તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Nobel Peace Prize To Mother Teresa; Eight Killed In London Beer Flood In 1814; Game Of The Century Game Of Chess In 1956

ઈતિહાસમાં આજે:મધર ટેરેસાને શાંતિનું નોબલ; 1814માં લંડન બિયર ફ્લડમાં આઠ લોકોનાં મોત; 1956માં ચેસની રમત ગેમ ઓફ ધ સેન્ચુરી

10 દિવસ પહેલા
 • કૉપી લિંક

આજનો દિવસ ઘણો જ મહત્ત્વનો છે. એક તો મધર ટેરેસાને શાંતિનું નોબલ પુરસ્કાર આજના જ દિવસે 1979માં આપવામાં આવ્યું હતું. બીજું, 1956માં ચેસની રમતમાં એ યાદગાર મુકાબલો રમવામાં આવ્યો હતો, જેને ગેમ ઓફ ધ સેન્ચુરી કહેવામાં આવે છે.

પહેલાં વાત મધર ટેરેસાની. 26 ઓગસ્ટ 1910નાં રોજ અલ્બેનિયાના સ્કાપ્ઝમાં જન્મ થયો. તેમનું નામ ગોંઝા બોયાઝિઝુ હતું. માત્ર 12 વર્ષના હતા ત્યારે તેમને અનુભવ થયો કે તેમનું જીવન માનવ સેવામાં વ્યતીત કરશે. 18 વર્ષની ઉંમરે સિસ્ટર્સ ઓફ લોરેટોમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. આયરલેન્ડ જઈને અંગ્રેજી શીખ્યા. 1929માં કોલકાતામાં લોરેન્ટ કોન્વર્ટ પહોંચ્યા. બીજી વિશ્વયુદ્ધ પછી બંગાળમાં જોરદાર દુષ્કાળ પડ્યો. ત્યારે મધર ટેરેસાએ ગરીબોની સેવા શરૂ કરી.

તેમણે ઓક્ટોબર 1950માં વેટિકનથી મિશનરી ઓફ ચેરિટી બનાવી. 1951માં ભારતીય નાગરિકતા લીધી. તેમનું નિધન થયું ત્યાં સુધી એટલે કે 1997 સુધી 120 દેશોમાં તેમની મિશનરી 594 આશ્રમોમાં અને 3480 સિસ્ટરના રૂપમાં ફેલાઈ ગઈ હતી. મધર ટેરેસાને માનવતાની સેવા માટે ભારત સરકારે પહેલાં 1962માં પદ્મ શ્રી અને બાદમાં 1980માં ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. માનવ સેવા અને ગરીબોની સારસંભાળ રાખનારા મધર ટેરેસાને પોપ જોન બીજાએ 19 ઓક્ટોબર 2003નાં રોજ રોમમાં ધન્ય જાહેર કર્યા હતા. 15 માર્ચ 2016નાં રોજ પોપ ફ્રાંસિસે કાર્ડોના પરિષદમાં સંતની ઉપાદિ આપવાની જાહેરાત કરી હતી.

13 વર્ષના બોબી ફિશરે રચ્યો ઈતિહાસ

બોબ ફિશર
બોબ ફિશર

વાત 1956ની છે. 17 ઓગસ્ટનાં રોજ 13 વર્ષના રોબર્ટ જેમ્સ ફિશરે ઈતિહાસ રચ્યો, જેને બાદમાં બોબી ફિશરના નામથી લોકો ઓળખવા લાગ્યા. તેને ચેસની રમતમાં ક્વીનનું બલિદાન આપીને જીત મેળવી હતી અને આ ગેમને કહેવામાં આવી 'ગેમ ફ ધ સેન્ચુરી.' અત્યાર સુધી આ ગેમને ચેસ પર લખાયેલાં હજારો પુસ્તકો અને કલેક્શનમાં ચર્ચામાં સામેલ કરવામાં આવી છે. ન્યૂયોર્કમાં આ મેચ રમાયો હતો, જેમાં યુએસ જુનિયર ચેમ્પિયન બોબી ફિશરે ડોનાલ્ડ બાયર્નને હરાવ્યો હતો.

લંડનમાં બીયરની 15 ફુટ ઊંચી લહેરો

1814માં થયેલા લંના ઈન્ડસ્ટ્રીયલ એક્સીડન્ટને આજે પણ લંડન બીયર ફ્લડના નામથી ઓળખવામાં આવે છે
1814માં થયેલા લંના ઈન્ડસ્ટ્રીયલ એક્સીડન્ટને આજે પણ લંડન બીયર ફ્લડના નામથી ઓળખવામાં આવે છે

1814માં લંડનની સેન્ટ જાઈલ્સમાં આઠ લોકોના મોત થયા હતા અને તે પણ બીયરના પૂરના કારણે. આ એક ઈન્ડસ્ટ્રીયલ એક્સીડન્ટ હતો, જેમાં 3.20 લાખ ગેલનથી વધુ બીયરથી ભરેલું કન્ટેનર ફાટ્યુ હતું. નીચે ગરીબોની વસ્તી હતી, જેના પર આ બીયર પડી હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે બીયર ફેક્ટરીની દીવાલ તૂટી ગઈ હતી. ફેક્ટરીમાં તો કોઈ નુકસાન ન થયું, પરંતુ ફેક્ટરીની પાસે રહેતા એક બાળકને અંતિ વિદાઈ આપવા ભેગા થયેલા લોકો પર આ આપદા હતી. તમામ તપાસ કમિટી બનાવવામાં આવી, પરંતુ ફેક્ટરીના માલિકને બેદરકારી માટે જવાબદાર ન ગણાવવામાં આવતા આ ઘટનાને એક્ટ ઓફ ગોડ કહેવામાં આવી. બીયરની લહેર 15 ફુટ ઊંચી ગઈ હતી, જે એકાએક આવી અને લોકોને બચવાનો કોઈ જ તક પણ મળી ન હતી.

આજની તારીખ આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છે

 • 1870: કલકત્તા પોર્ટને એક બંધારણિય નિકાસ પ્રબંધન હેઠળ લાવવામાં આવ્યું.
 • 1888: વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને ઓપ્ટિકલ ફોનોગ્રાફની પેટન્ટ માટે એપ્લિકેશન આપી.
 • 1912: બુલ્ગારિયા, યુનાન અને સર્બિયાએ ઓટોમન સામ્રાજ્ય વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી.
 • 1917: પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટને પહેલી વખત જર્મની પર હવાઈ હુમલાઓ કર્યા.
 • 1933: પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઇને નાઝી જર્મનીથી અમેરિકા ચાલ્યા ગયા.
 • 1941: બીજા વિશ્વ યુદ્ધમાં પહેલી વખત જર્મનીની એક સબમરીને અમેરિકાની જહાજ પર હુમલો કર્યો.
 • 2003: ચીને અંતરિક્ષમાં એશિયાના પહેલા અને વિશ્વના ત્રીજા દેશ તરીકે અંતરિક્ષમાં માનવ મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી.
 • 2004: ગુઆંતાનામો બે જેલમાં કેદીઓ પર અત્યાચાર આપવાનો ખુલાસો થયો.
 • 2009: હિંદ મહાસાગરમાં સ્થિત માલદીવે પાણીની અંદર દુનિયાની પહેલી કેબિનેટ બેઠક કરી તમામ દેશોને ગ્લોબલ વોર્મિગના ખતરાની ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો