તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Dictator Was Hanged By The United States, Who Killed 150 People After An Attack On Him

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:તે સરમુખત્યારને અમેરિકાએ ફાંસી આપી, જેને પોતાના પર થયેલા હુમલા પછી 150 લોકોના જીવ લીધા હતા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજના દિવસે 2006માં બે દશકા સુધી ઈરાક પર રાજ કરનારા સરમુખ્ત્યાર નેતા સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી હતી. ઈરાકના તિકરિતના એક ગામમાં જન્મેલા સદ્દામ હુસૈને માત્ર 20 વર્ષની ઉંમરે જ બાથ પાર્ટીની સભ્યતા લીધી હતી. 1962માં ઈરાકમાં થયેલા વિદ્રોહમાં પણ સદ્દામનો મહત્વનો રોલ હતો. તે સમયે તેની ઉંમર 25 વર્ષની હતી. 31 વર્ષના થતા-થતા સદ્દામ ઈરાકની સત્તા પર આવી ગયા. વાત 1968ની છે. જ્યારે સદ્દામે અહમદ હસન અલ બક્રની સાથે મળીને સત્તા પર કબજો જમાવ્યો હતો.

અલ બક્રની સાથે 11 વર્ષ શાસન કર્યા બાદ સદ્દામે ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને અલ બક્રને રાજીનામું આપવા માટે મજબૂર કરી દીધા અને પોતે ઈરાકના રાષ્ટ્રપતિ બની ગયા. જે બાદ આગામી 20 વર્ષ સુધી સદ્દામે ઈરાક પર રાજ કર્યું. આ દરમિયાન 1982માં સદ્દામ હુસૈન પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. આ હુમલા પછી દુજૈલમાં 148 શિયાઓને મારી નાખવામાં આવ્યા હતા.

2006માં જ્યારે સદ્દામને ફાંસી પર ચઢાવવામાં આવ્યો ત્યારે તેને આ નરસંહાર માટે જ દોષી ગણાવાયો હતો. આ પહેલાં 2003માં અમેરિકા અને બ્રિટને ઈરાક પર હુમલો કરીને સદ્દામની ધરપકડ કરી હતી. અને આ સાથે જ ઈરાકમાં સદ્દામના શાસનનો ખાત્મો થયો હતો.

ઈસરોની સ્થાપના કરનારા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનું નિધન
તે વૈજ્ઞાનિક જેઓએ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તે વૈજ્ઞાનિક જેઓએ 1962માં ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની
સ્થાપના કરી, જેનું નામ બાદમાં ઈસરો થયું. તે વૈજ્ઞાનિક જેઓએ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, તિરૂવનંતપુરમની સ્થાપના કરી.

આજના જ દિવસે 1971માં તેમનું થયું હતું. અમે વાત કરી રહ્યાં છીએ વિક્રમ સારાભાઈની. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919નાં રોજ અમદાવાદમાં થયો હતો. અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીથી પૂર્ણ કર્યો. 1942માં બીજા વિશ્વ યુદ્ધ સમયે દેશ પરત ફરવું પડ્યું. અહીં આવીને રિસર્ચ પર અનેક કામો કર્યા.

28 વર્ષની ઉંમરમાં 11 નવેમ્બર 1947માં અમદાવાદમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની સ્થાપના કરી. અહીંથી શરૂ થઈ તેમની સફર 1971 સુધી યથાવત રહી. વિક્રમભાઈના નામે દેશના સ્પેસ સાયન્સ પ્રોગ્રામને આગળ ધપાવવા અને ઉંચાઈ પર લઈ જવાનો શ્રેય જાય છે. વિજ્ઞાનમાં તેમના યોગદાનને જોતા 1966માં પદ્મ ભૂષણ અને 1972માં મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સોવિયત સંઘની સ્થાપના થઈ
1922માં લેનિનની આજુબાજુના 14 રાજ્યોને રશિયામાં સામેલ કરાયા અને સત્તાવાર રીતે USSRની સ્થાપના થઈ. મોસ્કો તેની રાજધાની બની. વ્લાદિમિર લેનિન તેના પ્રમુખ હતા. ઝારની
સરમુખત્યારશાહી પછી આ પગલાંને લોકતંત્રની સ્થાપના માટે ઉઠાવવા માટેનું મહત્વનું ડગલું ગણવામાં આવે છે. પરંતુ એવું ન થયું. એક વખત ફરી નવા પ્રકારે સરમુખત્યારશાહી
શાસનનો પ્રારંભ થયો.

સ્ટાલિન આ સરમુખત્યારશાહી સત્તાનું સૌથી મોટું નામ હતું. લગભગ 69 વર્ષના પોતાના અસ્તિત્વ દરમિયાન આ સોવિયેત સંઘે હિટલરને હાર આપી હતી. અમેરિકાની સાથે શીત યુદ્ધ દરમિયાન દુનિયાના બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારોની હોડ જોવા મળી.

1985માં ગોર્બાચોફ કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ બન્યા, તે તેઓએ સુધાર કાર્યક્રમ શરૂ કર્યો કેમકે તેમની પાસે એક ખરાબ અર્થવ્યવસ્થા અને એક અક્ષમ રાજનીતિક ઢાંચો હતો. આ સુધારાનું જ પરિણામ એ રહ્યું કે 1991માં સોવિયત સંઘનું વિઘટન થયું. જે બાદ યુક્રેન, બેલારૂસ, મૉલ્ડોવા, ઉજ્બેકિસ્તાન, કઝાકિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, જ્યોર્જિયા, અઝરબેજાન, અર્મેનિયા, લિથુઆનિયા, લાત્વિયા અને ઈસ્ટોનિયાની સાથે રશિયા અસ્તિત્વમાં આવ્યું.

ભારત અને વિશ્વમાં 30 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ:

 • 2007: બેનઝીર ભુટ્ટોની હત્યાના ત્રણ દિવસ બાદ તેમના પુત્ર બિલાવલને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યો. બિલાવલ તે સમયે માત્ર 19 વર્ષનો જ હતો.
 • 1996: ગ્વાટેમાલામાં 36 વર્ષથી ચાલી રહેલું ગૃહયુદ્ધ 29-30 ડિસેમ્બર 1996નાં રોજ ખતમ થયું.
 • 1975: હિન્દીના કવિ અને ગઝલકાર દુષ્યંત કુમારનું નિધન.
 • 1975: અમેરિકાના પ્રખ્યાત ગોલ્ફર ટાઈગર વુડ્સનો જન્મ. વુડ્સ પહેલાં ગોલ્ફર છે જેઓએ એક પછી એક સતત ચાર મેજર ટૂર્નામેન્ટ જીતી હતી.
 • 1949: ભારતે ચીનને માન્યતા આપી. 1 ઓક્ટોબર 1949નાં રોજ નવા ચીનના ગઠન પછી તેને માન્યતા આપનાર બીજો બિન-કોમ્યુનિસ દેશ બન્યો.
 • 1943: સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેયરમાં ભારતની આઝાદીનો ઝંડો ફરકાવ્યો.
 • 1906: અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના ઢાકામાં થઈ.
 • 1865: પ્રખ્યાત બ્રિટિશ રાઈટર રૂડયાર્ડ કિપલિંગનો જન્મ થયો.
 • 1803: અંગ્રેજી મરાઠા યુદ્ધ પછી મરાઠા પ્રમુખ દૌલતરાવ સિંધિયા અને અંગ્રેજોએ સંધિ કરી. આ સંધિને સુર્જી-અર્જુનગામની સંધિના નામથી ઓળખવામાં આવે છે.
 • 1703: જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપથી 37 હજાર લોકોના મોત નિપજ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો