તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Today 52 People Died, 19 In Maharashtra And 18 In Gujarat, The Death Toll In Madhya Pradesh Reached 103

દેશમાં 132 મોત:કોરોનાથી શનિવારે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂત્રોએ જણાવ્યું કે જસ્ટિસ એકે ત્રિપાઠીને 2 એપ્રિલે દિલ્હી AIIMSમા દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસોથી તેમની હાલત ગંભીર હતી. ફાઇલ ફોટો
  • ગુજરાતમાં પણ એક દિવસમાં રેકોર્ડ 26 દર્દીઓનું મોત, અહીં મરનારાઓની સંખ્યા 262 થઇ
  • આજે મધ્યપ્રદેશમાં 6, તમિલનાડુમાં 2, બિહાર , યૂપી, ઉત્તરાખંડ અને હરિયાણામાં 1-1 દર્દીનું મોત થયું

કોરોના સંક્રમણના લીધે દેશમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1321 થઇ ગઇ છે. શનિવારે એક જ દિવસમાં રેકોર્ડ 93 લોકોના મોત થયા. અત્યાર સુધી એક દિવસમાં થયેલી મોતનો આ સૌથી મોટો આંકડો છે. આજે લોકપાલ સદસ્ય અને છત્તીસગઢ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત થયું હતું. જસ્ટિસ ત્રિપાઠીની ઉંમર 62 વર્ષ હતી. તેમને 2 એપ્રિલના દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા 30 એપ્રિલના સૌથી વધારે 73 લોકોના મોત થયા હતા. શનિવારે મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ આંકડો નોંધાયો. અહીં એક જ દિવસમાં 36 લોકોના મોત થયા છે. રાજ્યમાં મોતનો આંકડો હવે 500 પાર કરી ગયો છે. અહીં અત્યાર સુધી 521 લોકોના મોત થયા છે. તેમાં 322 લોકો મુંબઇના છે. ગુજરાત માટે પણ આજે કાળો દિવસ રહ્યો. અહીં 26 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી એક દિવસમાં થયેલા મોતનો આ સૌથી મોટો આંકડો છે. અહીં મરનારાઓની સંખ્યા 262 થઇ ગઇ છે. તેમાંથી 185 અમદાવાદના હતા.  બીજી તરફ પશ્વિમ બંગાળમાં 7,  મધ્યપ્રદેશમાં 6, રાજસ્થાનમાં 7, કર્ણાટકમાં 3, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં 2-2 લોકોના મોત થયા. બિહાર, ઉત્તરાખંડ, હરિયાણામાં 1-1 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 65 લોકોના મોત થયા હતા. 

રાજ્યમોત
મહારાષ્ટ્ર521
ગુજરાત262
મધ્યપ્રદેશ151
દિલ્હી61
રાજસ્થાન68
આન્ધ્રપ્રદેશ33
તેલંગાણા29
ઉત્તરપ્રદેશ43
તમિલનાડુ29
કર્ણાટક25
પંજાબ20
પશ્વિમ બંગાળ48
જમ્મૂ-કાશ્મીર08
હરિયાણા05
કેરળ03
ઝારખંડ03
બિહાર04
હિમાચલ પ્રદેશ02
આસામ01
મેઘાલય01
ઓરિસ્સા01
પુડ્ડુચેરી01
કુલ1321

30 એપ્રિલના 73 મોત થયા હતા

તારીખમોત
24 એપ્રિલ57
25 એપ્રિલ37
26 એપ્રિલ60
27 એપ્રિલ54
28 એપ્રિલ71
29 એપ્રિલ69
30 એપ્રિલ73
01 મે65

ટોપ-5 શહેર જ્યાં સૌથી વધારે મોત

શહેરમોત
મુંબઈ322
અમદાવાદ185
પૂણે85
ઇન્દોર72
જયપુર32

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો