તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Today One Lakh Lamps Will Be Lit By Ram Ki Padi; Ram Nagari Adorned With Colorful Flowers And Yellow

અયોધ્યામાં દીપોત્સવ:એક લાખ દીવડાથી ઝળહળી ઊઠી રામ કી પૈડી, રામ નગરીને રંગબેરંગી ફૂલોથી શણગારાઈ

અયોધ્યાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અયોધ્યામાં 12.30 વાગ્યે રામ મંદિરનું ભૂમિપૂજન કરશે
  • ધાર્મિક અનુષ્ઠાનના બીજા દિવસે મંગળવારે રામ જન્મભૂમિમાં રામાર્ચા પૂજા થઇ
  • કાશી અને અયોધ્યાના 9 વેદાચાર્યએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી

ઉત્તરપ્રદેશની ધાર્મિક નગરી અયોધ્યા રામમય થઇ ચૂકી છે. રામ કી પૈડી એક લાખ દીવડાથી ઝળહળી ઊઠી હતી. રામ નગરીને રંગબેરંગી ફૂલોથી શણગારાઈ છે. અહીં સાકેત મહાવિદ્યાલયથી હનુમાનગઢી સુધી લગભગ દોઢ કિમીનો વિસ્તાર અલગ રંગમાં દેખાય છે. રસ્તા પર બન્ને કિનારાના ભવન પીળા રંગમાં છે. તેમના પર રામકથાના ચિત્ર દિવ્યતાનો અનુભવ કરાવે છે. લોકો અલગ અલગ વિસ્તારમાં સેલ્ફી લઇને આ ક્ષણને કેદ કરવા માગે છે. સિક્યોરિટીના કારણે મોટાભાગની દુકાનો બંધ છે. સરકારી ગાડીઓની અવરજવર વધારે છે. હનુમાનગઢીમાં એન્ટ્રી માટે લગાવવામા આવેલા બેરિકેટિંગ પણ હટાવી દેવામા આવ્યા છે.

રામ કી પૈડી પર દીવડાઓ પ્રગટાવવા માટે લોકો એકઠા થયા હતા.
રામ કી પૈડી પર દીવડાઓ પ્રગટાવવા માટે લોકો એકઠા થયા હતા.
રંગબેરંગી રોશનીથી અયોધ્યા ઝળહળી ઉઠ્યું.
રંગબેરંગી રોશનીથી અયોધ્યા ઝળહળી ઉઠ્યું.
માર્ગો ઉપર પણ રંગબેરંગી લાઈટો કરાઈ હતી.
માર્ગો ઉપર પણ રંગબેરંગી લાઈટો કરાઈ હતી.

ફૂલો અને પીળા કપડાથી વધી રહી છે અયોધ્યાની શોભા
વડાપ્રધાનના સ્વાગત માટે VHP, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છે. અયોધ્યાને છેલ્લા દસ દિવસોથી પીળા રંગથી રંગવામા આવી છે. રસ્તાની બન્ને તરફ અને દોઢ કિમીના દાયરામાં જે પણ મકાન-દુકાન આવે છે તેમને રંગવામા આવ્યા છે. રસ્તાની બન્ને તરફ ફૂલોની સજાવટ છે. રસ્તામાં દરેક જગ્યાએ જે છત પર સિક્યોરિટી રહેશે તે ચેક થઇ રહ્યું છે.

પથ્થરોનું કોતરકામ નિહાળી રહેલા લોકો
પથ્થરોનું કોતરકામ નિહાળી રહેલા લોકો

દુકાનો પર ઝાલર લાગી, એક લાખ દીવડાથી ઝળહળી ઊઠી રામ કી પૈડી
હનુમાનગઢીના રસ્તાને પીળા વસ્ત્રોથી સજાવવામાં આવી રહ્યા છે. દરેક ઘર અને દુકાન પર રાત્રે રોશની માટે ઝાલર લટકાવવામા આવી છે. હનુમાનગઢીથી નયાઘાટ સુધી જેવી અયોધ્યા પહેલા હતી તેવી જ છે. નયાઘાટ રામ કી પૈડી પર દીપોત્સવ મનાવવામાં આવ્યો.. અહીં લગભગ 1 લાખ દીવડા પ્રગટાવવામા આવ્યા.

લોકોને અપીલ કરવામા આવી છે કે તેઓ ઘરમાં જ રહે. લોકો વડાપ્રધાનને જોવા માટે ઉત્સુક છે. તેમનું કહેવું છે કે બેરિકેડિંગ કરવામા આવી છે. પંરતુ લોકો ઘરેથી બહાર નિકળીને જોશે તો ખરા જ.

હનુમાનમઢી મંદિરમાં દર્શન કરવા આવેલા ભાવિકો
હનુમાનમઢી મંદિરમાં દર્શન કરવા આવેલા ભાવિકો

આજે રામાર્ચા અને હનુમાન નિશાનનું પૂજન થયું
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ચાલી રહેલા ત્રણ દિવસના અનુષ્ઠાનનો આજે બીજો દિવસ છે. અયોધ્યામાં ધાર્મિક અનુષ્ઠાનના બીજા દિવસે રામ જન્મભૂમિમાં રામાર્ચા પૂજા થઇ. કાશી અને અયોધ્યાના 9 વેદાચાર્યએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. તે છ કલાક ચાલ હતી. યજમાન તરીકે ભાજપ મહાનગર અધ્યક્ષ અભિષેક મિશ્રા અને તેમના પત્ની ઉપસ્થિત રહ્યા હતાં.

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનમાં હવે માત્ર અમુક કલાક જ બચ્યા છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિલાન્યાસ કરશે. તેના માટે બધી તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. શહેરમાં SPGએ સુરક્ષા સંભાળી લીધી છે. શહેરની સીમાઓ સીલ કરી દેવામા આવી છે. 5 ઓગસ્ટ સુધી બહારની વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો છે. સ્થાનિકોને ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...