તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Famous Shire Who Became A Debtor Due To His Hobby, Also Went To Jail For 3 Months Due To His Gambling Habit.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:વાત તે પ્રખ્યાત શાયરની કે જેઓ પોતાના શોખને કારણે દેવાદાર થઈ ગયા, જુગારની આદતને કારણે 3 મહિના જેલ પણ ગયા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

'होगा कोई ऐसा जो 'गालिब' को न जाने, शायर तो अच्छा है पर बदनाम बहुत है...' આ શાયરી છે મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાનની, જેમને લોકો મિર્ઝા ગાલિબના નામથી ઓળખે છે. ગાલિબ તેમનું હુલામણું નામ હતું. આ નામથી જ તેઓ શાયરીઓ કરતા હતા. તેમના દાદા ઉઝ્બેકિસ્તાનથી ભારત આવ્યા હતા. મિર્ઝા ગાલિબનો જન્મ આજના દિવસે જ 1797માં આગ્રાના એક પૈસાદાર પરિવારમાં થયો હતો. તેમના લગ્ન પણ દિલ્હીના એક શ્રીમંત પરિવારની પુત્રી સાથે થયા હતા. પરંતુ તેમનું જીવન સમસ્યાઓમાં જ પસાર થયું. ગાલિબના સાત બાળકો થયા અને એક પણ બે વર્ષથી વધુ ન જીવી શક્યા.

શરાબ પીવાના ભારે શોખીન, તે પણ મોંઘી અને અંગ્રેજી દારૂ
ઈસ્લામમાં શરાબને હરામ માનવામાં આવે છે, પરંતુ ગાલિબને શરાબ પીવાનો ભારે શોખ હતો. અને તે પણ મોંઘી અને વિદેશી શરાબ. ભલે જ પૈસાની ભારે તકલીફ કેમ ન હોય, કે પછી સેંકડો કિલોમીટર દૂરથી શરાબ લાવવો પડે, પરંતુ તેઓ લાવતા હતા અને પીતા હતા.

એક સાંજે મિર્ઝાને શરાબ ન મળી, તો તેઓ નમાઝ પઢવા ચાલ્યા ગયા. એટલામાં તેમનો એક ચેલો આવ્યો અને ગાલિબને શરાબની બોટલ દેખાડી. બોટલ જોતા જ ગાલિબ મસ્જિદમાંથી નીકળવા લાગ્યા, તો કોઈએ કહ્યું- 'આ શું નમાઝ પઢ્યા વગર ચાલવા લાગ્યા?' તો ગાલિબે કહ્યું- 'જે વસ્તુ માટે દુઆ માગવી હતી, તે તો એમને એમ જ મળી ગઈ.'

મિર્ઝા ગાલિબ પૈસાદાર જરૂર હતા, પરંતુ તેમના નવાબી શોખના કારણે તેઓ દેવાદાર બની ગયા હતા. લોકો જણાવે છે કે તે સમયે તેમના પર 40 હજાર રૂપિયાથી વધુનું દેવું હતું. તે સમયે 40 હજાર ઘણી જ મોટી રકમ ગણાતી હતી. દેવું ન ચુકવવાના આરોપમાં એક વખત તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

મહેફિલોથી વધુ માન જુગારીઓ આપતા હતા
એવું કહેવાય છે કે મિર્ઝા ગાલિબને જેટલું માન મહેફિલોમાં મળતું હતું, તેનાથી ઘણું જ વધારે માન તેમને દિલ્હીના જુગારીઓ આપતા હતા. તેમને જુગાર રમવાની જબરજસ્ત આદત હતી. તે માટે તેઓને 6 મહિનાની જેલ પણ થઈ હતી. મિર્ઝા ગાલિબના સંબંધ તે સમયે દિલ્હીના બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે ઘણાં જ સારા હતા.

બાદશાહ ઝફરે ગાલિબને જેલમાંથી છોડવાની અપીલ પણ કરી હતી, પરંતુ તેમની વાત કોઈએ ધ્યાનમાં લીધી ન હતી. તે એટલા માટે કેમકે તે સમયે મોગલોનું નહીં પરંતુ અંગ્રેજોનું શાસન ચાલતું હતું. જે બાદ મિર્ઝા ગાબિલે ઘણો જ જુગાડ લગાવ્યો અને ત્રણ મહિના બાદ જેલમાંથી છૂટ્યા.

ગાલિબના મોતના સમાચાર 17 ફેબ્રુઆરી 1869નાં રોજ એક ઉર્દૂ અખબારમાં છપાયા હતા. પરંતુ તેમનું મોત 15 ફેબ્રુઆરીએ જ થઈ ગયું હતું.

પાકિસ્તાનની પહેલી મહિલા વડાપ્રધાનની હત્યા

27 ડિસેમ્બર 2007નાં રોજ 15 વર્ષના બિલાલે એક વિસ્ફોટ કર્યો અને તેમાં બેનઝીર ભુટ્ટોનું મોત નિપજ્યું. બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનની પહેલી મહિલા વડાપ્રધાન હતી, એટલું જ કોઈ મુસ્લિમ દેશની પણ તે પહેલી મહિલા હતી જે વડાપ્રધાન બની હતી. 27 તારીખની સાંજે બેનઝીર રાવલપિંડીથી એક ચૂંટણી રેલી કરીને પરત ફરી રહી હતી. ત્યારે બિલાલ તેની કાર પાસે આવ્યો અને બેનઝીરને ગોળી મારી દીધી. જે બાદ પોતાને પણ બોમ્બથી ઉડાવી દીધો. બેનઝીર ભુટ્ટો બે વખત પાકિસ્તાનની વડાપ્રધાન બની હતી. પહેલી વખત 1988થી 1990 અને બીજી વખત 1993થી 1996 સુધી.

ભારત અને વિશ્વમાં 27 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓઃ

 • 1911: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા (હવે કોલકાતા) અધિવેશનમાં પહેલી વખત 'જન ગણ મન' ગાવવામાં આવ્યું.
 • 1939: તુર્કીમાં ભૂકંપથી લગભગ ચાલીસ હજાર લોકોના મોત નિપજ્યા.
 • 1960: ફ્રાંસે આફ્રિકાના સહારાના રેગિસ્તાનમાં ત્રીજી વખત પરમાણુ પરીક્ષણ કર્યું અને પરમાણુ હથિયારો વિકસિત કરવાના માર્ગે વધુ એક ડગલું માંડ્યુ.
 • 1965: બોલીવુડ એક્ટર સલમાન ખાનનો જન્મ.
 • 1975: ઝારખંડના ધનબાદ જિલ્લામાં ચાસનાલા કોલસા માઈનમાં દૂર્ઘટના થવાથી 372 લોકોના મોત થયા.
 • 1979: અફઘાનિસ્તાનમાં રાજકીય ઉથલ-પુથલ પછી સોવિયત સેનાએ હુમલો કર્યો.
 • 2000: ઓસ્ટ્રેલિયામાં વિવાહ પૂર્વે સંબંધોને કાયદાકીય માન્યતા આપવામાં આવી.
 • 2008: વી. શાંતારામ પુરસ્કાર સમારંભમાં 'તારે જમીન પર'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો.
 • 2013: પ્રસિદ્ધ બોલીવુડ એક્ટર ફારૂખ શેખનું નિધન.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો