તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઠંડી શરૂ થતાં જ સૌથી મોટી સમસ્યા થઈ જાય છે ધુમ્મસની. આજથી 68 વર્ષ પહેલાં 1952માં બ્રિટનના પાટનગર લંડનમાં એવું ભયાનક ધુમ્મસ છવાયું હતું, જેને કારણે 12 હજાર લોકોના જીવ ગયા હતા. આ ધુમ્મસ કોઈ એક કે બે દિવસ નહીં, પરંતુ 5 દિવસ સુધી છવાયેલું રહ્યું હતું.
હકીકતમાં એવું થયું હતું કે બ્રિટનમાં ખૂબ જ ઠંડી પડી હતી. ત્યાં શિયાળાની સીઝનમાં સામાન્ય રીતે ધુમ્મસ છવાયેલું રહેતું હોય છે. 5 ડિસેમ્બરની સવાર પણ કંઈક એવી જ હતી. જ્યારે લંડનના લોકો ઊંઘીને ઊઠ્યા તો બહાર ખૂબ અંધારું હતું અને ચારેય બાજુ બસ ધુમ્મસ જ ધુમ્મસ હતું. બધાને લાગ્યું કે આ રોજ જેવું જ ધુમ્મસ હશે, પરંતુ આખો દિવસ પસાર થયા પછી પણ ધુમ્મસ ઓછું ન થયું અને વધારે ગાઢ થતું ગયું. એ એટલું ગાઢ થઈ ગયું કે વિઝિબિલિટી 1 ફૂટ કરતાં પણ ઓછી થઈ ગઈ. લોકો ગભરાવા લાગ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 5 ડિસેમ્બરે લંડન પર છવાયેલું આ ધુમ્મસ 9 ડિસેમ્બરે હટ્યું હતું.
સરકારી આંકડા પ્રમાણે, આ સ્મોગને કારણે 5 દિવસમાં 4 હજાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક મીડિયા રિપોર્ટ્સમાં આ સ્મોગમાં મૃત્યુઆંક 12 હજારથી વધારેનો જણાવવામાં આવ્યો હતો. આ સ્મોગમાં 1.5 લાખથી વધારે લોકો બીમાર પડ્યા હતા.
હવે આ ખતરનાક સ્મોગ છવાયો હોવાનું કારણ પણ જાણી લો. હકીકતમાં એવું હતું કે 13મી સદીમાં લંડનમાં લોકોને કોલસા સળગાવવાની આદત પડી ગઈ હતી. એ ઉપરાંત ત્યાં ફેકટરીઓમાં પણ કોલસાનો ઉપયોગ વધારે થતો હતો. આ સંજોગોમાં લોકોનાં ઘરો અને ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો આકાશમાં જમા થયો. વાતાવરણમાં પહેલેથી ભેજ પણ હતું. તેથી ભેજ અને ધુમાડો મિક્સ થતાં અહીં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું.
શિયાળો અને ભેજને કારણે ધુમાડો વધારે ઉપર ન જઈ શક્યો અને ત્યાં જ ધુમ્મસ છવાઈ ગયું. આ જોખમી સ્મોગને ગ્રેટ સ્મોગ ઓફ લંડન કહેવામાં આવે છે. આ સ્મોગ પછી કાયદો બનાવવામાં આવ્યો, ઘરમાં કોલસા સળગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો અને ફેકટરીઓમાં પણ કોલસાની જગ્યાએ ફ્યુઅલ વાપરવાનું નક્કી કરવામાં આવ્યું, જેથી ધુમાડો ન થાય.
આજે જ શરૂ થઈ હતી STD સર્વિસ
ટેલિકોમ દુનિયામાં આજનો દિવસ ઐતિહાસિક માનવામાં આવે છે. 5 ડિસેમ્બર 1958ના રોજ ઈંગ્લેન્ડના બ્રિસ્ટલમાં સબ્સ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ એટલે કે STD સર્વિસ શરૂ થઈ હતી. પહેલીવાર આ સર્વિસ બ્રિસ્ટલના 18 હજાર લોકો માટે શરૂ કરવામાં આવી હતી. આ સેવાને કારણે લાંબા અંતરે ફોન કરવાની સુવિધા શક્ય બની.
ભારત અને દુનિયામાં 5 ડિસેમ્બરની મહત્ત્વની ઘટનાઓ આ પ્રકારે છે
1657 : શારજહાંના નાના દીકરા મુરાદે પોતાને બાદશાહ જાહેર કર્યો. 1917 : રશિયામાં નવી ક્રાંતિકારી સરકારનું ગઠન તથા રશિયા-જર્મની વચ્ચે યુદ્ધવિરામ. 1943 : જાપાની હવાઈ જહાજે કોલકાતામાં બોમ્બબ્લાસ્ટ કર્યા. 1950 : ભારતીય લેખક અરબિંદો ઘોષનું નિધન થયું. 1950 : સિક્કિમ ભારતનું સંરક્ષિત રાજ્ય બન્યું. 1951 : પ્રખ્યાત કલાકાર તથા સાહિત્યકાર અવનીન્દ્રનાથ ઠાકુરનું નિધન થયું. 1969 : ભારતની પ્રખ્યાત મહિલા નિશાનેબાજ અંજલિ ભાગવતનો જન્મ થયો. 1971 : ભારતે બાંગ્લાદેશને એક દેશ તરીકે માન્યતા આપી. 1973 : ગેરાલ્ડ ફોર્મે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદના શપથ લીધા. 1989 : મુલાયમ સિંહ યાદવ પહેલીવાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. 1999 : ચેચેન્યામાં રશિયાએ અસ્થાયી રીતે સેના તહેનાત કરવાની જાહેરાત કરી. 2003 : ચીનમાં પહેલીવાર આયોજિત વિશ્વ સુંદરી સ્પર્ધામાં આયર્લેન્ડની રોસન્ના દાસનન વિજયી થઈ. 2013 : નેલ્સન મંડેલાનું નિધન થયું. 2016 : તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનું નિધન થયું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.