશ્વર શાસ્ત્રીએ કહ્યું છે કે અભિજિત મુહૂર્તના 16 ભાગોમાંથી 15 ભાગ ખૂબ શુદ્ધ છે, જેમાં આ 32 સેકન્ડ મહત્ત્વના છે. બુધવાર હોવાથી મંદિર નિર્માણ કોઈપણ અડચણ વિના સફળતાપૂર્વક પૂર્ણ થશે.​​​​

આ હશે અયોધ્યાનું નવું રેલ્વે સ્ટેશન: ઉત્તર રેલ્વેએ 104 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર અયોધ્યા સ્ટેશનનું મોડેલ બહાર પાડ્યું છે.
આ હશે અયોધ્યાનું નવું રેલ્વે સ્ટેશન: ઉત્તર રેલ્વેએ 104 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર અયોધ્યા સ્ટેશનનું મોડેલ બહાર પાડ્યું છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો